TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને મળ્યો નવો ટપુ, દેખાવ માં છે ખુબજ સ્ટાઇલિશ

Tmkoc: વર્ષોથી ચાલી રહેલા ખૂબ જ પ્રચલિત અને સોની ટેલિવિઝન પર પ્રસારિત થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને આખરે તેનો નવો ટપુ મળી જ ગયો.

TMKOC : Tarak Mehta Ka Oolta Chashma show got a new Tapu, looks very stylish


સતત 14 વર્ષથી ભારતમાં સૌથી લાંબા સમય સુધી ચાલતો હિન્દી ટીવી શો, બાળકો થી માંડીને વૃદ્ધ લોકો પણ એકબીજાની સાથે બેસીને માણી શકે તેવો કૌટુંબિક પ્રોગ્રામ છે. ટીઆરપી ચાર્ટ પર સતત પ્રથમ ક્રમે રહેનાર taarak mehta ka ooltah chashmah શો મા આવી રહેલા તમામ પાત્રો દમદાર છે. અને લોકો ખૂબ જ આતુરતાપૂર્વક આ શો ની રાહ જોતા હોય છે. પરંતુ હાલમાં છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેના મુખ્ય કિરદારોની અદલા બદલીથી ખૂબ જ ચર્ચામાં રહેલો છે.

શૈલેષ લોઢા અને દિશા વાકાણી

આ અગાઉ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને આસમાને પહોંચાડનાર અને સૌના દિલમાં રાજ કરનાર ગુજરાતી ગરબા ક્વીન અને દયા ભાભીના પાત્ર થી ફેમસ દિશા વાકાણી તેમજ લેખક અને કવિ એવા શૈલેષ લોઢા એ પણ આ શો ને અલવિદા કહ્યું હતું.

દયા ભાભીનું પાત્ર એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો નું એક મુખ્ય પાત્ર હતું. તેમની એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ પડતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી દયાભાભી એ આ શો ને અલવિદા કહી દીધું હતું. જેથી દર્શકોમાં પણ ખૂબ જ નિરાશા જોવા મળી રહી હતી. તો બીજી તરફ શૈલેષ લોઢા એટલે કે તારક મહેતા એ પણ કોઈ કારણસર આ શો છોડી દીધો હતો. તો ડિસેમ્બરમાં જ્યારે રાજ અનડકટે આ શો માંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી નવા ટપુની શોધખોળ શરૂ થઈ હતી. જોકે હવે એવું જણાઈ રહ્યું છે કે આ ટપુની શોધ પૂર્ણ થઈ ગઈ છે.

આ પણ વાંચો  Hera Pheri 3: બોલિવૂડના આ ખ્યાતનામ એક્ટર પણ જોવા મળશે હેરાફેરી ફિલ્મમાં જુવો કોણ છે આ એક્ટર

રાજ અનડકટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માંથી સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. તેઓએ સોશિયલ મીડિયામાં જાણ કરતાં લખ્યું હતું કે નમસ્કાર, બધા પ્રશ્નો અને અટકળોને શાંત કરવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું હતું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સાથેનું મારું જોડાણ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે કંઈક નવું શીખવાની, મિત્રો બનાવવાની આ એક અદભુત સફર રહી છે.તેઓએ વધારેમાં ઉમેરતા જણાવ્યું હતું કે હું એ તમામ સપોર્ટિંગ એક્ટર્સનો આભાર માનું છું જેને આ જર્નીમાં મારી મદદ કરી. તને ઉમેર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ તેઓને એન્ટરટેન કરવા માટે ફરીથી કોઈ પડદા પર આવશે.

Happy Promise day wishes in Gujarati quotes and images

ચાહકોમાં નવા ટપુની જગ્યા કોણ ભરશે તે ઉત્સુકતાઓ લાંબા સમયથી હતી. ઘણા દર્શકોને એવું પણ લાગી રહ્યું હતું કે જૂનો ટપુ , ભવ્ય ગાંધી ફરીથી આ શોમાં ટપુની ભૂમિકા ભજવતો જોવા મળે તો નવાઈ નહીં. પરંતુ તાજેતરમાં જ મળતી માહિતી મુજબ TMKOC ટીમ દ્વારા રાજ અનડકટની જગ્યાએ નવા ટપુ તરીકે નીતિશ ભલાનીનું નામ ફાઇનલ કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી

ભવ્ય ગાંધી રાજ અનડકટ બાદ હવે નીતીશ ભાલુની ટપુનો રોલ ભજવતા નજરે પડશે. ભવ્ય ગાંધી વિશે વાત કરીએ તો થોડા વર્ષો પહેલાં તેમણે આ શો ને અલવિદા કહ્યું હતું. આ શો છોડવા પાછળનું કારણ જણાવતાં તેઓ એ જણાવ્યું હતું કે ગુજરાતી સિનેમા અને થિયેટરમાં કામ કરવા માટે એમને શો છોડી દીધો હતો . રાજ અનડકટે થોડા સમય માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ટપુનો કિરદાર ભજવ્યો હતો. પરંતુ તેણે પણ ટૂંક સમયમાં જ આ શો ને અલવિદા કહી દીધું હતું. જેનું મુખ્ય કારણ તેઓએ બોલિવૂડમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોવાનું જણાવ્યું.

આ પણ વાંચો  pushpa 2 the rule : ઓફિસિયલ ટ્રેલર રિલીઝ, જુવો અલ્લું અર્જુનનો નવો અવતાર

નીતીશ ભાલુની

Tmkoc : tarak maheta ka ooltah chashma 's New tapu nitish bhaluni
image credit ( Instagram/itsmenikk)

ભવ્ય ગાંધી અને રાજ અનડકટ બાદ taarak mehta ka ooltah chashmah શો ના પ્રોડ્યુસરે નવા ટપુ તરીકે નીતિશ ભાલુની પર પસંદગીની મહોર મારી છે. નીતિશ ભાલુની દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ અને હેન્ડસમ છે. હવે જોવાનું એ રહ્યું કે નીતિશ ભાલૂની,ભવ્ય ગાંધી અને રાજ અનડકટે ભજવેલા ટપુના પાત્ર પર દર્શકોની સામે ખરા ઉતરી શકશે કે નહીં.

Leave a Comment