જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા કરાતા સનસનાટી, ઘરમાં જીવલેણ હુમલો

રાજસ્થાાનમાં નવી સરકારની રચનાના મનોમંથનની વચ્ચે જ એક મોટી હત્યાથી સનસનાટી મચી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની રાજધાની જયપુરમાં આજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ તેમના ઘરમાં ઘુસીને તેમની પર ચાર ગોળીઓ છોડીને ફરાર થઈ ગયા હતા જે બાદ તેને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ મૃત જાહેર કરાયા હતા. સુખદેવ સિંહ પર ફાયરિંગની માહિતી મળતા જ સમગ્ર પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.

બદમાશોએ ઘરમાં ઘુસીને કર્યું ફાયરિંગ

પોલીસે જણાવ્યું હતું કે સુખદેવસિંહ ગોગામેડી મંગળવારે બપોરે 1.45 વાગ્યાની આસપાસ શ્યામ નગર જનપથમાં તેમના ઘરમાં ત્યારે સ્કૂટર પર 4 બદમાશો આવ્યા હતા અને ઘરમાં ઘુસ્યાં હતા અને પિસ્તોલથી ગોગામેડી પર ચાર રાઉન્ડ ફાયર કરીને ફરાર થઈ ગયા હતા.

શું બોલ્યાં રાજસ્થાનના DGP

રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે ચાર લોકો ઘરમાં ઘુસ્યાં હતા અને ગોગામેડી પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. ગોગામેડીના સિક્યુરીટી મેન અને બીજા એક શખ્સને ફાયરિંગમાં ઈજા થઈ છે.

સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર ગોળી છોડાઈ હતી.

પર ચાર ગોળી વાગી હતી. ગોળી ક્યાંથી વાગી તે હજુ બહાર આવ્યું નથી. ગોળીઓ કોણે ચલાવી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. અજાણ્યા શખ્સો ચાર ગોળીઓ મારીને નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો  તમને વિચાર આવ્યો ખરો! રામ મંદિરની મૂર્તિ શ્યામવર્ણ કેમ છે? કારણ હજારો વર્ષ સુધીનું

ગોગામેડીએ અલગ સંગઠન બનાવ્યું હતું

સુખદેવ સિંહ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. તે ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી હતી હત્યાની ધમકી

ઉલ્લેખનીય છે કે સુખદેવ સિંહ ગોગારેડીને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ હત્યાની ધમકી આપી હતી. આ મામલે જયપુર પોલીસને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.

નવી સરકારની રચના ટાણે જ મોટી હત્યાથી સનસનાટી

રાજસ્થાનમાં નવી સરકારની રચનાના મનોમંથન વખતે જ થયેલી મોટી હત્યાથી સનસનાટી મચી છે. તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપને 115 બેઠકો મળી છે અને હવે ભાજપ રાજ્યમાં સરકાર રચવાની તૈયારીમાં છે.

Leave a Comment