પાટણમાં શહેરમાં વરસાદ સાથે કરા પડ્યા

પાટણ : સમગ્ર ગુજરાત પંથકમાં હાલ ૨-૩ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જે મુજબ પાટણ શહેરમાં પણ વીજળી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો.

પાટણમાં શહેરમાં વરસાદ સાથે કરા પડ્યા

સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી વાદળો મંડાયા છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માવઠું ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી વાતાવરણની સાથે સાથે વિવિધ જગ્યાઓએ કરા પણ પડી રહ્યા છે. અંબાલાલ પટેલે પણ વરસાદની માહોલને જોઈ આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી હતી.

તે મુજબ જ શનિવારના રોજ પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. પાટણ શહેરમાં પણ વીજળીની ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા. ચોમાસાની સિઝન દરમિયાન પળતો વરસાદ અને તે જ પ્રકારની ગાજવીજ ઉનાળાની સિઝનમાં માવઠા રૂપે આ પંથકમાં જોવા મળી હતી.

સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે આ સમયગાળા દરમિયાન વિવિધ રવિ પાકો તૈયાર થઈને માર્કેટમાં વેચાવવા માટે તૈયાર થતા હોય છે. વિવિધ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ખેડૂતો દ્વારા તૈયાર થયેલ માલ અને માર્કેટ યાર્ડમાં વેચાવવા મુકેલા માલ પણ વરસાદી વાતાવરણને કારણે બગડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેતી હોય છે. આમ ઉનાળાની ગરમી ના સમયગાળા દરમિયાન થઈ રહેલ આ માવઠાને કારણે આવનાર ચોમાસુ સીઝન પણ લંબાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

પાટણ શહેરમાં વરસાદ ( source : insta ptn)