ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા, 8 જીલ્લામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. તો રાજ્યનાં અનેક જીલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે ક્યાં ક્યાં જીલ્લાઓમાં રેડ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યનાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર

તા. 17 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનાં અનેક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રનાં તેમજ દક્ષિણ ગુજરાતનાં અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

તા. 18 ના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

તા. 19 નાં રોજ ક્યાં જીલ્લાઓમાં યલો એલર્ટ

તા. 19 નાં રોજ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રનાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

x

Leave a Comment