ચાલુ મેચમાં હાર્દિક બે આંખો બંધ કરીને શું બોલ્યો? જાણો શું કર્યો ખુલાસો

વર્લ્ડ કપમાં ભારતીય ટીમની વંડરફૂલ જર્ની ચાલુ છે. ભારતીય ટીમે ફર્સ્ટ ત્રણ મેચ જીતી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે પાકિસ્તાન સામે ત્રીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમે માત્ર 30.3 ઓવરમાં 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 34 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેની એક ઘટના ખૂબ વાયરલ થઈ હતી, જેમાં તે હાથમાં બોલ પકડીને કેટલાક મંત્રનો પાઠ કરતો જોવા મળે છે. આ પછી તે બોલિંગ કરે છે અને બીજા જ બોલ પર વિકેટ મેળવે છે.

હાર્દિક પંડ્યાએ શું કર્યું હતું?

હાર્દિક પંડ્યાનો આ વીડિયો જ્યારે વાયરલ થયો, ત્યારે ચાહકો એ જાણવા ઉત્સુક હતા કે પંડ્યાએ શું કર્યું? હવે આ ઓલરાઉન્ડરે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. મેચ બાદ પૂર્વ મહાન ખેલાડી ગૌતમ ગંભીર અને ઈરફાન પઠાણ સાથે વાત કરતી વખતે પંડ્યાએ મજાકમાં કહ્યું કે તેણે પોતાની જાત સાથે દુર્વ્યવહાર કર્યો છે. વાસ્તવમાં પાકિસ્તાનની ઇનિંગ્સની 13મી ઓવર ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યાએ ફેંકી હતી. ત્રીજો બોલ ફેંકતા પહેલા હાર્દિક પોતાના બંને હાથમાં બોલ લઈને કંઈક બોલતો જોવા મળ્યો હતો. આ વિડીયો ખૂબ જ વાઇરલ થયો હતો. કંઈક બોલ્યા બાદ પંડ્યાએ ત્રીજો બોલ ફેંક્યો હતો. ઇમામ ઉલ હક સ્ટ્રાઇક પર હતો, જે તે બોલ પર વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. ઈમામે 38 બોલમાં 36 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ

જો કે હાર્દિક દ્વારા લેવામાં આવેલ આ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ લખી રહ્યાં છે કે હાર્દિક પંડ્યા બોલ ફેંકતા પહેલા બોલ પર કંઈક મંત્ર ફૂકે છે. તો કેટલાક અન્ય યૂઝર્સ લખી રહ્યાં છે કે હાર્દિકે બોલને ફેંકતા પહેલાં તેને કીસ કરી. જે બાદ એ બોલે ઈમામની વિકેટ લીધી હતી.

આ પણ વાંચો  છેલ્લી મેચમાં હાર થાય તો શું થશે ભારતનું? સેમી ફાઈનલમાં રહેશે કે જશે? અદ્દભુત સમીકરણ થશે

હું મારી જાતને પ્રોત્સાહિત કરતો હતો: હાર્દિક પંડ્યા

મેચ બાદ આ વાતનો ખુલાસો કરતા હાર્દિક પંડ્યાએ તે ઘટના પર કહ્યું, ‘મેં મારી સાથે ખૂબ જ સરળ રીતે વાત કરી હતી. મૂળભૂત રીતે મારી સાથે દુરુપયોગ કર્યો. હું મારી જાતને કેટલીક જગ્યાએ બોલિંગ કરવા માટે પ્રેરિત કરતો હતો. હાર્દિકે ગેમ પ્લાનિંગ પર કહ્યું, મારા અનુસાર સિરાજ અને મેં વાત કરી હતી કે જો આપણે એક જ વિકેટ પર બોલિંગ કરીશું તો વધુ પ્રયાસ નહીં કરીએ. જેમ બુમરાહે પાછલી મેચોમાં કર્યું છે.

Leave a Comment