એનિમલ વેલ્ફેર બોર્ડે ( ભારતીય પશુ કલ્યાણ બોર્ડ) લોકોને વેલેન્ટાઈન દિવસના અવસર પર COW HUG DAY ઉજવવા માટે અપીલ કરી

Cow Hug Day :ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેનું જતન કરવું જરૂરી છે.વિદેશી કલ્ચરના આગમન સાથે ભારતીય કલ્ચર પાછળ ધકેલાઈ રહ્યું છે. આવા સમયે ગાય માતાની રક્ષા અને તેમના પ્રત્યે પ્રેમ ભાવ વધારવા માટે ભારતનું પશુ કલ્યાણ બોર્ડ એક કદમ આગળ આવ્યું છે.

Animal welfare board urgesto celebrate cow hug day on valentine's day

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ એ ભારત સરકારની જ એક સંસ્થા છે.પશુઓ પર થઈ રહેલ ક્રુરતાના નિવારણ માટે 1962 માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનું મુખ્ય કાર્ય ભારતમાં પશુ કલ્યાણને લગતા કાયદાનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કે નહિ તે જોવાનું છે. તદુપરાંત પશુ કલ્યાણ માટે ચાલી રહેલી વિવિધ સંસ્થાઓને અનુદાન પૂરું પાડવું તેમ જ પશુ કલ્યાણ સંદર્ભે ભારત સરકારને વિવિધ સલાહ સૂચન પૂરું પાડવાનું કામ પણ ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

Cow Hug Day

હાલમાં જ ભારતના પશુ કલ્યાણ બોર્ડના સહયોગથી પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ મત્સ્ય ઉદ્યોગ, દ્વારા ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 14 ફેબ્રુઆરીના દિવસને cow hug day તરીકે ઉજવવા લોકોને અપીલ કરી છે.તેમણે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે લોકોને અપીલ કરી છે કે, તમામ ગાય પ્રેમીઓ ગૌમાતાના મહત્વને ધ્યાને રાખી તેમજ પોતાના જીવનને સુખી અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવવા માટે 14 ફેબ્રુઆરીના દિવસને ગાય આલિંગન દિવસ( Cow Hug Day) તરીકે ઉજવે.

ભારતીય વેલ્ફેર બોર્ડ દ્વારા જાહેર કરાયેલ અપીલમાં જણાવવામાં આવ્યું હતું કે પશ્ચિમી સંસ્કૃતિનાં વિસ્તૃતિકરણને કારણે ઘણી બધી વૈદિક પરંપરાઓ લુપ્ત થવાના આરે છે. જો આપણે જ આપણા વારસાનું જતન નહીં કરીએ તો ઘણી બધી ભારતીય સંસ્કૃતિઓ નાશ પ્રાય થઈ જશે, આમ એનિમલ વેલ્ફેર બોર્ડે દેશના નાગરિકોને ભારતના સાંસ્કૃતિક વારસાના જતન અને સંવર્ધન માટે COW HUG DAY દિવસની ઉજવણી કરવા માટે લોકોને અપીલ કરી હતી.

આ પણ વાંચો  માનવ લોહી તેમજ ફેફસામાં જોવા મળ્યા Microplastics નાં કણ: શુ તમે પણ ખોરાકની સાથે સાથે માઇક્રો પ્લાસ્ટિકસ તો નથી આરોગતા ને ?

એનિમલ વેલ્ફેર બોર્ડના વિક્રમ ચંદ્રવંશી સી.એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વેલેન્ટાઈન દિવસની સાથે સાથે જ COW HUG DAY ઉજવવાનો મુખ્ય હતું એ લોકોમાં ગાય માતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કરુણા દર્શાવવા તેમજ પ્રોત્સાહિત કરવાનો છે. ગાયના દૂધ, ગૌ મૂત્ર, અને ગોબર, થી થતા વિવિધ ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે ભારતીય સંસ્કૃતિથી દૂર જઈ રહેલ લોકોને ફરીથી પાછા લાવવાનો આ મુખ્ય હેતુ છે.

હાલ ભારતમાં જુદા જુદા સ્થળોએ ગાયોની રક્ષાઓ માટે સ્વયંસેવી સંસ્થાઓ આગળ આવી રહી છે ગાયોના ભરણપોષણ તેમજ તેમને યોગ્ય ખોરાક મળી રહે તે માટે સ્થાનિક લેવલે પણ ઘણા બધા પ્રયાસો કરવામાં આવતા હોય છે.

Leave a Comment