satish kaushik death : બોલીવુડની દુનિયાના ખ્યાતના મ સહાયક એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાઈટર એવા સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે.
તેમના આ નિધનનાં સમાચાર અવતાજ સમગ્ર બોલિવૂડ અને તેમના ફેન્સ્માં શોકનું મોજુ ફરી વળ્યુ. બોલીવુડની દિગ્ગજ હસ્તીઓએ તેમના આ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.અક્ષય કુમારે ટ્વીટ કરતા જણાવ્યું હતું કે “ચંદામામા ઇઝ ગોન” આ ઉપરાંત મધુર ભંડારકર,કંગના રણોત, જગત પ્રસાદ નડા, અમિત શાહ, માધુરી દીક્ષિત, કરલી ટેલ્સ, કરીના કપૂર જેવા દિગ્ગજ અભિનેતાઓ અને રાજકારણીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
સતીષ કૌશિકની છેલ્લી હોળી
હજુ એક દિવસ પહેલા જ સતીશ કૌશિકે તેમના નજીકના કુટુંબીઓ સાથે ખૂબ જ આનંદ અને ઉમળકાભેર હોળીનો પ્રસંગ ઉજવ્યો હતો. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોળીની તસવીરો શેર કરી હતી. જેમાં તેઓ મહિમા ચૌધરી અને જાવેદ અખ્તર સાથે દેખાઈ રહ્યા છે.
સતીશ કૌશિક બાયોગ્રાફી
સતીશ કૌશિક નો જન્મ 13 એપ્રિલ 1956 ના રોજ હરિયાણામાં થયો હતો.દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટમાં અભ્યાસ કર્યો હતો.
નામ | સતીશ કૌશિક |
જન્મ | ૧૩ એપ્રિલ ૧૯૫૬, હરિયાણા |
બિઝનેસ | એક્ટર,પ્રોડ્યુસર,કોમેડિયન, રાઇટર |
પત્ની | સાક્ષી કૌશિક |
યાદગાર પાત્રો | કેલેન્ડર ( ફિલ્મ MR INDIA) અને પપ્પુ પેજર ( દિવાના મસ્તાના) |
નિધન | ૯/૩/૨૦૨૩ |
ફિલ્મી કેરિયર
એક્ટિંગ કેરિયર
સતીશ કૌશિકની ફિલ્મી કેરિયર પણ ખૂબ જ સફળ રહી.તેમણે મિસ્ટર ઈન્ડિયામાં ભજવેલું કેલેન્ડરનું પાત્ર આજે પણ ખૂબ જ યાદગાર છે. તો બીજી તરફ ફિલ્મ દિવાના મસ્તાનામાં તેમનું પપ્પુ પેજર પાત્ર પણ તેમના યાદગાર કોમેડી પાત્રોમાનું એક છે. તેમને વર્ષ 1990 માં રામ લખન અને 1997માં સાજન ચાલે સસુરાલ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કોમેડી કરવા બદલ ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
નિર્માતા તરીકે
સતીશ કૌશિક ખુબજ સારા એક્ટર અને કોમેડિયન હોવાની સાથે સાથે તેમણે ઘણી બધી ફિલ્મો પણ બનાવી છે. તેમની પ્રોડક્શન લાઈનની કારકિર્દીની શરૂઆતની પ્રથમ ફિલ્મ રૂપ કી રાની ચોરો કા રાજા હતી જે વર્ષ 1993 માં રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં શ્રીદેવી અને અનિલ કપૂરે મુખ્ય રોલ ભજવ્યો હતો. જે ખૂબ જ સફળ ફિલ્મ રહી હતી ત્યારબાદ વર્ષ 1995 માં આવેલ ફિલ્મ પ્રેમ પણ ખૂબ જ સફળ રહી હતી. વર્ષ 1999 માં આવેલી તેમની ફિલ્મ હમ આપકે દિલમે રહેતે હૈ ફિલ્મ પણ સુપર ડુપર હીટ રહી હતી.
ડાયરેટર તરીકેની કારકિર્દી
રાઈટર, એક્ટર અને પ્રોડ્યુસર ની સાથે સાથે તેઓ એક સફળ ડાયરેક્ટર પણ હતા. તેમણે ઘણી બધી ફિલ્મોનું ડાઈરેકશન કર્યું છે. તેમણે વર્ષ 2007માં અનુપમ ખેર સાથે મળીને કેરોલબાગ પ્રોડક્શન કંપનીની શરૂઆત કરી જે બેનર અંતર્ગત તેમણે તેને તેરે સંગ ફિલ્મને પણ ડાયરેક્ટ કરી. તેમની બ્લોકબસ્ટર ડાયરેક્શન વાળી ફિલ્મની વાત કરીએ તો વર્ષ 2003માં આવેલી સલમાન ખાનની ફિલ્મ તેરે નામ હતી જે ફિલ્મ સલમાન ખાનની પણ સફળતમ ફિલ્મોમાંની એક બની હતી.આ ઉપરાંત તેમણે કાગજ, હમ આપકે દિલમે રહેતે હૈ, હમારા દિલ આપકે પાસ હે, કર્જ, મિલેંગે મિલેંગે, બધાઈ હો બધાઈ, મુજે કુછ કહેના હૈ, સાદી સે પહેલે, ફિલ્મને પણ તેઓ ડાયરેક્ટ કરી ચૂક્યા છે.
તેમનું અંગત જીવન
સતીશ કૌશિકની અંગત લાઈફ વિશે વાત કરીએ તો વર્ષ 1985 માં તેઓએ સસી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નજીવનમાં દસ વર્ષ બાદ ખૂબ જ દર્દના ઘટના બની અને વર્ષ 1996 માં જ તેમના માત્ર બે વર્ષ ના પુત્ર સાનુ કૌશિકનું નિધન થયું. ત્યારબાદ વર્ષ 2012માં 18 વર્ષના સમયગાળા બાદ તેમને ત્યાં ફરીથી વંશીકા નામની પુત્રીનો જન્મ થયો.
નીના ગુપ્તા તેમના ખાસ મિત્ર હતા
સતીશ કૌશિક સ્વભાવે પણ ખૂબ જ રમુજી હતા. સતીશ કૌશિક અને નીના ગુપ્તા ખૂબ જ સારા મિત્રો હતા જ્યારે નીના ગુપ્તા તેમની અંગત લાઇફમાં ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો કરી રહી હતી ત્યારે સતીશ કૌશિકે તેમની ઘણી મદદ કરી હતી. તેઓએ નીના ગુપ્તાને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતું.તેઓ તેમની સાથે તેમની પુત્રી મસાબાને પણ અપનાવવા તૈયાર હતા. તેઓએ ખૂબ જ રમુજી અંદાજમાં જણાવ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરીલે કોઈને ખબર પણ નહીં પડે. આ વાત ખુદ નીના ગુપ્તાએ તેમની બાયોગ્રાફીમાં જણાવી હતી. ત્યારથી જ સતીશ કૌશિક અને નીના ગુપ્તા ખૂબ જ સારા મિત્રો બન્યા હતા અને તેમનીઆ મિત્રતા આજ દિન સુધી જળવાઈ હતી. આ ઉપરાંત બોલિવૂડના ઘણા બધા કલાકારો જેવાકે અનુપમ ખેર,જાવેદ અખ્તર,સલમાન ખાન,ગોવિંદા,અક્ષય કુમાર,અનિલ કપૂર તેમના ખાસ મિત્ર હતા.
સતીશ કૌશિકે ૬૬ વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કરી અને તેમની અંગત જીવન અને ફિલ્મી સફર પૂરી થઈ.છતા પણ તેમણે ભજવેલા પાત્રો અને ફિલ્મો લોકો કાયમ માટે યાદ રાખશે.