જગન્નાથ રથયાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પહોચી જગન્નાથજીની રથયાત્રા?

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.

રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી સવારે 7.05 કલાકે રથયાત્રા નીકળશે અને પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

જગન્નાથજીની 147 મી જાજરમાન રથયાત્રા

Ratha Yatra (Puri) જગન્નાથનું મુખ્ય મંદિર ઓડિશાના પુરીમાં આવેલું છે. પૂરી ખાસ કરીને રથયાત્રા કે રથજાત્રા માટે પ્રખ્યાત થયેલું છે. આ રથયાત્રા અષાઢ મહિનામાં એટલે કે અંગ્રેજી મહિના પ્રમાણે જૂન અથવા જુલાઈમાં નીકળે છે. જગન્નાથપુરી ની રથયાત્રા ને સૌથી વધુ જૂનો અને સૌથી મોટો હિન્દુઓનો રથ ઉત્સવ માનવામાં આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ મોટી રથયાત્રા નીકળે છે. તેમજ કૃષ્ણ મંદિરમાં અનેક જગ્યાએ નાની મોટી રથયાત્રાઓ યોજવામાં આવે છે. આ તહેવારમાં ત્રણ દેવતાઓનો સમાવેશ થાય છે એક તો ભગવાન જગન્નાથ,એક તેઓના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા. આ ત્રણેય ભગવાનને રથમાં બેસાડી, ગામમાં ફેરવી અને ગુંડે મંદિરમાં લાવવામાં આવે છે. આ નાના મંદિરમાં તેઓ એક અઠવાડિયા સુધી નિવાસ કરે છે, ત્યારબાદ તેઓને જગન્નાથ મંદિરમાં ફરીથી પધરામણી કરાવવામાં આવે છે.

આ પણ વાંચો  આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભરતી બહાર પડી, 19 જૂન પહેલા અરજી કરો

અમદાવાદ રથયાત્રાના આકર્ષણો

  • 18 શણગારેલા ગજરાજો
  • 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો
  • 30 અંગ કસરત પ્રયોગ સાથેના અખાડા
  • 18 ભજન મંડળીઓ
  • 3 બેન્ડબાજા
  • 1200 જેટલા ખલાસી ભાઇઓ
  • 2000 જેટલા સાધુ સંતો

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અનુસંધાને અમદાવાદ પોલીસનું જાહેરનામું અમદાવાદના 27 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જગન્નાથ રથ યાત્રા લાઈવઅહીં ક્લિક કરો
x

Leave a Comment