Ind Vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ,વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નાગપુર ખાતે રમાઈ રહી છે.
નાગપુર ટેસ્ટ પ્રથમ દિવસ
ટોચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે બેટિંગ પસંદ કરી હતી.આ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 177 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારતીય સ્પીનર બોલર રવિન્દ્ર જાડેજાએ લાંબા સમયના વિરામ બાદ ફરીથી આગમન કરતાની સાથે જ ગ્રાઉન્ડ પર તરખાટ મચાવી દીધો હતો. તેઓએ ૨૨ ઓવરમાં 47 રન આપી અને પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેઓ 11 મી વાર પાંચ વિકેટથી વધારે વિકેટો ટેસ્ટ મેચમાં લઈ ચૂક્યા છે. તો બીજી તરફ મોહમ્મદ સામી અને મોહમ્મદ શિરાજે એક એક વિકેટો ઝડપી હતી. જ્યારે રવિચંદ્ર અશ્વિને ત્રણ વિકેટો ઝડપી હતી.
બોલર | ઓવર | મેડન | રન | વિકેટ |
શમી | ૯ | ૪ | ૧૮ | ૧ |
સિરાજ | ૭ | ૩ | ૩૦ | ૧ |
જાડેજા | ૨૨ | ૮ | ૪૭ | ૫ |
અશ્વિન | ૧૫ | ૨ | ૪૨ | ૩ |
ભારતની સામે રમવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમની શરૂઆત નબળી રહી હતી.ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર માત્ર એક રન બનાવી શક્યા હતા. જેને મહમદ સામિએ પેવેલિયન ભેગા કર્યા હતા. તો બીજી તરફ ઉસ્માન ખ્વાજાને પણ મહંમદ સિરાજે માત્ર એક રનમાં જ આઉટ કરી દીધા હતા.ત્યારબાદ લાંબુસેન અને સ્ટીવ સ્મીથે ઓસ્ટ્રેલિયાની વિકેટ ટકાવી રાખી હતી. પરંતુ લાંબા સમયના વિરામ બાદ ફરીથી પીચ પર રમવા ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ આ બંનેને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી લાંબુંશેને 49, સ્મિથ 37, હેન્ડ્સકોમ 31 અને ક્રે એ 36 રન બનાવી ઓસ્ટ્રેલિયાની ટીમને 177 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
Batsman | રન | બોલ | ૪ | ૬ |
એમ. લેબુચાએન | ૪૯ | ૧૨૩ | ૮ | ૦ |
સ્મિથ | ૩૭ | ૧૦૭ | ૭ | ૦ |
હેન્ડસ્કોમ્બ | ૩૧ | ૮૪ | ૪ | ૦ |
ક્રે | ૩૬ | ૩૩ | ૭ | ૦ |
177 રનના સ્કોર ચેસ કરવા ઉતરેલી ભારતીય ક્રિકેટ ટીમની ઓપનિંગ જોડીની શરૂઆત રોહિત શર્મા અને કે એલ રાહુલે કરી હતી. હિટમેન રોહિત શર્માએ સ્ફોટક પારી ખેલી માત્ર 69 બોલમાં નાબાદ 56 રન બનાવ્યા હતા, જેમાં નવ ચોક્કા અને એક સિક્સરનો સમાવેશ થાય છે. જ્યારે કે.એલ. રાહુલ ૨૦ રન બનાવી ટોડ મુર્શીની ઓવરમાં કોટ એન્ડ બોલ્ડ થયા હતા. કે એલ રાહુલ આઉટ થતા સમયની સૂચકતાનો ઉપયોગ કરીને રવિશ્ચંદ્ર અશ્વિનને ક્રીઝ પર ઉતારવામાં આવ્યા હતા.
Batsman | રન | બોલ | ૪ | ૬ |
રોહિત શર્મા* | ૫૬ | ૬૯ | ૯ | ૧ |
કે.એલ.રાહુલ | ૨૦ | ૭૧ | ૧ | ૦ |
પ્રથમ દિવસના અંતે ભારતે એક વિકેટ ગુમાવી 77 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાના 177 ના સ્કોર ની સામે આ રંન ચેઝ કરવા માટે ભારતને માત્ર 100 રનની જરૂર છે. ભારત પાસે હજુ બેટિંગ માટે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકૂમાર યાદવ, શ્રીકર ભરત, રવિન્દ્ર જાડેજા તેમજ અક્ષર પટેલ જેવા બેટિંગ વિકલ્પો બાકી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા સાત અલગ અલગ સ્થળો પર ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા જઈ રહી છે, જેમાં પ્રથમ મેચ નાગપુર, બીજી ટેસ્ટ મેચ દિલ્હી, ત્રીજી ટેસ્ટ મેચ હિમાચલ પ્રદેશ, અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાનાર છે.
જ્યારે પ્રથમ વન-ડે મેચ મુંબઈ વાનખેડે, બીજી વન-ડે મેચ વિશાખાપટનમ અને ત્રીજી વન-ડે મેચ ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નાઈ ખાતે રમાનાર છે.