વર્ષ 2024ની IPLની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દરેક ક્રિકેટ પ્રેમી ક્રિકેટ લીગ IPLની 17મી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.હાલ તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની 17 મી સીઝન માટે ખલાડીઓના ઓક્શનની તારીખ નક્કી કરવામાં આવી છે.
IPL 2024 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત થશે!
IPL 2024 માટે ઓક્શન ભારતની બહાર આયોજિત કરવામાં આવશે. આ માટે ડિસેમ્બર મહિનો પસંદ કરવામાં આવ્યો છે. સમાચાર પ્રમાણે, દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખેલાડીઓ માટે બિડિંગ થવાની સંભાવના છે.એવું માનવામાં આવે છે કે બિડિંગ 15 થી 19 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે.18 અને 19 ડિસેમ્બરે ઓક્શન થઈ શકે છે. હાલ ટ્રેડ વિન્ડો પણ ખુલી ગઈ છે અને ફ્રેન્ચાઈઝી ખેલાડીઓને મુક્ત કરવા માટે હવે ફ્રી છે. જો કે, હજુ સુધી કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી પણ ઘણી ફ્રેન્ચાઇઝી આ વખતે ઘણા મોટા ખેલાડીઓને પણ બહાર કરી શકે છે.
WPLની બીજી સિઝનનું ઓક્શન 9 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા
બીજી તરફ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનનું ઓક્શન 9 ડિસેમ્બરે યોજાય તેવી શક્યતા છે જે ભારતમાં થવાની ધારણા છે. બીસીસીઆઈએ હજુ સુધી માલિકોને WPL હરાજી માટે સ્થળ અને તારીખો વિશે જાણ કરી નથી. લીગ આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાઈ થઈ શકે WPLએ જ શહેરમાં યોજાશે કે કેમ તે અંગે ટીમોને પુષ્ટિ મળી નથી પણ મહત્વનું છે કે ગયા વર્ષે સમગ્ર મહિલા IPLનું આયોજન મુંબઈમાં થયું હતું.