મહાશિવરાત્રી ૨૦૨૩ : મહાશિવરાત્રી એટલે રુદ્ર મહોત્સવ ,મહાશિવરાત્રીને જન્મથી મૃત્યુ સુધીનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. આ જ દિવસે પશુપતિનાથે તાંડવ નૃત્ય કર્યું હતું તેથી જ તો મહાશિવરાત્રીને મોક્ષરાત્રી કે પ્રલયકારી રાત્રી, તરીકે પણ ઓળખવામાં આવે છે. તદુપરાંત મહાશિવરાત્રીને ઉપાસના, નિરાકાર, કે નિર્ગુણ રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

શિવ એટલે શું ? શિવ નો અર્થ
શ = નીત્યશુખ, ઈ= પુરુષ , વ= શક્તિ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે શિવ. સામાન્યત: શિવ એટલે કલ્યાણ કરનારા સદાય સૌનું ભલું ઇચ્છનારા.
મહાશિવરાત્રી નો મહિમા
શિવરાત્રી એટલે ભગવાન શિવ શંકરને સમર્પિત દિવસ. મહાવદ ચૌદશના દિવસે આ શિવરાત્રીનો આ પાવન પર્વ આવે છે.એવું કહેવાય છે કે આ દિવસે જ દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આ પ્રથમ જ્યોતિર્લિંગ કે જે સોમનાથમાં આવેલું છે તે પણ આ જ દિવસે પ્રગટ થયું હતું.
શિવ અને જીવનું મિલન એટલે જ તો મહાશિવરાત્રી. ભગવાન ભોળાનાથ એ સૌના પ્રિય ભગવાન છે. ઇતિહાસમાં તેનો અમથા જ ભોળીયા નાથ તરીકે ઉલ્લેખ કરેલ નથી. પરંતુ સાક્ષાત તેઓ માત્ર જલાભિષેક અને બિલવપત્રથી જ રાજી થઈ જાય છે. વર્ષ 2023 ની મહાશિવરાત્રી શનિવારના રોજ આવનાર છે. સમગ્ર વર્ષમાં 12 શિવરાત્રીઓ આવે છે. પરંતુ આ સમગ્ર શિવરાત્રીઓમાં મહાવદ ચૌદશની શિવરાત્રી ને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે.આ સમયે સમગ્ર ભારત વર્ષમાં લોકો શિવ શંકરના મંદિરે જઈ તેની પૂજા અર્ચના કરશે અને શિવલિંગ પર બિલ્વપત્ર ચડાવી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. ભગવાન શિવ એ મૃત્યુંજય છે. ભગવાન શિવના આ મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી અકસ્માત તેમજ મૃત્યુનો ભય દૂર થાય છે. જે પણ સાચા ભાવથી ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે ભગવાન શિવ તેમના પર પ્રસન્ન થાય છે. આમ આ ભોળીયા નાથની પૂજા અર્ચના કરી તેમને પ્રસન્ન કરવાનો અવસર એટલેજ મહા શિવરાત્રી.
મહાશિવરાત્રી સાથે જોડાયેલ કથાઓ
સમુદ્રમંથન
શિવરાત્રી સાથે ઘણી બધી કથાઓ અને પ્રસંગો પણ જોડાયેલા છે .એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત પીધા બાદ જે ઝેર ઉત્પન્ન થયું તેનો દેવો કે દાનવો કોઈ સ્વીકાર કરવા માટે તૈયાર ન થયા.કારણકે આ વિષ એ અતિ ભયાનક હતું. આ વીષ એટલું ભયાનક હતું કે જો તેનું એક ટીપું પણ પૃથ્વી પર પડે તો તે સમગ્ર પૃથ્વીનો નાશ કરી દે. જ્યારે ઉત્પન્ન થયેલા આ વિષ વિશે દેવો અને દાનવો એ ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું ત્યારે તેમણે શિવજીનો સંપર્ક કરવા કહ્યું. આમ શિવજીએ જીવ માત્રની દયા માટ આ વિષ પી લીધું આ ઘટના મહાશિવરાત્રી સાથે જોડાયેલ છે.
પ્રલયનો ભય
એક કથા અનુસાર જ્યારે સમગ્ર સંસાર પર પ્રલયનો ભય તોડાઈ રહ્યો હતો એ સમયે માતા પાર્વતી એ શિવજીની પૂજા અર્ચના કરી સમગ્ર જીવ માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન શિવજી પ્રસન્ન થઈને કહ્યું કે મહા મહિનાની વદ ચૌદશના દિવસે તેમનું ધ્યાન કરવું અને ભગવાન તેમને પ્રલય સામે ઉગાડશે આમ મહાશિવરાત્રીનું મહત્વ આ ઘટના સાથે પણ જોડાયેલું છે.
મહાશિવરાત્રિના ચાર પ્રહાર
હિંદુ પંચાગ મુજબ સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધીમાં આઠ પ્રહાર આવે છે. રાત્રિના ચાર અને દિવસના ચાર. મહાશિવરાત્રીના પાવન પર્વ પર રાત્રિના ચાર પ્રહારની પૂજા અર્ચના કરવાનું ખાસ અને રૂ મહત્વ છે.
પ્રથમ પ્રહર
પ્રથમ પ્રહરની શરૂઆત સાંજે ૬:૫૦ થી થાય છે. જે ૯:૫૪ કલાક સુધી ચાલે છે. પ્રથમ પ્રહરમાં શિવજીને જલધારા કરી કમળ,ચોખા અને ચંદન વડે પૂજા અર્ચના કરવામાં આવે છે.
બીજો પ્રહર
બીજો પ્રહર રાત્રે ૯:૫૪ થી ૧૨:૫૯ કલાક સુધીનો હોય છે.જેમાં ભગવાન શિવજીને દૂધ અને જલધારા કરી શ્રીફળ અને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે છે.
ત્રીજો પ્રહર
ત્રીજો પ્રહર રાત્રે ૧૨:૫૯ થી ૦૪:૦૨ કલાક સુધીનો હોય છે. ત્રીજા પ્રહરમાં શિવજીને જલધારા કરી ઘઉં અને આંકડાના પુષ્પ ચડાવવામાં આવે છે.
ચોથો પ્રહર
ચોથો પ્રહર રાત્રે ૦૪:૦૨ થી ૦૭:૦૬ કલાક સુધીનો છે.ચોથા પ્રહરમાં દૂધ અને જલધારા બાદ નૈવધમાં દાડમ , કાંગ અને અડદથી પૂજા અર્ચના કરી શકાય છે.
જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી
બિલ્વપત્રનો મહિમાં
મહાશિવરાત્રીના આ પાવન અવસર પર ભગવાનશ્રી ભોળાનાથને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે. 3 5 અને ૭ ની સંખ્યામાં આવે છે. જો આ બિલ્વ પત્ર પાંચ અને સાતની સંખ્યામાં મળે તો તેને ભગવાન શિવજીને અર્પણ કરી તેની રોજ પૂજા અર્ચના કરવાથી દરિદ્રતા દૂર રહે છે. બિલ્વ પત્ર સાથે સાથે બિલ્વ ફળને પણ પુરાણોમાં ઉત્તમ ગણવામાં આવ્યું છે.ઘરમાં બિલવનું ફળ રાખવું શુભ ગણાય છે.
હિન્દુ પુરાણોમાં મહાશિવરાત્રીની અનેક કથાઓ પ્રચલિત છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવલિંગ રૂપે પ્રગટ થયા અને તેથી જ શિવલિંગની ખાસ પૂજા કરાય છે. આ દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે.
દુનિયાનું એક એવું રહસ્યમય સ્થળ કે જ્યાંથી નીકળતા જ મોટાભાગના વહાણ ,વિમાન કે માણસો થઈ જાય છે ગાયબ! જાણો આ સ્થળ વિશેની રહસ્યમય વાતો.
બાર જ્યોતિર્લિંગ :
સમગ્ર ભારત વર્ષમાં અલગ અલગ બાર સ્થળોએ પવિત્ર એવા જ્યોતિર્લિંગ આવેલા છે અને આ દરેક જ્યોતિર્લિંગને તેમની આગવી વિશેષતાઓ છે અને દરેકની સાથે સાથે અલગ અલગ માન્યતાઓ પણ જોડાયેલી છે એવું કહેવાય છે કે સંસારમાં જો પ્રલય આવે તો પ્રલય બાદ પણ ભગવાન શિવજીનું સ્થાન અખંડિત રહે છે. સોમનાથનું જ્યોતિર્લિંગ માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથના જ્યોતિર્લિંગ એ સમગ્ર ભારત વર્ષ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ જ્યોતિર્લિંગ સાથે ઘણી માન્યતાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે સાક્ષાત ચંદ્ર દેવે આજ સ્થળેથી તપ કરીને પોતાના પર રહેલ શ્રાપથી તેને મુક્તિ મેળવી હતી. જ્યોતિર્લિંગ અને તેમના સ્થળ નીચે કોષ્ટક મુજબ આપેલા છે.
ક્રમ | જ્યોતિર્લિંગ | સ્થળ |
૧ | સોમનાથ | ગુજરાત |
૨ | મલ્લિકાર્જુન | આંધ્રપ્રદેશ |
૩ | મહાકાલેશ્વર | ઉજ્જૈન,મધ્ય પ્રદેશ |
૪ | ઓમકારેશ્વર | શિવપુરી, મધ્યપ્રદેશ |
૫ | કેદારનાથ | કેદારનાથ, ઉત્તરાખંડ |
૬ | ભીમાશંકર | પુને, મહારાષ્ટ્ર |
૭ | ત્ર્યંબકેશ્વર | નાસિક, મહારાષ્ટ્ર |
૮ | બૈજનાથ | મહારાષ્ટ્ર |
૯ | નાગેશ્વર | દારૂકાવન , ગુજરાત |
૧૦ | રામેશ્વર | તમિલનાડુ |
૧૧ | ઘુષ્મેશ્વર | ઓરંગાબાદ |
૧૨ | કાશી વિશ્વનાથ | વારાણસી , ઉત્તરપ્રદેશ |
આમ સમગ્ર ભક્તોમાં શિવજીનું મહત્વ અનેરૂ છે સૌ લોકો ભગવાન ભોળાનાથની પૂજા કરે છે અને તેથી જ તો મહાશિવરાત્રીના દિવસે સમગ્ર માનવ મહેરામણ ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે ઉમટી પડે છે.
1 thought on “મહાશિવરાત્રી ૨૦૨૩ : જાણો મહાશિવરાત્રીનો મહિમા અને તેમની સાથે જોડાયેલ કથાઓ”