રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ રાજ્યની સ્કૂલોમાં રજા જાહેર, ગુજરાતમાં પણ ઉઠી માંગ

અયોધ્યામાં 22મી જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે.તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને અપીલ કરી છે કે, 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળામાં રજા રાખવામાં આવે. જેથી કરીને તે દિવસે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેસીને નિહાળી શકે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે દર વર્ષે મળતી સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે.

વાંચો પત્ર

ઉત્તર પ્રદેશમાં રજા અપાઈ

અત્રે જણાવીએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે. શ્રી રામ લલાની નવી મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખાસ અવસરને રાષ્ટ્રીય તહેવાર ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ.

મુખ્યમંત્રીએ અધિકારીઓ નિર્દેશ આપ્યો

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પછી શરૂ થનાર પ્રાણ પ્રતિષ્ઠાની વૈદિક વિધિની માહિતી લેતા મુખ્યમંત્રીએ અધિકારીઓને સમારોહની સુરક્ષા અને અન્ય વ્યવસ્થામાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને જરૂરી તમામ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવનાર મહાનુભાવોને અયોધ્યામાં વધુ સારી રીતે સુવિધા મળવી જોઈએ. જો કે, આ બધી તૈયારીઓ વચ્ચે અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રજાની માંગ કરાઈ છે

x

Leave a Comment