કેન્દ્ર સરકારનો નિર્દેશ :હવે આટલા વર્ષની ઉંમર પહેલા નાના બાળકોને સ્કૂલમાં નહીં મળે એડમિશન

નવી શિક્ષણનીતિ અન્વયે દેશની શિક્ષણનીતિમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે.આ નવી શિક્ષણનીતિ અંતર્ગત કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મહત્વનો નિર્દેશ અપાયો છે કે હવે કોઈ પણ બાળકને છ વર્ષની ઉંમર પહેલા પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

કેન્દ્ર સરકારનો નિર્દેશ :હવે આટલા વર્ષની ઉંમર પહેલા નાના બાળકોને સ્કૂલમાં  નહીં મળે એડમિશન

કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા જણાવાયા મુજબ બાળકની પાંચ વર્ષની ઉંમર તેમના મૂળભૂત તબક્કાની ઉંમર છે.શિક્ષણ મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રથમ થી છઠ્ઠા ધોરણ સુધીની એડમિશન માટેની ઉંમરને એક સમાન કરવા માટેનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નિર્દેશોને અનુસરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને જ એડમિશન આપવા માટે નિર્દેશ કર્યો છે.તેઓના જણાવ્યા મુજબ, પાયાના સમયગાળામાં તમામ બાળકો (3 થી 8 વર્ષની વચ્ચે) માટે 5 વર્ષના શૈક્ષણિક વિકલ્પોનો સમાવેશ થાય છે, જેમાં 3 વર્ષ પ્રિ સ્કૂલિંગ અને 2 વર્ષ પ્રારંભિક પ્રાથમિક ધોરણ ૧ અને ૨ નો સમાવેશ થાય છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, આ નીતિ બાળકોના સરળ શિક્ષણ અને પ્રિ સ્કુલીંગ થી ધોરણ 2 સુધીના વિકાસને સમર્થન આપે છે.”આંગણવાડીઓ અથવા સરકારી અથવા સરકારી સહાયિત, ખાનગી અને એનજીઓ દ્વારા સંચાલિત પ્રિ સકુલિંગ કેન્દ્રોમાં અભ્યાસ કરતા તમામ બાળકો માટે ત્રણ વર્ષ સુધી ગુણવત્તાયુક્ત પ્રિ સ્કુલિંગ શિક્ષણ ની સુલભતા સુનિશ્ચિત કરીને જ આ કરી શકાય છે,” તેણે વધુમાં જણાવ્યું હતું કે, પાયાના સૌથી મહત્વપૂર્ણ પરિબળ તબક્કો એ લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધતા છે. જેઓ વય અને વિકાસની દૃષ્ટિએ યોગ્ય અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રમાં ખાસ પ્રશિક્ષિત છે.20 ઑક્ટોબર, 2022ના રોજ, ફાઉન્ડેશનલ સ્ટેજ (NCF-FS) માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક પણ બહાર પાડવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનોને પત્ર લખીને આ ઉદ્દેશ્યને સાકાર કરવા માટે તેમની મદદ માંગી.

આ પણ વાંચો  છત્તીસગઢમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલના આંકડા શું કહે છે

અલગ અલગ રાજ્યો અને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં છ વર્ષથી નીચેના બાળકોને પણ સ્કૂલમાં એડમિશન આપવામાં આવતા હતા જેમાં તેલંગણા ગુજરાત લદાખ આસામ પુડુચેરી તેમજ અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. જ્યારે દિલ્હી આંધ્રપ્રદેશ રાજસ્થાન ગોવા કર્ણાટક ઉતરાખંડ હરિયાણા ઝારખંડ જેવા રાજ્યોમાં પ્રથમ ધોરણમાં એડમિશન લેવા માટે બાળકોની ન્યૂનતમ ઉંમર પાંચ વર્ષની છે.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ નવી શિક્ષણનીતિ અંતર્ગત શિક્ષણમાં પણ વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં બાળકો માટે પણ નવી અભ્યાસ સામગ્રી બહાર પાડવામાં આવી છે જેને મેજીક બોક્સનું નામ આપવામાં આવ્યું છે.કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને જ લોન્ચ કર્યું હતું.

શું છે મેજિક બોકસ ?

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મેજિક બોક્ષ લોન્ચ કર્યું હતું આ બોક્સ પ્રાથમિક શાળાના બાળકોમાં અભ્યાસ પ્રત્યે રુચિ અને રસ દાખવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રતી ઝુકાવ વધારવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થનાર છે. બોક્સમાં બાળકો માટે માતૃભાષાની વાર્તાઓ વિવિધ જાતના રમકડાઓ જેવી સાધન સામગ્રીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત રમત ગમતના અન્ય સાધનો જેવા કે પેન્ટિંગ,ડાન્સ અને મ્યુઝિક આધારિત ઇન્સ્ટ્રુમેન્ટ અને સ્પોર્ટ્સ આધારિત વિવિધ ઉપકરણોનો આ જાદુઈ બોક્સમાં સમાવેશ કરવામાં આવશે.