બંગાળની ખાડી પર ચક્રવાત મિચોંગ બની રહ્યું છે, તે સોમવારે સવારે ચેન્નાઈથી નીકળીને નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. IMD અનુસાર આ તોફાનના કારણે સમગ્ર વિસ્તારમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડાને જોતા તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અહીં 21 સેમી અથવા તેનાથી વધુ ભારે વરસાદ થઈ શકે છે.
શાળાઓમાં રજા જાહેર કરાઈ
અધિકારીઓએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે પુડુચેરી, કરાઇકલ અને યાનમ પ્રદેશોની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરી અને તેના બહારના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જોકે શુક્રવારે ચોમાસું ઓછું થયું હતું.
ચક્રવાતને લઈ અપડેટ
- IMDએ તિરુવલ્લુર જિલ્લામાં સોમવાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આ સિસ્ટમ 2 ડિસેમ્બરે ડીપ પ્રેશરમાં ફેરવાઈ શકે છે અને બીજા દિવસે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.
- ચક્રવાત મિચોંગ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
- આ વાવાઝોડાને કારણે આગામી 48 કલાકમાં ચેન્નાઈમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
- પુડુચેરી વહીવટી તંત્રએ કરાઈકલ અને યાનમ ક્ષેત્રની તમામ શાળાઓમાં 4 ડિસેમ્બરે રજા જાહેર કરી છે.
- 5 ડિસેમ્બરના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.
- NDRFએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો પૂરી પાડી છે અને 10 વધારાની ટીમો તૈનાથ કરાઈ છે.
- આ વાવાઝોડાને કારણે 3 ડિસેમ્બરે ઓડિશાના કોરાપુટ, રાયગડા, ગજપતિ, ગંજમ, પુરી અને જગતસિંહપુરના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
- 5 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
- તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને અધિકારીઓને ચક્રવાતથી પ્રભાવિત થઈ શકે તેવા સ્થળોએથી લોકોને બહાર કાઢવા સહિત સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
- આ ચક્રવાત માટે મિચાઉંગ નામ મ્યાનમાર દ્વારા સૂચવવામાં આવ્યું છે. આ વર્ષે, આ હિંદ મહાસાગરમાં છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત છે.