1 મેં 1960 ના રોજ મહારાષ્ટ્રમાંથી વિભાજન થઈ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી ત્યારબાદ ઘણા બધા મુખ્યમંત્રીઓ ગુજરાતને મળ્યા. આ પોસ્ટમાં આપણે ગુજરાતના વિવિધ મુખ્યમંત્રીઓના નામની યાદી અને તેમના ઇતિહાસ વિશે જાણીશું.
પેલી મેં 1960 ના રોજ ડો.જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને વર્ષ 2023 સુધી માં ઘણા મુખ્યમંત્રીઓએ ગુજરાતની ધુરી સંભાળી અને અલગ અલગ વિકાસના કાર્યો કર્યા.વર્ષ 2023 થી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાલ કાર્યરત છે.
ગુજરાતના મુખ્યમંત્રીઓ
જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા
અમરેલી બેઠક પરથી વિજય મેળવી જીવરાજભાઈ મહેતા ૧ મે ૧૯૬૦થી ૩ માર્ચ 1962 સુધી તેમજ ૩ માર્ચ 1962 થી 19 સપ્ટેમ્બર 1963 સુધી બે વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
- તેમના સમયગાળા દરમ્યાન પંચાયતી રાજનો અમલ થયો હતો.
- સૌપ્રથમ અવિશ્વાસની દરખાસ્ત જીવરાજ મહેતા વિરૂદ્ધ થઈ હતી.
- તેમના સમયમાં જ ગુજરાતમાં દારૂબંધી દાખલ કરવામાં આવી હતી.
- તેમણ રાજ્યમાં ગૌ હત્યા બંધ કરાવી હતી.
- વિધાનસભામાં પંચાયત ધારો પસાર કરાવ્યો.
- ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડની રચના કરી.
બળવંતરાય મહેતા
મૂળ ભાવનગરના નિવાસી બળવંતરાય મહેતા ગાંધીજીની વિચારધારાથી ખૂબ જ પ્રભાવિત હતા.ભાવનગર બેઠક પરથી વિજય મેળવી બળવંતરાય મહેતા 19 સપ્ટેમ્બર 1963 થી 20 સપ્ટેમ્બર 1965 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા.
- પંચાયતી રાજને સુદઢ કર્યું હતું.
- વલસાડ અને ગાંધીનગર બે નવા જિલ્લાની રચના કરવામાં આવી.
- કંડલા ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના કરવામાં આવી.
- પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે એક વિમાન અકસ્માતમાં તેમનું નિધન થયું હતું.
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
ઓલપાડ બેઠક પરથી વિજય મેળવી હિતેન્દ્રભાઈ દેસાઈ 20 સપ્ટેમ્બર 1965 થી 3 એપ્રિલ 1967 અને 3 એપ્રિલ 1967 થી 12 મે 19 71 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા.
- તેમના સમયગાળા દરમ્યાન જ ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી.
- વલસાડ જિલ્લાના પારડીની ઘાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવ્યો હતો.
- વર્ષ 1968 69 ના સમયમાં દુષ્કાળમાં તેણે સફળ રાહત કાર્ય કર્યું હતું.
- વિજિલન્સ કમિશનની રચના કરી
રાષ્ટ્રપતિ શાસન
12 મે 1971 થી 17 માર્ચ 1972 સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
ઘનશ્યામભાઈ ઓઝા
દહેગામ બેઠક પરથી વિજય મેળવી ઘનશ્યામભાઈ ઓઝા 17 માર્ચ 1972 થી 17 જુલાઈ 1973 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન સમગ્ર રાજ્યમાં માધ્યમિક શિક્ષણને મફત જાહેર કરવામાં આવ્યું.
- નાના ખેડૂતોને મહેસુલમાંથી મુક્તિ આપવામાં તેમણે જમીન માટે ટોચ મર્યાદા ધારો લાગુ કર્યું હતું.
- તેમના સમયગાળા દરમ્યાન ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડની રચના કરવામાં આવી હતી.
ચીમનભાઈ પટેલ
સંખેડા બેઠક પરથી વિજય મેળવી ચીમનભાઈ પટેલે 18 જુલાઈ 1973 થી 9 ફેબ્રુઆરી 1974 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ સૌથી યુવાન વયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
- તેમના કાર્યકાળ દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું.
- કિસાન નેતાઓના સહયોગથી તેઓએ ગુજરાત કિસાન મજદૂર પક્ષ નામનો પ્રાદેશિક પક્ષ રચ્યો હતો.
રાષ્ટ્રપતિ શાસન
9 ફેબ્રુઆરી 1974 થી 18 જૂન 1975 સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
બાબુભાઈ જશભાઈ પટેલ
બાબુભાઈ પટેલ 18 જૂન 1975 થી 12 માર્ચ 1976 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા.
- તેમના કાર્યકાળમાં જ અંત્યોદય યોજના શરૂ થઈ હતી.
- સમગ્ર ભારતમાં આંતરિક કટોકટી લાગુ પડી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા.
- તેઓ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી હતા.
રાષ્ટ્રપતિ શાસન
12 માર્ચ 1976 થી 24 ડિસેમ્બર 1976 સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
માધવસિંહ સોલંકી
૭ જૂન 1980 થી 10 માર્ચ 1985 અને 11 માર્ચ 1985 થી 6 જુલાઈ 1985 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. તેઓએ કુટુંબ પોથી અને રોસ્ટર પદ્ધતિ દાખલ કરી હતી.
- વર્ષ 1985 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 182 વિધાનસભાની બેઠકો માંથી 149 વિધાનસભાની બેઠકો જીતી હતી.
- તેમના સમયમાં અનામત વિરોધી આંદોલન થયું હતું.
- તેમણે ખામ થિયરી (ક્ષત્રિય, હરીજન, આદિવાસી અને મુસ્લિમ )ગુજરાતમાં પ્રચલિત કરી હતી.
- તેમણે પ્રાથમિક શાળામાં મફત મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરી.
અમરસિંહ ચૌધરી
6 જુલાઈ 1985 થી 9 ડિસેમ્બર 1989 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા.
- તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા.
- તેઓએ નર્મદા કોર્પોરેશનની રચના કરી હતી
માધવસિંહ સોલંકી
વર્ષ 1980 થી 1985 સુધી બે વાર મુખ્યમંત્રી બન્યા બાદ ફરીથી 10 ડિસેમ્બર 1989 થી ૪ માર્ચ 1990 સુધી માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા.
ચીમનભાઈ પટેલ
4 માર્ચ 1990 થી 25 ઓક્ટોબર 1990 તેમજ 25 ઓક્ટોબર 1990 થી 17 ફેબ્રુઆરી 1994 સુધી ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર રહ્યા.
છબીલદાસ મહેતા
17 ફેબ્રુઆરી 1994 થી 14 માર્ચ 1995 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.
કેશુભાઈ પટેલ
મૂળ વિસાવદરના નિવાસી કેશુભાઈ પટેલ 14 માર્ચ 1995 થી 21 ઓક્ટોબર 1995 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. તેઓએ ગોકુળ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી.
સુરેશભાઈ મહેતા
21 ઓક્ટોબર 1995 થી 19 સપ્ટેમ્બર 1996 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
રાષ્ટ્રપતિ શાસન
19 સપ્ટેમ્બર 1996 થી 23 ઓક્ટોબર 1996 સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.
શંકરસિંહ વાઘેલા
રાધનપુર બેઠક પરથી વિજેતા થઈ 23 ઓક્ટોબર 1996થી 27 ઓક્ટોબર 1997 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા.
દિલીપભાઈ પરીખ
28 ઓકટોબર 1997 થી ૪ માર્ચ 1998 સુધી માત્ર 128 દિવસો માટે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહ્યા.
કેશુભાઈ પટેલ
કેશુભાઈ પટેલ ફરી એકવાર વિસાવદર બેઠક પરથી વિજય મેળવી ૪ માર્ચ 1998 થી 6 ઓક્ટોબર 2001 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન વર્ષ 2001માં ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો. ઇન્ફર્મેશન ટેકનોલોજીના વિકાસની વેગ આપવી હતો.
નરેન્દ્ર ભાઈ મોદી
રાજકોટ-2 સીટ પરથી વિજય મેળવી 7 ઓક્ટોબર 2001 થી 22 ડિસેમ્બર 2002, સુધી ત્યારબાદ 22 ડિસેમ્બર 2002 થી 22 ડિસેમ્બર 2007 સુધી, તેમજ 23 ડિસેમ્બર 2007 થી 20 ડિસેમ્બર 2012 સુધી અને 20 ડિસેમ્બર 2012 થી 22 મે 2014 સુધી એમ સતત ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા. તેઓએ કુલ 4610 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા. આમ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ ભોગવ્યો. ગુજરાતના વિકાસને પૂરજોશમાં વેગ અપાવવા તેમજ ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડવામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક અલગ જ છાપ ઊભી કરી.હાલ તેઓ ભારતના વડાપ્રધાન તરીકે બિરાજમાન છે.
આનંદીબેન પટેલ
ઘાટલોડીયા બેઠક પરથી વિજય મેળવી 22 મે 2014 થી 7 ઓગસ્ટ 2016 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા.
વિજયભાઈ રૂપાણી
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય મેળવી 7 ઓગસ્ટ 2016 થી 26 ડિસેમ્બર 2017 અને 26 ડિસેમ્બર 2017 થી 11 સપ્ટેમ્બર 2020 સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાની તક મળી. તેમના સમયમાં પાટીદાર આંદોલન થયું હતું.
ભુપેન્દ્રભાઈ પટેલ
ઘાટલોડીયા બેઠક પરથી વિજય મેળવી 13 સપ્ટેમ્બર 2021 થી 12 ડિસેમ્બર 2022 અને 12 ડિસેમ્બર 2022 થી તાજેતરમાં તેઓ મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન છે.
ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશે FAQ
ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?
જવાબ : ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા.
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
જવાબ : પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા.
હાલનાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે ?
જવાબ : 12 ડિસેમ્બર 2022 થી ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છે.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
જવાબ : જીવરાજભાઈ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે ?
જવાબ : ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત છે.