ત્રીજી વખત PM બન્યા બાદ મોદીએ 9.3 કરોડ ખેડૂતોને આપી ભેટ, કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો કર્યો રિલીઝ

સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે (10 જૂન) PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.

PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.

ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.

તમે આ રીતે સ્ટેટસ ચેક કરી શકો છો

કોઈપણ લાભાર્થી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. આ માટે સૌ પ્રથમ તમારે સ્કીમની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે Know Your Status ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જ્યાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.

તે પછી કેપ્ચા નાખવાનો રહેશે. પછી તમે Get OTP પર ક્લિક કરશો. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેમાં દાખલ થયા પછી, તમારી સામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની સ્થિતિ દેખાશે.

પીએમ કિસાન યોજના 17 મો હપ્તો

કેન્દ્ર સરકાર દ્વાર ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક અગત્યની યોજના એટલે PM Kisan સન્માન નિધી યોજના. આ યોજના મા ખેડૂતોને વર્ષમા 3 હપ્તા રૂ. 2000 લેખે એમ કુલ 6000 ખેડૂતોના ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધી આ યોજનામા કુલ 16 હપ્તા જમા કરવામા આવ્યા છે. PM કિસાન યોજના 17માં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે 17 મો હપ્તો જમા કરવામા આવનાર છે.

આ પણ વાંચો  સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત 2024, ઓનલાઈન અરજીઓ શરૂ

PM Kisan Yojna 17 મોં હપ્તો જમા

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 15 હપ્તા ટ્રાન્સફર થઇ ચુક્યા છે, જ્યારે 15મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

PM KISAN KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?

  • PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.
  • ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.

PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો

  • સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.

Leave a Comment