ટાટા ગ્રૂપની આ કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ : એક લાખના રોકાણને બનાવ્યા એક કરોડ

ટાટા ગ્રુપની દિગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ એ તેમના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ટાટા સમૂહની કંપની અને સોફ્ટવેર બનાવતી ભારતની દિગજ કંપની એટલે કે tata કન્સલ્ટન્સી સર્વિસ ભારતની દિગ્ગજ કંપનીઓમાંની એક છે તેમના કન્સીસ્ટન્સ પર્ફોર્મન્સને કારણે આ કંપનીએ ઘણા રોકાણકારોને આકર્ષિત કર્યા છે.

ટાટા ગ્રૂપની આ કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલ : એક લાખના રોકાણને બનાવ્યા એક કરોડ

૧ લાખનું રોકાણ બન્યું ૧ કરોડ

ટાટા ગ્રુપની કંપની એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, આ કંપનીનો શેર વર્ષ ૨૦૦૯ ની સાલમાં 118 રૂપિયાની આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો હતો. જ્યારે 10 વર્ષ બાદ આ કંપનીનો શેર હાલ ₹ 3200 ટ્રેડિંગ કરી રહ્યો છે. જેથી દસ વર્ષ કે તેની અગાઉથી જ આ કંપનીમાં રોકાણ કરી રહેલા રોકાણ કરતાઓ ને તો જાણે લોટરી જ લાગી છે.

TCS share price today

વર્ષ 2009 ની વાત કરીએ તો ટીસીએસનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસી પર રૂપિયા 119 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જો કોઈ વ્યક્તિએ વર્ષ 2009માં એક લાખ રૂપિયાના ટાટા કન્સલ્ટન્સી સર્વિસના શેર લીધા હોત તો તેમને 843 શેર મળ્યા હોત વર્ષ 2009 માં જ કંપની ત્યારબાદ એક જેમ એકના રેશિયોમાં બોનસ શેર આપ્યું હતું.ત્યારબાદ વર્ષ 2018માં ફરીથી ટાટા કેન્સલ્ટન્સી સર્વિસ છે વન જેમ વન બોનસ ઇસ્યુ કર્યું હતું.

આમ વર્ષ 2009 માં લીધેલા 843 શેર અત્યારની સ્થિતિ મુજબ કુલ 3372 થઈ જવા પામે છે ગત ગુરૂવારના રોજ ટાટા કન્સલ્ટન્સી સર્વિસના શેરનો ભાવ રૂપિયા 3200 આસપાસ હતો. આમ વર્ષ 2009 માં રોકાણ કરેલા એક લાખ રૂપિયા આજે એક કરોડ અને સાત લાખ બની જવા પામ્યા છે.

ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ નો શેર નિફ્ટી 50 નો શેર છે અને તે માર્કેટ કેપીટલાઇઝેશન મુજબ સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની છે.

આ પણ વાંચો  આવતા અઠવાડિયે એક સાથે ખુલી રહ્યા છે 6 IPO, માલામાલ થવાની શાનદાર તક, એક સાથે રૂ.2500 કરોડનો ખેલ

ગુજરાતના આ સ્થળે બની રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું મંદિર

ટીસીએસ કંપનીમાં આગામી સમયમાં ખૂબ જ મોટા પરિવર્તન થવાની આશા છે.આ કંપનીના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથન તેમના પદ પરથી રાજીનામુ આપ્યું છે. અને હાલ તેમની જગ્યાએ કીર્તિ વાસનને નેક્સ્ટ સીઈઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એક જૂન 2023 થી કીર્તિવાસન આ કંપનીની કમાન સંભાળી લેશે. વર્ષ 2022 2023 ના ચોથા ત્રિમાસિક ગાળામાં ટીસીએસનો નફો 14.8 ટકા વધીને 11392 કરોડ રૂપિયા જેટલો રહ્યો હતો.

(નોટ- શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ લો)

Leave a Comment