શા માટે ATM માં 2000 રૂપિયાની નોટો જોવા નથી મળતી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

તાજેતરમા જ લોકસભાના ચાલી રહેલ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને રૂપિયા ૨૦૦૦ની નોટો સંદર્ભે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.જેના જવાબમાં નાણામંત્રીએ વિગતવાર વિવિધ જવાબો આપ્યા હતા.

શા માટે ATM માં 2000 રૂપિયાની નોટો જોવા નથી મળતી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
શા માટે ATM માં 2000 રૂપિયાની નોટો જોવા નથી મળતી, નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો જવાબ

છેલ્લા ઘણા સમયથી લોકોમાં ચર્ચા છે કે ATM માં ₹2,000 ની નોટો જોવા મળતી નથી. શું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 2000 ની ચલણી નોટો વિતરણ કરવા માટે બેંક ઉપર નિયંત્રણ મૂક્યું છે ? તેવો પ્રશ્ન પૂછવામાં આવતા,આ પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જવાબ આપતા કહ્યું હતું કે. બેંકોના એટીએમ માં 2000 ની નોટો ઉપલબ્ધ ન કરાવવા બાબતે બેંકોને કોઈપણ સૂચના આપવામાં આવી નથી. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે બેંકો ગ્રાહકોના વપરાશ તેમની જરૂરિયાત અને વલણને આધારે એટીએમમાં રકમ જમા કરતી હોય છે.

સંસદમાં ચાલી રહેલા સત્ર દરમિયાન ૨૦૦૦ની નોટો ના ભવિષ્ય પર ફરીવાર ઘણા સવાલો ઊભા થયા છે. 21 માર્ચ ના રોજ રાજ્યસભાના સભ્ય રાજમણી પટેલે પૂછ્યું હતું કે શું ભારતીય રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધીની નવી શ્રેણીના ભાગરૂપે 2000 ના મૂલ્યની બેન્ક નોટની નવી ડિઝાઈન રજૂ કરવા જઈ રહી છે ? આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણામંત્રાલયના કેન્દ્રીય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ આવી કોઈ યોજના નથી કારણ કે આરબીઆઇ વર્ષ 2016 માં 2000 રૂપિયાની નોટની નવી ડિઝાઈન પહેલેથી જ રજૂ કરી હતી.

આ અગાઉ પણ 14 માર્ચના રોજ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે? તેના જવાબમાં પણ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વર્ષ 2019 અને 2020 થી ₹2,000 ની નોટો છાપવામાં આવી નથી જોકે રૂપિયા 2000ની નોટું બંધ કરવાની કોઈ યોજના નથી.

લોકસભાના સાંસદ સંતોષ કુમારે પૂછ્યું હતું કે શું લગભગ રૂ. ૯.૨૧ લાખ કરોડની રૂપિયા ૫૦૦ અને ૨૦૦૦ ની ચલણી નોટો ચલણમાંથી બહાર થઇ ગયા છે? તેનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારામ ને જણાવ્યું હતું કે હાલ આવી કોઈ માહિતી કે ડેટા ઉપલબ્ધ નથી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના વાર્ષિક અહેવાલ મુજબ માર્ચ 2017ના અંત સુધીમાં રૂપિયા 500 અને 2000 ની નોટોનો કુલ મૂલ્ય 9 લાખ કરોડ અને 27 લાખ કરોડ હતું.