Gandhinagar: ઇન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ એ તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે વિવિધ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે એમઓયુ કર્યા છે.

ઇન્ટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની ગૂગલે તાજેતરમાં જ ગુજરાત સરકાર સાથે વિવિધ એમઓયુ કર્યા છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ યુવા ઉદ્યોગ સાહસિકો તેમજ ગ્રામીણ મહિલાઓ સહિત દર વર્ષે અંદાજે 50,000 લોકોને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ આપવામાં આવશે. Google દ્વારા આપવામાં આવનાર આ તાલીમને કારણે ગુજરાતના ગ્રામીણ મહિલાઓ વિદ્યાર્થીઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો વિવિધ સામાજિક આર્થિક પરિવર્તન માટે સુસજ્જ બનશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ તેમના instagram એકાઉન્ટ પર google સાથેના એમના વિવિધ ફોટોગ્રાફ શેર કરી માહિતી પૂરી પાડી હતી