રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા દર વર્ષે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સંસ્કૃતિ કુંજ ગાંધીનગરમાં વસંતોત્સવ 2023 ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરમાં આ ઉત્સવનું રંગે ચંગે આયોજન કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતના વિવિધ કલાકારો,તેમજ ભારતના વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવશે.

વસંતોત્સવ ૨૦૨૩
સ્થળ અને સમય:

વસંતોત્સવ 2020 નું આયોજન સંસ્કૃત કુંજ, સરિતા ઉધ્યાન પાસે જ રોડ ગાંધીનગર ખાતે કરવામાં આવશે. 11 માર્ચ થી 20 માર્ચ સુધી બપોરે 2:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી વસંતોત્સવ ચાલુ રહેશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે જેનો સમય સાંજે સાત વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીનો રહેશે.
આ પણ વાંચો :
૧) 108 Citizen Mobile App Gujarat : હવે ફોન કરવાની પણ જરૂર નહિ પડે, જાણીલો કઈ રીતે કામ કરશે આ એપ
કાર્યક્રમની રૂપરેખા

આ વસંતોત્સવ 2023 માં રાજય અને રાજ્ય બહારના પારંપરિક સાંસ્કૃત નૃત્યો અને ગુજરાતના જાણીતા લોક ગાયકો દ્વારા લોકગીતોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત કલાત્મક વસ્તુઓની ખરીદી સાથે ખાણીપીણીની વિવિધ વાનગીઓનો સ્વાદ પણ વસંતોત્સવ 2023 ની મુલાકાતને યાદગાર બનાવશે.
તારીખ | કલાકારો |
૧૧/૩/૨૦૨૩ | ઓસમાણ મીર |
૧૨/૩/૨૦૨૩ | અસ્મિતા પટેલ |
૧૩/૩/૨૦૨૩ | સાંઈરામ દવે |
૧૪/૩/૨૦૨૩ | ગીતાબેન રબારી |
૧૫/૩/૨૦૨૩ | ભાવિન શાસ્ત્રી |
૧૬/૩/૨૦૨૩ | જીજ્ઞેશ કવિરાજ |
૧૭/૩/૨૦૨૩ | કિર્તીદાન ગઢવી |
૧૮/૩/૨૦૨૩ | અનિરુધ આહીર |
૧૯/૩/૨૦૨૩ | દેવ ભટ્ટ |
૨૦/૩/૨૦૨૩ | મેઘધનુષ બેન્ડ |
આઉપરાંત ૧૦ રાજ્યોના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ તથા ગુજરાતના લોકપ્રિય કલાકારો દ્વારા ગીત સંગીત નૃત્ય અને પારંપરિક વાઘોની પ્રસ્તુતિ વસંતોત્સવ ૨૦૨૩ ને વધારે શોભાયમાંન કરશે.