માર્કેટમાં ધૂમ મચાવવા આવી ગયું છે Electric Scooter Indie: કિમત, લુક અને માઇલેજ જોઈને તમે પણ કહેશો વાહ શું ફીચર્સ છે.

બેંગલુરુ બેઝડ સ્ટાર્ટ અપ કંપની river ઇન્ડિયાએ તાજેતરમાં જ તેમનું સૌપ્રથમ Electric Scooter Indie ૨૨ ફેબ્રુઆરી નાં રોજ લોન્ચ કર્યું છે. આ સ્કૂટર દેખાવમાં ખુબજ સ્ટાઇલિશ અને અવનવા ફીચર્સ સાથે ખુબજ સજાવટથી બનાવવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીની 70000 સ્ક્વેર ફીટ જેટલી જગ્યાના આર એન ડી ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવ્યું છે.અને આ સ્કૂટરનું ઉત્પાદન બેંગ્લોરમાં આવેલા તેમના પ્લાન્ટમાં બનાવવામાં આવશે, જેની વાર્ષિક ₹1,00,000 યુનિટસની બનાવવાની કેપેસિટી છે.

indie electric scooter price,features,specifications

Indie EV વિષે આટલું જાણો

ઈ. વી. નામ Indie
વૉરંટી ૫ વર્ષ
રેન્જ 120 કિમી
ચાર્જિંગ સમય (0 – 80%)5 કલાક
બ્રેકિંગ સિસ્ટમડિસ્ક, સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ
ટોચ ઝડપ90 કિમી/કલાક
પ્રવેગક (0-40 કિમી/કલાક)3.9 સે
પીક પાવર6.7 kW (9 BHP)
મહત્તમ ટોર્ક26 એનએમ
રાઇડિંગ મોડ્સઇકો, રાઇડ અને રશ
ગ્રેડેબિલિટી18 ડિગ્રી
બેટરી ક્ષમતા4 kWh


દેખાવમાં એકદમ અલગ જ અને આકર્ષક લાગી રહેલું આ સ્કૂટર બેંગ્લોર બેઝડ સ્ટાર્ટઅપ કંપનીએ બનાવેલું છે જેનું નામ indie છે. સ્કૂટરની ખાસિયત એ છે કે તે 40 થી 42 l સુધીનું સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે આ ઉપરાંત તેમની આગળની જગ્યામાં 12 લીટર જેટલી એક્સ્ટ્રા સ્પેસ પણ આપવામાં આવેલ છે. આ સ્કૂટરમાં રહેલ લેમ્પ યુનિટ તેના દેખાવને અલગ જ અંદાજ આપે છે. river indie ઇલેક્ટ્રીક સ્કૂટરની માઇલેજની વાત કરીએ તો ચાર કિલો વોલ્ટની બેટરીમાં તે 120 કિલોમીટર જેટલું ચલાવી શકાય છે. આ સ્કૂટરની મોટર 6.7 કિલો વોલ્ટ સુધીનો પાવર જનરેટ કરી શકે છે આ ઇલેક્ટ્રીક સ્કૂટરની સ્પીડની વાત કરીએ તો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે ચાલી શકે છે. સ્કૂટરને ચાર્જ કરવા માટે પાંચ થી છ કલાક જેટલો સમય લાગે છે આ ઉપરાંત સ્કૂટરમાં ટીએફટી કલર ડિસ્પ્લે, બે યુએસબી પોર્ટ,રિવર્સ પાર્કિંગ આસિસ્ટન્ટ પણ આપવામાં આવેલ છે.
વધુમાં આ સ્ટાર્ટ અપ કંપનીના સીઇઓએ જણાવ્યું હતું કે indie સ્કૂટરનું ઓનલાઈન વેચાણ તેમની વેબસાઈટ પરથી જ થઈ રહ્યું છે અને તમે તેને બુક કરાવી શકો છો આ સ્કૂટરનો શરૂઆતી ભાવ 1,25,000 રાખવામાં આવેલ છે જેની ડીલેવરી ઓગસ્ટ મહિનાના સુધીમાં મળી શકે તેવી સંભાવનાઓ છે. કંપનીના સીઈઓ અરવિંદ માની તેમજ કંપનીના પ્રોડક્ટ ઓફિસર વિપિન જ્યોર્જ છે.

આ પણ વાંચો  MG કોમેટ ઇલેક્ટ્રીક કાર, જુઓ આ કારના શાનદાર ફીચર્સ અને ભાવ

Indie સ્કૂટરના ફીચર્સ

લોક લોડ પેનિયર માઉન્ટ.

lock & load pennier mount indie scooter

આ સ્કૂટરમાં સ્ટર્ડ એલોયથી બનેલ બનેં બાજુએ box રાખવામાં આવેલ છે. જેનો તમે વિવિધ માલ સામાન ભરવા કે સંગ્રહ કરવા માટે ઉપયોગ કરી શકો છો. આ બોક્સની કેપેસિટી ૪૦ લિટર ની છે. આ બોક્સની ખાસિયત એ છે કે તમે તેને આસાનીથી રિમૂવ પણ કરી શકો છો.

એલોય ફ્રન્ટ ફૂટ પેક્સ

alloy front foot pegs ,indie ev

સ્કૂટર પર પહેલાં ક્યારેય જોયું ના હોય તેવું. અલ્ટ્રા-ફ્લેટ ફ્લોરબેડ. ડ્રાઈવિંગ કરતી સમયે આરામદાયક પગ રાખવા માટે અહીં અલ્ટ્રા ફ્લેટ રાખવામાં આવેલ છે જે તમને સેફટી અને કંફર્ટ આપી શકે છે.

12L લોકેબલ ગ્લોવ બોકસ,USB ચાર્જર સાથે.

indie scooter lockable glovebox with usb charger

indie ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તમે આરામ દાયક રીતે ચાર્જિંગ કરી શકો તે માટે usb ચાર્જર અને અન્ય નાની વસ્તુઓ રાખવા માટે ગલોવ બોક્સ આપવામાં આવેલ છે.

43L સ્ટોરેજ કેપેસિટી ( સીટની નીચે )

આ ઉપરાંત અન્ય નાની વસ્તુઓ રાખવા માટે તમને સીટની નીચે 43 L ની કેપેસિટી ધરાવતી સ્ટોરેજ જગ્યા પણ આપવામાં આવેલ છે.

Indie ઇલેક્ટ્રિક સ્કૂટરના અન્ય ફીચર્સ

indie electric scooter features

આ ઉપરાંત આ સ્કૂટરની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો 25 L ની એકસ્ટ્રા સ્ટોરેજ ધરાવતી ઓલ વેધર ટોપ બોક્સ, વસ્તુને ટ્રાન્સપોર્ટ કરવા માટે ડીટેચેબલ ફ્લોર કેજ, મોબાઇલ ફોનને રાખવા માટે મોબાઈલ ફોન હોલ્ડર, સામાન ઊંચકીને લઈ જવા માટે કે નાનું મોટું સામાન ભરવા માટે બંને બાજુ જોઈએ ક્લિપ એન્ડ ગો પેનીયર બોક્સીસ આપેલા છે જેની કેપેસિટી 40 લીટર સુધીની છે. આ ઉપરાંત આ ઇલક્ટ્રિક સ્કુતરને 165 mm જેટલું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપવામાં આવેલ છે જેથી બમ્પ અને ખાડા ખભડાવાળા રસ્તા પર સરળતાથી આ સ્કૂટરને ડ્રાઇવ કરી શકાય..
આરામ દાયક રીતે પગ રાખી શકાય તે માટે ૨૦” વાઈડ અલ્ટ્રા ફ્લેટ તેમજ અલ્ટ્રા ફ્લેટ ફ્લોરબેડ પહોળી શીટ અને ટ્વીન હાઇડ્રોલિક રીયલ સસ્પેન્શનની સાથે ટેલિસ્કોપીક ફ્રન્ટ સસ્પેન્શન અને એલોય ૧૪” એલોય વ્હીલનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત સાઈડમાં ફ્રોસ્ટેડ ટ્યુબ ટેલલાઈટ, ટબુલાર સેફ ગાર્ડલગાવવામાં આવેલ છે જે ખૂબ જ આકર્ષક છે તે ઉપરાંત ડ્યુટોન કલર સ્કીમ અને એલોય ક્લિપ હેન્ડલ ખૂબ જ આકર્ષક છે