Microplastics :કદાચ તમને આ જાણીને આશ્ચર્ય થશે ,કે તાજેતરમાં થયેલ એક સર્વેમાં ૮૦% લોકોના માનવ લોહીમાં માઇક્રો પ્લાસ્ટિકનાં કણ જોવા મળ્યા.

ડચ નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર હેલ્થ રિસર્ચ અને ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ સર્વેમાં લગભગ 70 થી 80% લોકોના લોહીમાં માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યા છે.
શુ છે માઇક્રો પ્લાસ્ટિક :
પ્લાસ્ટિક એક નોન ડીગ્રેડેબલ પદાર્થ છે કે જેનો નાશ થઈ શકતો નથી, અને તેને ડીગ્રેડ કરવા માટે વર્ષોનો સમય લાગી જાય છે,
માઇક્રો પ્લાસ્ટિક એ આમ જોવા જઈએ તો પ્લાસ્ટિકના નાના નાના ટુકડા જ છે, પરંતુ તે 5mm કરતાં ઓછી સાઈઝના હોય છે. જે સામાન્યત હવા પાણી અને ખોરાક માં જોવા મળે છે. અને તે આસાનીથી વિવિધ માધ્યમ દ્વારા માનવ લોહીમાં ભળી જાય છે.આ માઇક્રો પ્લાસ્ટિક રોજિંદા જીવનમાં ઉપયોગ થતાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ માંથી પણ મળી આવે છે, જેમ કે પ્લાસ્ટિકના રમકડા, પાણીની બોટલ, ફૂડ પેકિંગ,પ્લાસ્ટિકની ચા ના કપ, તેમજ અન્ય સામાન્ય વપરાશમાં લેવાતી પ્લાસ્ટિકની વસ્તુઓ કે જે પ્લાસ્ટિકમાંથી બને છે તેમાંથી આ પ્રકારના માઇક્રો પ્લાસ્ટિક ઉત્પન્ન થાય છે. વિશ્વભરની મોટાભાગની નદીઓ, મહાસાગરો તેમજ એવરેસ્ટ શિખર પર પણ માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યા છે.
લોહીમાંથી મળી આવેલ માઇક્રો પ્લાસ્ટિકની શોધએ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મોટી શોધ ગણી શકાય,કારણ કે તેનાથી માનવજીવનને થનારા નુકસાનથી બચાવી શકાય તેમ છે.
શોધકર્તાઓનાં અહેવાલ મુજબ
દુનિયામાં વધી રહેલા પ્લાસ્ટિકના ખતરાને ટાળવા વિવિધ શોધ કર્તાઓ અવારનવાર સંશોધનો કરતા હોય છે.
તાજેતરમાં જ થયેલ એક સંશોધન મુજબ લોહીનું દાન કરવા આવેલા 22 માંથી કુલ ૧૭ વ્યક્તિઓમાં માઈક્રો પ્લાસ્ટિકના કણ જોવા મળ્યા હતા . જે બાદ શોધ કર્તાઓ પણ ચોકી ગયા હતા. આ માઇક્રો પ્લાસ્ટિકસમાં સામાન્યતઃ પોલીસ્ટરીન અને પોલીઈથીલીન જોવા મળ્યું હતું.
સાયન્સ ઓફ ટોટલ એન્વાયરમેન્ટ દ્વારા પ્રકાશિત થયેલ એક રિપોર્ટ મુજબ રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું કે, આ માઇક્રો પ્લાસ્ટિકના કણ વ્યક્તિઓના ફેફસા સુધી પણ પહોંચી ગયા છે.
13 વ્યક્તિઓ પર કરવામાં આવેલી સર્જરીમાંથી 11 રોગિષ્ઠ વ્યક્તિઓના ફેફસામાં આ માઇક્રો પ્લાસ્ટિકના કણ જોવા મળ્યા હતા. જેમાં પોલીપ્રોપીલીન અને પોલીઈથીલીન જોવા મળ્યું હતું. આ કણ હવા, ખોરાક અથવા તો પાણીના માધ્યમથી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે.
નેધરલેન્ડના એક શોધકર્તા દ્વારા પ્રકાશવામાં આવેલ માહિતી મુજબ તેઓએ જણાવ્યું હતું કે, વયસ્ક લોકોની તુલનામાં નાના બાળકો અને શિશુના મળમાં દસ ઘણું માઈક્રો પ્લાસ્ટિક વધારે જોવા મળ્યું હતું. હેરાન કરવા વાળી વાત તો એ છે કે પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીતા નાના બાળકો આ દૂધની સાથે સાથે પ્લાસ્ટિકમાંથી નીકળતા લાખો માઈક્રો પ્લાસ્ટિક પણ દૂધની સાથે પી રહ્યા છે.
પોલીસ્ટાઈરીન
સામાન્ય રીતે ઘરગથ્થુ વપરાશ માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના હાઉસહોલ્ડ પ્રોડક્ટમાં પોલીસ્ટાઈરીનનો ઉપયોગ થાય છે.
જેમકે ડિસ્પોઝેબલ બાઉલ, પ્લેટ્સ, અને ફૂડ કન્ટેનર.માનવ બ્લડમાં જોવા મળેલ માઇક્રો પ્લાસ્ટિકમાં પોલિસ્ટરીન સૌથી વધારે માત્રામાં(૧/૩ જેટલું) મળી આવ્યું હતું .
પોલીઈથીલીન
સામાન્ય રીતે પેન્ટ, શોપિંગ બેગ, સેન્ડવીચ બેગ, ડિટરજન્ટની બોટલો તેમજ પ્લાસ્ટિકના કવર વગેરેમાં પોલીઈથીલીનનો ઉપયોગ થાય છે. અને તે માનવ બ્લડમાં જોવા મળેલ બીજા નંબરનું સૌથી વધારે માઇક્રો પ્લાસ્ટિક હતું.લગભગ ૧/૪ ભાગમાં આ માઇક્રો પ્લાસ્ટિકના કણ જોવા મળ્યા હતા.
ખોરાકના કન્ટેનર બનાવવા માટે વપરાતા પોલી પ્રોપિલિંન નાં માઇક્રો પ્લાસ્ટિકના કણો પણ લોહીમાં જોવા મળ્યા હતા. પરંતુ તેની સાંદ્રતા લોહીમાં ખૂબ ઓછી જોવા મળી હતી.
શું ખરેખર માઈક્રો પ્લાસ્ટિક માનવ જગત માટે ચિંતાજનક છે.
રિસર્સમાં એવું જાણવા મળ્યું છે કે આ માઇક્રો પ્લાસ્ટિક લાલ રક્ત કોશિકાઓની બહારના પડ ઉપર ચોંટી જાય છે અને ઓક્સિજન પરિવહનની ક્ષમતા ને ઘટાડી દે છે . તેમજ આ માઇક્રો પ્લાસ્ટિકના કણ ગર્ભવતી મહિલાના ફેફસા મગજ અને ભૃણને પણ નુકસાન પહોંચાડે છે.
પ્લાસ્ટિકની જ્યારે શોધ થઈ હતી ત્યારે તે સામાન્ય જન જીવન માટે વરદાન રૂપ નીવડ્યું હતું, પરંતુ સમય જતાં જ આ વરદાન અભિશાપ રૂપે બહાર આવી રહ્યું છે. ઘણા બધા દેશોમાં પ્લાસ્ટિકની થેલીઓ પર સંપૂર્ણ તો ક્યાંક અંશતઃ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્લાસ્ટિક નો સંપુર્ણ ઉપયોગ બંધ થવાનું તો હાલ મુશ્કેલ છે,પરંતુ બનીશકે તેટલો પ્લાસ્ટીકનો બિન જરૂરી ઉપયોગ ટાળી, આપણા અને આવનારી પેઢીના ભવિષ્ય માટે એક સ્વસ્થ્ય વાતાવરણ તૈયાર કરી શકીએ.
1 thought on “માનવ લોહી તેમજ ફેફસામાં જોવા મળ્યા Microplastics નાં કણ: શુ તમે પણ ખોરાકની સાથે સાથે માઇક્રો પ્લાસ્ટિકસ તો નથી આરોગતા ને ?”