આવતીકાલે રાત્રીના 8 થી 12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ, જાણો DGPએ કેમ કરી જાહેરાત!!!: 14 ઓક્ટોબર શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઈ રહી છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. તો બીજી તરફ ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે
આવતીકાલે રાત્રીના 8 થી 12 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં હાઇ એલર્ટ રહેશે. ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એલર્ટ રહેશે. તમામ પોલીસ જવાન અને SRPFની ટુકડીઓ એલર્ટ પર રહેશે. આ ઉપરાંત વિજય સરઘસ અને ઉજવણી અંગે એસપી અને પોલીસ કમિશનર નિર્ણય લેશે. સાથે જ વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે 10 કે 10:30 કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને SRPF ને સતર્ક રખાશે. મેચનું પરિણામ જે આવે તે ગુજરાત પોલીસ સતર્ક છે અને તૈયાર હોવાનો અંતમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ દાવો કર્યો હતો. ભૂતકાળની મેચના અભુભવના આધારે નિર્ણય લેવામાં આવશે.રાજ્યમાં ક્યાંય છમકલું કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ રહેશે.
પ્રેક્ષકોની સુરક્ષામાં 6 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે
આવતીકાલે અમદાવાદમાં ભારત -પાકિસ્તાનની મેચ યોજાશે. મેચને અનુસંધાને અમદાવાદ અને ગુજરાત પોલીસે વ્યવસ્થા કરી છે. ભારત -પાકિસ્તાન મેચની 5 કેન્દ્ર આધારિત સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટેડિયમ અને અંદરના પ્રેક્ષકોની સુરક્ષામાં 6,000 પોલીસ જવાનો ખડેપગે રહેશે. ટ્રાફિક અને પાર્કિંગ માટે પણ સઘન સુરક્ષા વ્યવસ્થા કરી છે. બંને ટીમ અને તેના સ્ટાફ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રહેશે. અસામાજિક તત્વો પર પોલીસની વોચ ગોઠવવામાં આવી છે. મેચ અનુસંધને રાજ્યમા અનિચ્છનીય બનાવ ન બને તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. NSG, RAF NDRF પણ સ્થાનિક પોલીસ સાથે જોડાયા છે. ટ્રાફિક અનુસંધાને અમદાવાદ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.