Navsari: ગુજરાતના નવસારી જિલ્લામાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપરલ પાર્કની સ્થાપનાને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 5 F વિઝન અંતર્ગત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય દ્વારા ગુજરાતમાં નવસારી ખાતે આધુનિક મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ પાર્ક PM Mitra ની સ્થાપનાને તાજેતરમાં જ મંજૂરી આપવામાં આવી છે. આ PM Mitra એપરલ પાર્કની સ્થાપના ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર માટે વિકાસનું અમૃત સાબિત થશે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી નો આભાર માન્યો હતો.
PM Mitra અને 5F વિઝન
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 5F વિઝન, ફાર્મ ફાઇબર ફેક્ટરી ફેશન અને ફોરેનને સાકાર કરવા માટે પીએમ મિત્ર પ્રોજેક્ટ ખૂબ જ અસરકારક સાબિત થશે. જે અંતર્ગત
- દેશમાં કુલ સાત મેગા ઈન્ટિગ્રેટેડ અને એપરલ પાર્ક પીએમ મિત્રની સ્થાપનાને મંજૂરી આપવામાં આવશે.
- ટેક્સટાઇલ ક્ષેત્રે વર્લ્ડ ક્લાસ સ્ટ્રક્ચરનું નિર્માણ થશે.
- પીએમ મિત્રા પ્રોજેક્ટને અનુલક્ષીને વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે.
- માનનીય વડાપ્રધાનશ્રી નું 5F વિઝન ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન સાકાર થશે.
- ગુજરાતને વૈશ્વિક ટેક્સટાઇલ ક્ષેત્રે હબ બનાવત તરફ પીએમ મિત્ર પ્રોજેક્ટ ભારતનું આગામી સમયમાં એક વિરાટ કદમ હશે