ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ, લૂ અને હિટસ્ટ્રોક થી બચવાનો છે ઉતમ ઘરેલુ ઉપાય

ગરમીની ઋતુમાં એટલે કે ઉનાળામાં તરબૂચ ખાવાના અનેક ફાયદા છે. ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા અને શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે તરબૂચ એક ઉત્તમ ફળ છે. તે માત્ર ગરમીથી રાહત આપનારું જ નહીં પરંતુ તરબૂચ ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. તરબૂચમાં રહેલા વિટામિન્સ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો કરે છે. આ પોસ્ટમાં આપણે તરબૂચના વિવિધ ફાયદાઓ વિશે વાત કરશું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી થાય છે આ અદભૂત ફાયદાઓ, લૂ અને હિટસ્ટ્રોક થી બચવાનો છે ઉતમ ઘરેલુ ઉપાય

વર્ષોથી થાય છે તરબૂચની ખેતી

તરબૂચ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફળદાયક છે તરબૂચના ફાયદાઓ સાથે ઇતિહાસમાં પણ કેટલીક રસપ્રદ તથ્યો સંકળાયેલા છે. સૌપ્રથમ 5000 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં તરબૂચ જોવા મળ્યું હતું. અંદાજિત 4000 વર્ષ પહેલા તરબૂચ ની ખેતી શરૂ થઈ હોવાની ધારણાઓ છે. તો પ્રાચીન ઇજિપ્તમાં તરબૂચ રોજીંદો ખોરાક જ બની ગયો હતો. તેઓ તરબૂચની ખેતી કરતા હોવાનું પણ માલુમ પડેલ છે.બાઇબલમાં પણ આ આરોગ્ય ફળનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. દક્ષિણ આફ્રિકાથી લગભગ સાતમી શતાબ્દી આસપાસ યુરોપમાં તેમની ખેતી શરૂ થઈ અને ત્યારબાદ ચીન અને અન્ય દેશોમાં તેમની શરૂઆત થઈ.ચીન વિશ્વમાં તરબૂચનું સૌથી મોટું ઉત્પાદક દેશ છે.હાલ સમગ્ર વિશ્વમાં તરબૂચની 1200 થી વધારે જાતિઓ વિવિધ 100 કરતા વધારે દેશોમાં ઉગાડવામાં આવી રહી છે.

તરબૂચ ના ફાયદાઓ

શરીરને હાઇડ્રેટેડ રાખે છે

તરબૂચમાં 92% જેટલો પાણીનો ભાગ હોય છે. જેથી ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ તરબૂચ ખાવાથી ડી હાઇડ્રેશનથી બચી શકાય છે. વધારે પડતા પાણીના ભાગને કારણે તે શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે અને મોઢું સુકાવા દેતું નથી.તરબૂચમાં એલઆરજીન નામનું પૂરક પદાર્થ રહેલો છે જે ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

Watermelon (તરબૂચ)

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આજકાલ યુવાનોમાં વધતા જતા ફાસ્ટ ફૂડના ક્રેજ થી મેદસ્વિતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા લોકો માટે ડાયેટ પ્લાનમાં તરબૂચ એક ઉત્તમ ફળ તરીકે સાબિત થઈ શકે છે. કારણ કે તરબૂચમાં લગભગ ૯૦ ટકા જેટલું પાણી હોવાને કારણે તે તમારી ભૂખને સંતોષી શકે છે. અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો  રોજ લીમડાના પાન ખાવાથી થાય છે આ 4 ગંભીર બીમારી દૂર, જાણો તેનું સેવન કેવી રીતે કરવું?

હૃદય સંબંધીત રોગોમાં રોગોમાં ફાયદાકારક છે.

તરબૂચમાં લાયકોપીન નામનું તત્વ રહેલું હોય છે જે સામાન્યતઃ ટમેટામાં પણ જોવા મળે છે. પરંતુ તરબૂચમાં તેની માત્રા થોડી વધારે હોય છે. લાયકોપીન શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ખૂબ જ મદદગાર થાય છે અને તેના કારણે જ તરબૂચનું સેવન કરવાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકાય છે.

સવારે ખાલી પેટે ફણગાવેલા મગ ખાવાથી થાય છે અદભુત ફાયદાઓ

દાંત સંબંધિત સમસ્યાઓ માટે

તરબૂચ

તરબૂચમાં રહેલ વિટામિન સી ને કારણે તે દાંત સંબંધિત વિવિધ સમસ્યાઓ જેવા પેરિયો ડેન્ટલ રોગ વગેરેમાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે.

બળતરા અને દાહ સામે રક્ષણ આપે છે.

તરબૂચમાં વિપુલ માત્રામાં પાણીનો ભાગ રહેલો છે.જે શરીરમાં થતી દાઝ અને બળતરાને સમાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં રહેલ વધારાના એસીડને શાંત પાડી શરીરની પીએચ વેલ્યુ ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

ચેતાતંત્રને મજબૂત બનાવે છે

તરબૂચમાં વિપુલ માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે. પોટેશિયમ ચેતાતંત્રને સંદેશાઓની આપેલ માટે ખૂબ જ ઉપયોગી છે. જેથી શરીરમાં પોટેશિયમની કમીને કારણે નિષ્ક્રિયતા અને કળતર થવાનું જોખમ વધી જાય છે. તરબૂચના સેવનથી આ પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

હિટ સ્ટોક સામે રક્ષણ.

જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયામાં તાપમાનનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. આવા સમયે ઘણા બધા વ્યક્તિઓ ઉનાળા દરમિયાન લું,હિટ સ્ટ્રોક વગેરેનો સામનો કરે છે જેમાં શરીરનું તાપમાન અચાનક જ વધી જાય છે. આવા સમયે તરબૂચનું સેવન પણ ખૂબ જ ફાયદો કરે છે તરબૂચમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ શરીરને ઠંડુ રાખવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

આંખોના સારા સ્વાસ્થ્ય માટે.

તરબૂચમાં રહેલું લાયકોપીન નામનું તત્વ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે તે આંખોમાં થતી બળતરા અને આંખોની સ્વચ્છતા માટે ખૂબ જ ઉપયોગી છે.તે આંખોને ઠંડક પહોચાડે છે.

આ પણ વાંચો  શું તમે જાણો છો લીંબુના 5 ફાયદા, લીંબુ ત્વચાથી લઈને લીવર સુધી દરેકને સ્વસ્થ બનાવે છે

પાચન સુધારે છે.

તરબૂચમાં વિપુલ માત્રામાં પાણી અને ફાઇબર રહેલા હોય છે.આ બંને પોષક તત્વો સારા પાચનતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. ઓછી માત્રા વાળા ફાઇબર વાળો ખોરાક ખાવાથી કબજિયાત અને અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે આમ અપચો અને કબજિયાતની સમસ્યાઓ દૂર કરવા માટે આહારમાં તરબૂચ ખૂબ જ ઉત્તમ ફળ છે

તરબૂચ ખાવાનો સમય.

આમ તો તરબૂચ ને તમે ગમે ત્યારે ખાઈ શકો પરંતુ તરબૂચને રાત્રિ સમય દરમિયાન ખાવાનું ટાળવું જોઈએ. તરબૂચ ખાવા માટેનો યોગ્ય સમય એ બપોરનો સમય ગણાય છે. જેથી બપોરના સમયે તરબૂચ ખાવું વધારે હિતાવહ છે.