ગુજરાત બજેટ ૨૦૨૩ : જુવો ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટની તમામ અપડેટ્સ

ભુપેન્દ્ર પટેલની 2.0 સરકાર બન્યા બાદ આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-2024 નું બજેટ રજૂ થશે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે.

વર્ષ 2022 માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જંગી બહુમતી મેળવ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં નાણામંત્રી ના પદ પર બિરાજમાન કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બીજીવાર પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારનું આ પ્રથમ બજેટ હશે.આ બજેટ ખેડૂતો મહિલાઓ અને યુવાનો માટેનું બજેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે આ જ સત્રમાં નાણાકીય વર્ષ 2023 24 નું બજેટ રજૂ થવાનું હોવાથી આ બજેટ પર લોકો આતુરતાથી મીટ માંડીને બેઠા છે.

બજેટનું કદ

હવે વાત કરીએ વર્ષ 2023-2024 ના બજેટના કદ વિશે, અત્રે નોંધનીય છે કે વર્ષ 2022 2023 ના બજેટનું કુલ કદ 2,43,965 કરોડ રૂપિયાનું હતું જે લગભગ 669 કરોડની પુરાત વાળું હતું જ્યારે વર્ષ 2023 અને 2024 ના વર્ષનું બજેટ ₹2,50,000 કરોડ રૂપિયાનું કે તેથી વધારે હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં ખૂબ જ જંગીવિજય થી જીત મેળવવા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર પર લોકોની આશાઓ વધી છે. તો એક તરફ મંદિમોંઘવારી અને બેરોજગારીએ પણ માજા મૂકી છે જેથી મોટાભાગના વર્ગના લોકો આ બજેટ પર આશાઓ રાખીને બેઠા છે.

નાણાકીય વર્ષ 2023-2024 માટે ગુજરાત બજેટનું કદ 3લાખ 1 હજાર 22 કરોડ છે.(310022 કરોડ)

ગુજરાત બજેટ ૨૦૨૩ હાઈલાઈટ

  • વિમાની મર્યાદા પાંચ લાખથી બદલાઈને ૧૦ લાખ કરાઈ.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.
  • મધ્યાન ભોજન યોજનામાં પોષક ધાન્યોનો સમાવેશ કરાશે.
  • સામાજિક ન્યાય વિભાગ માટે કુલ ૫૫૮૦ કરોડ રૂપિયા ફાળવાયા.
  • દિવ્યાંગોને એસટી બસમાં મફત મુસાફરી તેમજ વિવિધ સાધન સહાય માટે રૂપિયા 52 કરોડની જોગવાઈ.
  • સરસ્વતી સાધના યોજના માટે રૂપિયા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી.

શૈક્ષણિક ઉત્કર્ષ

  • આદર્શ નિવાસી શાળાઓ આશ્રમ શાળાઓ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો મળીને કુલ 838 જેટલી શાળાઓમાં અંદાજે માં1.5 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 667 કરોડની જોગવાઈ.
  • કુમાર કન્યાના સરકારી ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયમાં 70000 જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે 245 કરોડની જોગવાઈ.
  • ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ.
  • પ્રી મેટ્રિક ના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 167 કરોડની જોગવાઈ.
  • ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા અંદાજે 13,00,000 વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે 117 કરોડની જોગવાઈ.
  • ધોરણ નવમાં અભ્યાસ કરતી 42000 વિદ્યાર્થીનીઓને સાયકલ આપવા 18 કરોડ રૂપિયાની જોગવાઈ.
આ પણ વાંચો  ગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી

આર્થિક ઉત્કર્ષ

  • આદિજાતિના ખેડૂતોને ટ્રેકટર, રોટાવેટર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે 29 કરોડની જોગવાઈ.
  • ફોરેસ્ટ રાઇટ એક હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે ૬૦ કરોડની જોગવાઈ.
  • સિંચાઇ સુવિધા વધારવા સાથે લીફ્ટ ઈરીગેશન યોજનાથી અંદાજે 12000 આદિજાતિ ખેડૂતોને લાભ આપવા માટે રૂપિયા 75 કરોડની જોગવાઈ.
  • પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિન ઉત્કર્ષ થાય તે માટે 9 કરોડની જોગવાi
  • આદિમ જૂથો અને હળપતિઓ માટેની મુખ્યમંત્રી આદિમજાતી સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત આવાસ, રસ્તાઓ, વીજળી, આર્થિક ઉપચાર આરોગ્ય વગેરે સગવડો માટે રૂપિયા 134 કરોડની જોગવાઈ.
  • કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2538 કરોડની જોગવાઈ.
  • બાંધકામ શ્રમીકોને કામના સ્થળેથી નજીક રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે શ્રમિક બશેરા સ્થાપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ.
  • અધ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ આઈટીઆઈને મેગા આઈટીઆઈમાં રૂપાંતરિત કરવા માટે 155 કરોડની જોગવાઈ.
  • શ્રમિકોને રૂપિયા પાંચના દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹85 કરોડની જોગવાઈ.
  • વિવિધ એકમો ખાતે તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે રૂપિયા 36 કરોડની જોગવાઈ
  • ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે રૂપિયા પાંચ કરોડની જોગવાઈ.
  • દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ સૌથી વધુ 43,651 કરોડ ની જોગવાઈ.
  • પ્રાથમિક શિક્ષણ એ માધ્યમિક શિક્ષણ માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે રૂપિયા 31૦9 કરોડની જોગવાઈ.
  • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ છ થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે સુવિધા ધરાવતી 400 જ્ઞાન સેતુ સ્કૂલ માટે ૬૪ કરોડની જોગવાઈ.
  • ધોરણ એક થી આઠમાં આરટી યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને ધોરણ આઠ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ₹20,000 નું શાળા વાઉચર આપી સહાય કરવા માટે ૫૦ કરોડની જોગવાઈ.
  • ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તા સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹390 કરોડની જોગવાઈ.
  • ગુણવત્તા યુક્ત શિક્ષણ, રિસર્ચ, ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમો ના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેકનોલોજી આધારિત ડિજિટલ લર્નિંગ ને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સવલતો પૂરી પાડવા ₹401 કરોડની જોગવાઈ.
  • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ આઇતીઆઇ ના ઉપકરણ વગેરે માટે લોક ભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા માટે રૂપિયા 35 કરોડની જોગવાઈ.
આ પણ વાંચો  3 દિવસ બાદ ફરી ગુજરાતમાં થશે કમોસમી વરસાદની એન્ટ્રી, જુઓ હવામાન વિભાગની આગાહી

પરિક્રમા પથ યોજના : જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી.

આરોગ્ય પરિવાર અને કલ્યાણ.

આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 15,182 કરોડની જોગવાઈ.

  • તેઓ અને બિન સંચારી રોગોના અટકાયત માટે અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1745 કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા રૂપિયા 1600 કરોડની જોગવાઈ.
  • નવજાત શિશુઓ ને જરૂરી તમામ આરોગ્ય વિશે સેવા આપવા માટે કાર્યરત એસએમસીઓ સંખ્યામાં 50 નો વધારો કરવામાં આવશે જે માટે રૂપિયા 24 કરોડની જોગવાઈ.
  • એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વધારવા માટે રૂપિયા 55 કરોડની જોગવાઈ.
  • મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે ₹3,997 કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ થકી નવી મેડીકલ કોલેજ સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલના સઘન સહાય આપવા માટે 130 કરોડની જોગવાઈ.
  • અરવલ્લી,છોટાઉદેપુર,મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
  • નર્સિંગ શિક્ષણ સંબંધ બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે પાંચ નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6064 કરોડની જોગવાઈ.
  • વિધવા સહાય માટે 1897 કરોડની જોગવાઈ.
  • પોષણ યોજના અંતર્ગત ત્રણ થી છ વર્ષના બાળકોને,સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાસન પૂરું પાડવા માટે રૂપિયા 1452 કરોડની ચાહે જોગવાઈ.
  • આંગણવાડી કેન્દ્રના નિર્માણ અને સુવિધાઓ વધારવા માટે રૂપિયા 268 કરોડની જોગવાઈ બાળકોને આગળ.
  • તેમજ આંગળવાડીમાં બાળકોને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા અને ડિજિટલ larning મટીરિયલ પૂરું પાડવા 4 કરોડની જોગવાઈ.

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના : યોજના વિશે સંપૂર્ણ માહિતી

અન્ન અને નાગરિક પુરવઠો

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઈ.

  • ઉજ્જવલા યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ.
  • NFSA કુટુંબોના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે કુટુંબ દીઠ દર માસે એક કિલોગ્રામ ચણા વિતરણ રાહત દરે રાજ્યના ૭૫ તાલુકાઓમાં કરવામાં આવે છે જેનો વ્યાપ વધારી સમગ્ર રાજ્યમાં અમલ કરવામાં આવશે જે માટે 87 કરોડની જોગવાઈ.
  • મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા જથ્થો ખરીદવા રૂપિયા 30 કરોડની જોગવાઈ.
આ પણ વાંચો  ઘટી ગયા સિંગતેલ-કપાસિયાના ભાવ, જાણો ડબ્બે શું છે ભાવ

રમત ગમત અને યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ.

આ વિભાગ માટે 568 કરોડની જોગવાઈ.

  • રમત ગમત ક્ષેત્રે 320 કરોડની જોગવાઈ.
  • દરેક જીલ્લામાં એક જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવાનો આયોજન.
  • પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂપિયા 55 કરોડની જોગવાઈ.

ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ.

વિશ્વકક્ષાના અંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ.

  • 15 માં નાણાં પંચ માટે 2500 કરોડની જોગવાઈ.
  • પાણીપુરવઠા યોજના માટે વિના મૂલ્ય વીજ પુરવઠા યોજના અંતર્ગત સહાય માટે રૂપિયા 734 કરોડની જોગવાઈ.
  • મનરેગા હેઠળ 1391 કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય માટે 932 કરોડની જોગવાઈ.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂપિયા ૧૯૬૮૫ કરોડની જોગવાઈ.

  • મહાનગરપાલિકા નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે આ યોજના માટે 8086 કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી શેરી આવાસ યોજના માટે ૧ લાખ જેટલા વધુ લોકોને આવાસ પૂરા પાડવા ૧૦૬૬ કરોડની જોગવાઈ.
  • સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ૯૦૫ કરોડની જોગવાઈ.
  • શહેરી પરિવહન યોજના હેઠળ ૩૦૦ કરોડની જોગવાઈ.

ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ

આ વિભાગ માટે ૮૭૩૮ કરોડની જોગવાઈ.

  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ ૧૫૭૦ કરોડની જોગવાઈ.
  • સ્માર્ટ મીટર માટે ૧૩૯૦ કરોડની જોગવાઈ.
  • વીજ ટ્રાન્સમિશન માટે ૧૩૩૦ કરોડ ની જોગવાઈ.
  • આદિજાતિ,સાબરકાંઠા માટે નવા વીજ જોડાણ આપવા ૧૦૧૦ કરોડની જોગવાઈ.

ગુજરાત બજેટ ૨૦૨૩ PDF

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ૨૦૨૩-૨૦૨૪ નાં બજેટની pdf તમે અહીથી Download કરિ શકશો