[500+] Best Gujarati Shayari| ગુજરાતી શાયરી| Love Shayari| Sad Shayari| attitude Shayari

Gujarati Shayari:નમસ્કાર મિત્રો આ પોસ્ટમાં અમે વિવિધ 500+ best gujarati Shayari( ગુજરાતી શાયરી) ઓનો સંગ્રહ આપેલ છે.

Gujarati Shayari -ગુજરાતી શાયરી
500+ best Gujarati shayari ( ગુજરાતી શાયરી)

આજના સોશિયલ મીડિયા ના યુગમાં લોકો whatsapp, facebook, instagram નો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે પોતાના સ્નેહીજનોને કે પોતાના પ્રિયજનોને અવનવી શાયરીઓ whatsapp સ્ટેટસ મોકલવા માટે ઘણી શોધખોળ કરવી પડતી હોય છે.ત્યારે અમે આપના માટે અહીં 500 થી વધુ બેસ્ટ ગુજરાતી શાયરી, ગુજરાતી પ્રેમની શાયરી, ચાહત શાયરી, ગુજરાતીમાં ગુજરાતી વટ શાયરી, ગમ શાયરી, ગુજરાતીમાં ઉદાસ શાયરી, ગુજરાતીમાં યાદની શાયરી ગુજરાતીમાં, જેવી વિવિધ ગુજરાતી લવ શાયરી નો ખજાનો લઈને આવ્યા છીએ છે જે તમને ખૂબ જ પસંદ પડશે.

Gujarati Shayari ( ગુજરાતી શાયરી)

અમે વિવિધ 500 ગુજરાતી શાયરીઓ લઈને આવ્યા છે. જેમાં gujarati shayari,love gujarati shayari, gujarati shayari sad, attitude gujarati shayari, dosti shayari gujarati, Good morning Shayari Gujarati, duku love shayari gujarati,bewafa Shayari Gujarati, gujarati shayari for friends તેમજ વિવિધ maa Shayari,bhai Shayari, gujarati Prem shayari, papa shayari gujarati જેવી વિવિધ શાયરીઓ નો ખજાનો સામેલ છે.

love Shayari Gujarati( ગુજરાતી લવ શાયરી)

Love Shayari gujarati

“આમ તો પ્રીત એક વ્યાધી છે,
જીરવી જાઓ તો સમાધિ છે.”

પ્રેમની એક અસલ ચિનગારી,
એ જ છે મીરાં ! એજ મુરારી!

સૌંદર્યને જરૂર શી પોકળ પ્રચારની?
આ ચાંદ પણ અબોલ છે, આ ફૂલ પણ અબોલ.

તમને મનભરી ન ચાહી શક્યો
મને માફ કર ! મને માફ કર !
હથી બંદગી ન કરી શક્યો
મને માફ કર ! મને માફ કર !

હજાર ચાહકો, પ્રેમી – હ્રદય ઘણા જ હશે,
પરંતુ સમજી શકે અમને એ ખુદા જ હશે.

હો’ કોઈ પણ અદામાં અમને માત્ર તારા
દર્શનની ઝંખના છે,

ઝુલ્ફોને તું વિખેરે, પાંપણને તું ઝુકાવે
અમને બધું જ ફાવે.

આવે છે પ્રેમ પંથમાં એ પણ પરિસ્થિતિ,
ફૂલો તો શું, સુગંધથી હૈયું ઘવાય છે.

ગયા છે એવા અંજાઈ કે કંઈ નિરખી નથી શકતા,
કથિરને પણ હવે લોકો કથિર માની નથી શકતા.

રણ સમા આમ તો જન્મ પ્યાસા અમે,
તમને જોયા પછી તરબતર ઈ ગયા.

ગયા જે પ્રેમમાં હારી એ ભવ હારી ગયા સમજો,
સફળ હો લાખ જીવન પણ સફળ હોતું નથી પ્યારા!

લજ્જામાં એની ગૂંજતો કિલ્લોલ હોય છે,
નીચી નજરનો માર મરણતોલ હોય છે.

તમે તો ફૂલ ફેંક્યું’તું અમસ્તું સ્મિત વેરીને,
તમોને શી ખબર કે એ પ્રહરે શું કરી નાખ્યું!

આમ તો પ્રીત એક વ્યાધી છે,
જીરવી જાઓ તો સમાધિ છે.

પ્રેમ નામે જે એક પાનું છે,
અંતમાં એજ જીતવાનું છે.

પ્રેમ જોવો છે ? તો દ્વારે આવકારીને જુઓ,
એ ન લાગે ઠીક તો જાતે પધારીને જુઓ.

છલકે છે રોમેરોમથી રંગત ગુલાલની,
તું પણ છે એક ચીજ ખરેખર કમાલની!

જેને કહે છે સ્વર્ગ આ સંસારીઓ બધા,
એ માત્ર બે હ્રદયના મિલનનું નામ છે.

પ્રમ છે જેનો મંત્ર ખરેખર,
એનું આખું જીવન અવસર.

દિલમાં પ્રેમની માદક લ્હેર,
જાણે કૃષ્ણ સુદામા ઘેર !

પામી ગયો જે સ્થાન જે તમારી નજર મહીં,
એની નજરમાં સ્વર્ગ નથી કંઈ વિસાતમાં.

રૂપ તારું કીકીઓમાં ના ભળે,
આંખના દીવા કદી ના ઝળહળે.

યાદમાં તારી જે વીતે છે,
એ જ સમય છે ખાસ જીવનનો.

ન જાણે કોણ, ક્યારે આવી ઘૂંટીલે અઢી અક્ષર,
બને તો સ્વચ્છ રાખો હરઘડી હૈયાની પાટીને.

પ્રેમ છે સૌથી ઉન્નર યોગ,
જે ના સમજે એના ભોગ.

Maa shayari Gujarati ( ગુડ મોર્નિંગ શાયરી)

લાખો સલામો એ ચહેરાને,
જોઈને સુધરી જાય સવારો.

સાવ મેલી તોય માની ગોદ છે,
માન યાવન એને ચારેધામથી.

God -Dwarkadhish Shayari Gujarati (દ્વારિકાધિશ શાયરી)

ઊભો છું તારે દરવાજે,
આપ હવે જે તુજને છાજે.

ઘણા એવાય છે વલખે છે જેઓ શ્વાસ માટે,
પ્રભુનો પાર માની લે કે તારા શ્વાસ ચાલે છે.

સિધ્ધિરૂપી રામ તને સામેથી મળશે,
રોમ રોમ પ્રગટાવ પ્રથમ શબરીનું ઝંખન.

છોડ ભટકવું જ્યાં ત્યાં આમ,
તું પોતે જ છે પાવનધામ ! જય દ્વારકાધીશ

કર્મ હો કાળા કબીરા !
શું કરે માળા કબીરા !

દરિયો, કદીક સહરા, તિમિર, તેજ, છાંય, ધૂપ,
ઈશ્વરની જેમ જોઉં છું મારા અનેક રૂપ.

બંધ આંખોની જ કેવળ એ બધી લીલા હતી,
આંખ ઉઘડી કે પ્રથમ દ્રશ્યો જ દેખાયા નહીં.

આ પણ વાંચો  લગ્ન માટે લોન કેવી રીતે લેવી? જુઓ શું છે પ્રોસેસ, જાણો તમામ માહિતી

Attitude Gujarati Shyari

Attitude shayari Gujarati

વિચાર્યું તું કે દઈ દઉં ઈંટનો ઉત્તર હું પથ્થરથી,
પરંતું મુજને મારી ખાનદાની યાદ આવી ગઈ.

જીવનમાં ખૂટે ના હામ,
નહિતર સમજો ખેલ તમામ,

બસ ! એજ કહી રહી છે તેને ડાળ ઝૂકેલી,
તું પોતે ઝૂકી જા તો ઝૂકી જાય જમાનો.

મંઝિલોને શોધવા તું જાય? એમાં શી કમાલ!
કૈંક એવું કર કે શોધે મંઝેલો તારું શરણ.

કવિ છું, ભાગ્ય એક જ સ્પર્શથી ઉઘડી જશે તારું,
નિરાશા ! આવ તારી પીઠ પર હું હાથ પસરાવું.

ડગર છે આ તો પ્રણયની સભાન ઓ પાગલ !
સિકંદરોએ બસ ! અહીંયા જ ધૂળ ચાટી છે.

બ્રહ્માંડને જાણું છું, નથી જાણતો નિજને,
છે મુજમાં ઊણપ કોઈ તો બસ ! આ જ ઊણપ છે.

ખરેખર લઈ જશે બસ ! એજ રસ્તો સ્વર્ગને દ્વારે,
ન જો નફરતથી ઓ પાગલ ! કદી આ દુનિયાદારીને.

દૂર સિમાડેથી કોઈની આવી લાશ ત્રિરંગો ઓઢી,
મરવું હોય તો આમ જ મરજો, મારી તમને એજ અરજ છે.

આ અસ્ત-ઉદયની લીલાથી
બસ ! એજ મને સમજાણું છે,
માણો તો જીવન છે રમ્ય ઉષા
થાકો તો એ સંધ્યા ટાણું છે.

શ્વાસે શ્વાસે લાખ ઉચાટ,
જીવન જાણે હલ્દીધાટ!

દુશ્મન જેવો શબ્દ દિસે જ્યાં,
એ પાનું જલ્દી ઉલ્ટાવો.

કરાવી દે ઓ સૂરજ ! એમના અસ્તિત્વનું દર્શન,
ઘણા ખાબોચિયાં ખુદને સમંદર જેમ માને છે.

સિંધુઓ લૂંટાવવા જેની પ્રણાલી હોય છે,
એમના પ્યાલા ઘણીયે વાર ખાલી હોય છે.

એમાંય વ્યગ્રતા છે, તને નહીં ખબર પડે!
સુખ એટલે સજા છે, તને નહીં ખબર પડે!
ક્યારેય ઘેન એનું ઉતરતું નથી ઓ દોસ્ત !
આ શ્વાસ પણ સુરા છે, તને નહીં ખબર પડે.

એમાંય શી મઝા કે પ્રશસ્તિ જ સૌ કરે,
ટીકાઓ પણ થવી જ ઘટે પાંચ સાતમાં.

તરણનું જોમ તો પેદા કરી લો, એ પછી જોજો,
કિનારાઓ સ્વયં સત્કારશે બહુ પ્રસારીને.

Gujarati sad shayari

Gujarati sad Shayari

ઘાવ સહો ને સ્મિત વહાવો,
જીવનનો એ પણ છે લ્હાવો.

ગુલાબી સ્મિત ના કરમાય તારું મિત્ર ! સાચવજે,
અહીં તો જે મળે છે એના પાલવમાં ઉદાસી છે

ફૂલ બની જીવો તો સાચા,
જીવન છે ધગધગતી ક્યારી.

ઘણી વેળા તો એવા દંભથી વર્તે છે આ દુનિયા,
મળે છે શ્વાસ પણ જાણે કે એની મ્હેરબાનીથી !

રહો સંસારમાં કિન્તુ કંઈક એવી રીતે જીવો,
કોઈ પર્વત ઉપરથી જેમ નિરખી લે સપાટીને.

એવું એ જણ જીવી જાણે,
જેવું જેવું જેનું પોત !

નજર જ્યાં પણ પડી દુનિયા જ
કાદવ લઈને ઊભેલી

દુઃખોને રડ ન ઓ પાગલ ! દુઃખો તો સૌને ભાલે છે,
મળ્યો છે દેહ માનવનો પછી કઈ ખોટ સાલે છે?

પ્રભુ પાડ કે ચાદર અમારી
થઈ નથી મેલી !

Bewafa Gujarati Shayari

Bewafa gujarati Shayari

હશે એના સમો જગમાં અભાગી કોણ? કે જેણે,
બધુંયે સાચવ્યું ને ખાનદાની ખોઈ નાખી છે.

આ તો પ્રણયનું દર્દ છે, કોનું ગજું ખમી શકે?
સૃષ્ટીમાં શોર થઈ ગયો, બ્રહ્માંડ ખળભળી ગયું.

પ્રથમ પ્યાર મળશે આ સંસારથી,
પછી પીઠ પાછળ પ્રહારો થશે.

કલમનો સંગ લીધો, અક્ષરી અજવાસ લઈ લીધો,
અમે સંસારમાં રહીને પરમ સન્યાસ લઈ લીધો.

તલસાટ છે, તૃષ્ણા છે, તિતિક્ષા છે, તડપ છે,
આ આખું જીવન જાણે છે કે શાકુંતલી તપ છે!

વિણ પરિશ્રમ મળે જેને સિધ્ધિ
એ કદર એની ક્યાંથી પિછાણે?
મૂલ્ય ફૂલોનું એને જ પૂછો
શૂળ ભોંકાય જેના ચરણમાં.

મૂલ્ય કર્યું છે જાતે ખોટું,
ભાવ નહીં ઊંચકાય તમારો.

કદી આંગણ ભણી જોયું, કદી ઘરની દયા આવી,
તમારા વિણ ઘરે આવેલ અવસરની દયા આવી.

છે સત્ય એ સનાતન સમજી જવું પડે છે,
તરવાને માટે પહેલા ડૂબી જવું પડે છે.

કોઈ ઉત્તરની ખેવના જ ન કર,
આખું જીવન સવાલ જેવું છે.

પ્રેમ મુસાફિર ! કેવળ પ્રેમ,
મોક્ષની છે બસ ! એકજ વાટ.

બોજ છે સઘળો માત્ર અહમનો,
નહિતર જીવન ફૂલનો ભારો.

જ્યારે પ્રસિધ્ધિઓની તરસ લાગશે તને,
ત્યારે તો મૃગજળોય સરસ લાગશે તને.

નવિન રૂપ ધરીને અધર્મ આવ્યો છે,
હવે તો કંસના મોંઢે ‘યદા યદા’ જ હશે.

ખરેખર ભેળવ્યું છે કોઈ મોહક તત્વ વાટીને,
નહિતર આટલી ખેંચે નહી માટી ક માટીને.

ડૂબ્યો નથી તું નિજમાં ઊણપ એ જ માત્ર છે,
એકાન્ત પણ સભા છે, તને નહિ ખબર પડે.

આ પણ વાંચો  ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

પ્રાણ પોતે ન હોય ઉલ્લાસી,
લાગશે સુખ તમામ આભાસી.

જેને મંઝિલ ગમે,
ઠોકરો પણ ખમે.

હ્રદય કે જેની કરૂણા પ્રચુર માટી છે,
કોઈના પ્યારની એમાં જ લાશ દાટી છે.

અમારી આંખમાં તો ઢાઈ અક્ષરની જ ભાષા છે,
નહીં સમજાય એને જેની ગણતરન?ઈ જ ભાષા છે.

ગણીને તુચ્છ અન્યોને ઉતારી પાડનારાઓ!
તમારા હાથમાં પણ એક દર્પણ હોય તો સારું.

બાંધો પ્રેમની કંઠી ડોકે,
આંચ ન આવે ચોદલોકે.

નીંદર ગઈ, ખુમાર ગયો, ચેન પણ ગયું,
લાગે છે આજ પ્રેમની સાચી સનદ મળી!

ઘોર અંધકારેથી રોશની મળી આવી,
મોતનું મનન કરતાં જીંદગી મળી આવી.

વિચાર્યું’તું કે હું નિર્લેપ ભાવે વિશ્વને ચાહું,
કહું કોને કે એ પાગલ વિચારે શું કરી નાખ્યું?

પ્રેમમાં મતપૂછે કેવા હાલ સૌના થાય છે?
કે અહીં તો ખૂદ ચિકિત્સકની ચિકિત્સા થાય છે.

યાદો જ માત્ર કોઈની જીવનમાં ખાસ છે,
બાકી તો જેટલું છે એ પીડા છે, ત્રાસ છે.

યાદને તારી વિસરવા એક જ ભવ ઓછો પડે,
આ અગનબજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે.

જીવનમાં એજ કૃત્ય અધમ આચરી શકે,
જેઓનું લોહી લાલ નથી પણ સફેદ છે.

ઉત્કર્ષ મારો જોઈને આડા પડી ગયા,
મોઘમ હતા મિત્ર ઉઘાડા પડી ગયા.

દિલને દુભાવી કોઈના નિર્ભય ભલે કરો,
ઊંડે ને ઊંડે કૈંક તો થાતું જ હોય છે !

ઉન્નત રહે બસ ! એ જ પ્રથમ એનો ધર્મ છે,
મસ્તક છે મૂલ્યહીન જો ઊંચું ન હોય તો.

દુનિયાથી તકરાર? જવા દો,
કાદવમાં ખરડાવું પડશે.

હોય નહી જો દાનત ભૂંડી,
આજે પણ આવે છે હુંડી.

Dosti (friends) Shayari Gujarati

Dosti shayari gujarati

એવા પણ બેચાર મુસાફિર મિત્ર
જીવનમાં પામ્યો છું,
જેમની વચ્ચે હોં તો લાગે
ભગવાનોની વચ્ચે છું.

સ્નેહ અને સૌંદર્ય તણી જ્યાં આવન જાવન,
એજ ગલી ઓ મિત્ર ! અમારે મન વૃંદાવન

નસે નસને પરમ તત્વે ભળી જાવાની તૃષ્ણા છે,
અને આ મન બિચારાને અમર થવાની તૃષ્ણા છે.

ઓ મિત્ર ! જો અમારી નહીં હોય હાજરી,
સૃષ્ટી તો ઠીક, સ્વર્ગ નિરસ લાગશે તને.

ન પીવાની ગતાગમ છે કે ના પાવાનો આશય છે,
ગજબ છે એમના અધિકારમાં આખું સુરાલય છે.

મુકદદરનું વલણ ઓ દોસ્ત ! જો બદલાઈ બેસે છે,
તો ઠોકર વિશ્વને દેનાર ઠોકર ખાઈ બેસે છે.

દશે જો કદી એ તો મરે છૂટકો મિત્રો !
સુખ જેને કહે છે એ બહુ ઝેરી સરપ છે.

ભલે નિષ્ફલ રહ્યા, થાકી ગયા એ ગૌણ ઘટના છે,
સલામો એમને જેઓ કિરણને શોધવા નિકળ્યા.

કહું છું એવું ક્યાં એક જ સ્વજનની ખોટ સાલે છે,
તમારા વિણ તો આખી અંજુમનની ખોટ સાલે છે.

ગુલાબી સ્મિત ના કરમાય તારું મિત્ર ! સાચવજે,
અહીં તો જે મળે છે એના પાલવમાં ઉદાસી છે.

ઉત્કર્ષ મારો જોઈને આડા પડી ગયા,
મોઘમ હતા મિત્ર ઉઘાડા પડી ગયા.

જે મળે છે એ નવો આઘાત અર્પી જાય છે,
ખૂબ ભારે થઈ પડે છે નમ્રતા ક્યારેક તો !

ગયા મિત્રોને મળવા ને કરી ચર્ચા શત્રુની?
ગજબ છે બાગમાં જાઈને તમે કાંટા લણી આવ્યા.

હશો ના દોસ્તો ! મુજને કલંકિત આમ ભાળીને,
તમારા હાથ પણ ક્યાં સ્વચ્છ છે કાદવ ઉછાળીને.

સિધ્ધિની એકાદ વસંતે
મિત્ર બધા પરખાઈ જવાના,
ફૂલ હશે એ ખીલી ઉઠશે
કાંટાઓ કરમાઈ જવાના.

Diku Love Shayari Gujarati

Duku love shayari gujarati

ભલે દૂર દૂરે વિહરતો રહે છે,
છતાં ચાંદ આંખોમાં તરતો રહે છે.

મુગ્ધ થઈ એટલે જ ચૂમું છું,
પુષ્પ તારું પ્રતિક લાગે છે.

તમને જોયાં ને તૃપ્ત થઈ આંખો,
કેટલા ભવની એ હથી પ્યાસી.

આમ તો છે સૌ ચહેરા સૂર્યન કિરણ જેવા,
આપ કિન્તુ ! છો એમાં ખાસ અવતરણ જેવા.

સમજો તો અર્ક છે એ અઢારે પુરાણનો,
કહેવાને માત્ર પ્રેમના બે બોલ હોય છે.

કહું છું ક્યાં કદી એવું કે બારેમે થઈ વરસો,
તમારી પ્રીતના એકાદ વાદળને રડું છું હું.

ખૂટી ગઈ જો હામ તો ધીરજની હદ મળી,
ગુમ થઈ ગયા તો કોઈની ગેબી મદદ મળી.

ભલે ને રૂપ ફરતું હો’ ગમે તેવી ખુમારીમાં,
પ્રણયને દ્વાર એનું પ્રાણ પાથરવુંય જોયું છે.

Gujarati shayari

ગગનને આંબવાની છેલછાઓ જેણે રાખી’તી,
પડ્યા છે એ બહું ઊંડે કબરની ધૂળ ચાટીને.

આ પણ વાંચો  આજે સાતમું નોરતું: માં મહાકાળીની થાય છે પૂજા, જાણો પૂજાવિધિ,મંત્ર અને શ્લોક

બહ્મરની જ્વાળાનું ય વિચારો,
પણ એ પહેલાં ભીતરની ઠારો.

હાય ! અભાગી એ જીવન,
ક્યાંય ન જેની સાલે ખોટ.

વાસ અમારો અક્ષર ઘાટે,
તેજ ન પ્રગટે કેમ લલાટે!

લઈ જાય છે કલા જ સ્વયં દૂર દૂર પણ,
અમને વૃથા પ્રચારની ક્યાં છે જરૂર પણ.

દરિયો, કદિક સહરા, તિમિર, તેજ, છાંય, ધૂપ,
ઈશ્વરની જેમ જોઉં છું મારા અનેક રૂપ.

ધૂમ્રનો નાશ જુઓ થાય છે ઊંચે જઈને,
એકદમ ઊંચે વિહરવાના પ્રયત્નો ન કરો.

હતું ઈન્સાન થઈને જીવવું એક શાપ સંસારે,
સલામો એમને જેઓ અહીં ઈન્સાન કહેવાયા.

કૃપાઓ કેટલી વરસી રહી છે ફૂર કળિયુગની,
ઘણાયે દુર્જનો આ દોરમાં શ્રીમાન કહેવાયા !

ખોવું જ અહીં નો ધર્મ કે આ પ્રેમ પંથ છે,
હોઠે કદી ન લાવ કશું પામવાની વાત.

યાચક બનવું છોડ ઓ જીવન !
કૈંક મર્યા છે આમ કમોત.

જો થઈ ગયું છે પાપ તો પસ્તાવતાં તો શીખ,
એની કૃપાના દ્વારને ખોલાવતાં તો શીખ.

ગુપ્ત રીતે તો કદી સાવ પ્રગટ આવે છે,
દૂર થઈને જ ઘણા લોકો નિકટ આવે છે.

દ્રષ્ટિ છે જેની દિવ્ય એ નિરખી શકે નિઃશંક,
ઈશ્વરનો અંશ હોય છે માણસની જાતમાં.

એ કહ્યું કોણે કે અમને શૂળ ભોંકાયા નહીં,
પણ સુમન કરતા ગયા એ ઘાવ રૂઝાયા નહીં.

દિવ્ય ચક્ષુ વડે એક કૌતુક અમે નિત્ય જોયા કર્યું,
પ્રેમની મહેફિલે પાપ સામે ઘણા પુણ્ય ઝાંખા પડ્યા

દુનિયા પાછળ અંધી દોટ,
એટલે આંસુ, પીડા, ચોટ.

એને ખબર શી હોય જે ભટકે છે ભીડમાં?
એકાન્તવાસીઓનું ભ્રમણ ઓર હોય છે.

ઝાંખી છે એની સામે કુબેરોની સાહ્યબી,
આપ્યું છે પ્રેમતત્વ જે દાતા એ દાનમાં.

હોય એ કંચનના મિત્રો ! કે કથિરના હોય પણ,
જે દિવસ વીતી ગયા એને ન સંભારો ઘણા.

બધાયે વૈભવોનો સાર છે એ સમજીને બેઠા છે,
હિમાળે હાડ ગાળે છે, એ કંઈ પાગલ નથી હોતા.

અન્યો પર હસ્તા જ રહ્યા છો,
કોણ તમારી પાછળ રડશે?

આંખ અબ્ધિથી કમ નથી પ્યારા!
આંસુ સમજી શકો તો સ્વાતિ છે.

મૌન યદિ માથું ઊંચકે તો,
ગ્રંથોને શરમાવું પડશે.

ઝળકે હજાર સૂર્ય, શશિ વ્યોમ પર ભલે,
અજવાળે ભાગ્યને એ કિરણ ઓર હોય છે.

દ્રષ્ટિ મળી હો’ દિવ્ય એ વાંચી શકે નિઃશંક,
બ્રહ્માંડ આખું એક ઉઘાડી કિતાબ છે.

પ્રસિધ્ધરિની આ ચૂંદડી છે ન ભૂલો,
સતત રંગ એનો ઉતરતો રહે છે.

હ્રદયની ધડકનો, સિંધુનો રવ ને મૌન ફૂલોનું,
નથી બીજું કશું એ, કિન્તુ ! ઈશ્વરની જ ભાષા છે.

જે ઘડી થઈ જાય છે લાચાર મરજીવો કોઈ,
કાયરોના મુખ ઉપર ત્યારે ખુશાલી હોય છે.

સંસારી સંબંધ છે પ્યારા !
ખાલી ખાલી ખૂબ ખખડશે.

જે સત્ય મિસાદિર નક્કર છે પ્રગટે છે સદા ધીરેધીરે,
વંટોળની પેઠે વિકસે એ સમજી લો નર્યું જુઠ્ઠાણું છે.

Dushman Gujarati Shayari

નહીં જોવાય મુજથી મારા દુશ્મનનું દુઃખી થાવું,
પ્રભુ ! સાચવજે કે મારે બહુ ઊંચે નથી જાવું.

ગયા મિત્રોને મળવા ને કરી ચર્ચા શત્રુની?
ગજબ છે બાગમાં જાઈને તમે કાંટા લણી આવ્યા.

હો ગમે તેટલું રમ્ય આ જીવતર,
કાચઘર! કાચઘર! કાચઘર! કાચઘર!

લંબાવીને હાથ શું કરશો?
દુનિયા છે poતે જ બિચારી.

રહે છે સિધ્ધિનો આધાર સૌની આવડત ઉપર,
કશું ના થઈ શક્યા એ છેવટે નીંદક બની બેઠા.

કરાવી દે ઓ સૂરજ ! એમના અસ્તિત્વનું દર્શન,
ઘણા ખાબોચિયાં ખુદને સમંદર જેમ માને છે.

લાગે પૂનમ ઘોર અમાસે,
કોણ વસ્યું છે શ્વાસે શ્વાસે! ?

કોઈ કોઈનું મોહક નામ,
ઘૈન નસેનસમાં અવિરામ

x

Leave a Comment