જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2024-25 માટે ધોરણ 6 (છ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. આ પોસ્ટમા આપણે નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ, નવોદય ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક, નવોદય પરીક્ષા જુના પેપરો, નવોદય પ્રવેશ પરીક્ષા તારીખ, નવોદય પ્રવેશ પરીક્ષા નોટીફીકેશન, અને નવોદય પ્રવેશ પરીક્ષા બાબતે જરુરી માહિતી મેળવીશુ.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2024-25
નવોદય વિદ્યાલય ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી તેમા જરુરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
- સૌ પ્રથમ નવોદય વિદ્યાલય ની ઓફીસીયલ વેબસાઇટ Navodaya.gov.in ઓપન કરો.
- આ વેબસાઇટ પર હોમ પેજ પર Click here to submit online application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2024 ઓપ્શન પર ક્લીક કરો.
- ફોર્મ ઓનલાઇન ભરવાનુ શરુ કરતા પહેલા જે ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના છે તેવા જરુરી ડોકયુમેન્ટ તૈયાર કરી તેને નિયત સાઇઝમા સ્કેન કરીને તૈયાર રાખવા.
- ત્યારબાદ વિદ્યાર્થીનુ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીની જરુરી માહિતી સબમીટ કરવાની રહેશે.
- ત્યારબાદ જરુરી ડોકયુમેન્ટ સ્કેન કરી અપલોડ કરો.જરુરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઇનલ સબમીટ કરી પ્રીન્ટ આઉટ લઇ વિદ્યાર્થીએ પોતાની પાસે સાચવી રાખવી.
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ
- જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
- વિદ્યાર્થીનો ફોટો
- વાલીની સહિ
- વિદ્યાર્થીની સહિ
- આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર
- ઉપર મુજબના તમામ ડોકયુમેન્ટ સ્કેન કરી JPEG ફોરમેટમા 10-100 kb ની સાઇઝમા ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
- દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
- કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
- વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- પ્ર્વાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
- રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ
- ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
ક્રમ | વિષય | માર્ક્સ |
---|---|---|
1 | માનસિક ક્ષમતા કસોટી | 50 |
2 | ગણિત કસોટી | 25 |
3 | ભાષા કસોટી | 25 |
કુલ | 100 માર્ક્સ |
મહત્વની લિન્ક
ધોરણ 6 પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક | અહીં ક્લિક કરો |
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો | અહીં ક્લિક કરો |
નવોદય વિદ્યાલય ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |