આ ડિજીટલ યુગ છે. અત્યારે હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજેન્સ, ચેટ જીપીટી, ઓપન એ.આઈ વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય ગુજરાત રાજ્ય સરકારે રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ યોજના દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, પાત્રતા શું જોઈએ, ઉમર શું જોઈએ?, ડૉક્યુમેન્ટ કેટલા જમા કરાવવા જોઈએ.. તેની માહિતી અહી જાણીશું.
ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024
સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી વિષયક માહિતી ને આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો ની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Smartphone Scheme 2024) બનાવવા માં આવી છે.
મોબાઈલ સહાય યોજનાનો હેતુ
ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સર્વિસનો વ્યાપ દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો ટેક્નોલોજીના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે સ્માર્ટફોનની ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ માહિતીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મોબાઈલ સહાય યોજના બહાર પાડેલ છે.
ખેડૂતો મોબાઈલના ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે પીકચર, મેઈલ, SMS તથા વીડિયોની આપલે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર થશે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની પાત્રતા
મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની પાત્રતા શું હોવી જોઈએ તેની માહિતી નીચે આપેલી છે:
- ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર ઉમેદવાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ઉમેદવાર પાસે જમીન હોવી જોઈએ.
- જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
- જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
- મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટની જરૂર પડશે?
- ખેડૂતની આધારકાર્ડની નકલ
- સ્માર્ટફોનની જીએસટી નંબર ધરાવતું ઓરિજિનલ બિલ
- જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
- જમીનના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ
- 8-અ ની નકલ
- ખેડૂતોનો રદ થયેલો ચેકની ઝેરોક્ષ
- બેંક ખાતાના પાસબુકની ઝેરોક્ષ
ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ
જે ગુજરાતના ખેડૂતો આ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા વિચાર કરે છે તો તેમને જણાવી દઉં કે તેમની નીચે આપેલા બધા જ લાભ મળવાપાત્ર થશે.
- ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
- ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા ફોનમાં 15,000 સુધીની સહાય મળવાપાત્ર થશે.
- ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે. દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
જો તમે પણ સ્માર્ટફોન સહાય યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો, તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલ્લો કરવા પડશે:
- સૌપ્રથમ ikhedut portal ની Official Website ખોલો.
- આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરો
- યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરો
- “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
- ક્રમ નંબર-2 પર આપેલી “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખો
- જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેટર કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
- ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો.
મહત્વની લિંક
- ઓનલાઈન અરજી કરવા માટે: અહિ ક્લિક કરો
- ઠરાવ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
1 thought on “સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત 2024, ઓનલાઈન અરજીઓ શરૂ”