મિત્રો આ પોસ્ટમાં અમે તમારી સમક્ષ એક રહસ્યમય સ્થળ વિશેની રસપ્રદ વાતો લઈને આવ્યા છીએ. તો આ પોસ્ટને લાસ્ટ સુધી વાંચજો.

દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં પાંચ લાખ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ આ વિસ્તારનું નામ છે બર્મુડા ટ્રાયેંગલ. ફ્લોરીડાની પશ્ચિમ તરફ આવેલો આ સમુદ્રીય વિસ્તાર તેની રહસ્યમય ઘટનાઓને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેલો છે. બર્મુડા ટ્રાયેંગલ કે બર્મુડા ત્રિકોણ તરીકે ઓળખાતા આ વિસ્તારને ડેવિલ ટ્રાયેંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે આ રહસ્યમય જગ્યા પર હજારોની સંખ્યામાં વહાણો, વિમાનો અને માણસો રહસ્યમય રીતે ગુમ થયેલા છે. આ રહસ્યમય સ્થળ સાથે જોડાયેલા ૪ કિસ્સાઓની અહી વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે.

ફ્લાઇટ-૧૯
અમેરિકન નેવીના પાંચ ટોરપીડો બોમ્બર વિમાને ફ્લોરિડાથી બપોરના 2:00 વાગ્યાની આસપાસ તેમના ત્રણ કલાકના રૂટિન કાર્યક્રમ માટે ઉડાન ભર્યું, આ ઉડાનને ફ્લાઇટ 19 નામ આપવામાં આવ્યું હતું. આ કોઈ ખાસ ઉડાન ન હતી પરંતુ તેમના ક્રું મેમ્બર્સનાં ટ્રેનિંગના ભાગરૂપે આ ઉડાન ભરવામાં આવી હતી. 14 ક્રૂ મેમ્બર સાથેની આ ફ્લાઇટ-19 ના લીડર, અનુભવી અને યુદ્ધમાં માહિર એવા ચાર્લ્સ કેરોલ ટેલર હતા. આ પાંચેય પ્લેને ટેક ઓફ થયા બાદ ફ્લોરીડાથી પૂર્વ તરફ ઉડાન ભરી, વાતાવણ ખૂબ જ શાંત અને ખુશનમાં હતું.

આ ઉડાન ભર્યાના લગભગ બે કલાક બાદ ટ્રેલર જુવે છે કે અચાનકથી જ તેનો કંપાસ કામ કરતો બંધ થઈ ગયો છે, અને બેકઅપમાં રાખેલો બીજો કંપાસ પણ કામ કરતો બંધ થઈ ગયો છે. તેઓ તેમની હાલની સ્થિતિ જાણવા માટે કંપાસનો ઉપયોગ કરવા જઈ રહ્યા હતા કારણ કે તેને ખબર ન હતી કે તે હાલ કઈ જગ્યા પર છે. જેથી તેણે બાકી પ્લેનના પાયલટ્સને કંપાસ ચેક કરવા માટે કહ્યું પરંતુ સદનશીબે આ બધાજ પ્લેનના કંપાસ કામ કરતા બંધ થઈ ગયા હતા.
મોસમ હવે ધીરે ધીરે બગડવા લાગી હતી ટેલરને લાગતું હતું કે તેના હવાઈ જહાજ ગલ્ફ ઓફ મેક્સિકોની ઉપરથી ઉડાન ભરી રહ્યા છે, જેથી તેણે વિચાર્યું કે તેણે હવે પૂર્વ તરફની દિશામાં પ્લેન આગળ હંકારવા જોઈએ. તેથી તેમણે બાકીના પાઈલટસને પણ એવો કમાન્ડ આપ્યો કે તેઓ હવે પૂર્વ તરફની દિશામાં તેમના પ્લેન હંકારે. આ સમયે અમુક ફ્લાઈટ્સના મેમ્બર્સને એવું જણાયું કે ખરેખર તેઓ ફ્લોરીડાની પૂર્વ દિશામાં જ છે અને તેઓએ પશ્ચિમ દિશામાં ઉડાન ભરવી જોઈએ. પરંતુ હવે અહીંની મોસમ અને આબોહવા પણ સાથ આપી રહી ન હતી. સૂરજ પણ આથમી ચૂક્યો હતો અને ખૂબ જ અંધારું છવાયું હતું.
એવું માનવામાં આવી રહ્યું છે કે ખરેખર આ પ્લેન વાસ્તવમાં ફ્લોરીડા થી ૩૭૦ કિલોમીટર પૂર્વની દિશા તરફ હતું. સાંજના સાત વાગ્યાંની આસપાસ ટેલરે આખરી મેસેજ છોડ્યો કે તેઓ નીચે તરફ જઈ રહ્યા છે. ત્યારબાદ આ પાંચેય પ્લેન આજ દિન સુધી ક્યારેય જોવા મળ્યા નથી. અને કોઈ નથી જાણતું કે ખરેખર આ પ્લેન સાથે શું થયું!

આ પ્લેનના ગાયબ થયા બાદ તેની શોધખોળ માટે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ૧૩ વ્યક્તિઓના ક્રૂ મેમ્બર સાથેનું એક પ્લેન તેની શોધખોળ માટે ટેક ઓફ થયું. પરંતુ સદનસીબે તેર ક્રુ મેમ્બર સાથેનું આ પ્લેન પણ ગાયબ થઈ ગયું. લોકોમાં કુતૂહલની સાથે સાથે ભયનું વાતાવરણ પણ સર્જાયું. આ બંને ફ્લાઈટ મિશનની શોધખોળ માટે એક સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જે તે સમયનું સૌથી મોટું શોધખોળ ઓપરેશન હતું પરંતું આ બંને મિશન સાથે સંકળાયેલ પ્લેન કે તેના ક્રુ મેમ્બર્સનો કોઈપણ પતો લાગ્યો નહીં. આશ્ચર્યની વાત છે કે જે સ્થળ ઉપર આ બંને ફ્લાઈટ ગાયબ થઈ હતી તેને આપણે બર્મુડા ટ્રાયેંગલ કે બરમુડા ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ ! આ ખોવાયેલા પ્લેનના ના તો કોઈ તૂટેલા હિસ્સાઓ જોવા મળ્યા કે ના કોઈ વ્યક્તિના મૃતદેહ જોવા મળ્યા.પાછલા વર્ષોમાં ઘણા બધા વહાણ અને વિમાનો અહીંથી આવી જ રીતે લાપતા થઈ ચૂક્યા છે.
ક્રિસ્ટોફર કોલંબસ
આવો જ એક અન્ય કિસ્સો વર્ષ 1492 માં જોવા મળ્યો હતો જ્યારે, ક્રિસ્ટોફર કોલંબસ નવી દુનિયાની શોધખોળ માટે નીકળ્યો હતો.જ્યારે તે આ વિસ્તારમાંથી પસાર થયા ત્યારે તેનો કંપાસ કામ કરતો બંધ થઈ ગયો હતો. અને એક રાતે જ્યારે તેઓએ તેના વહાણમાંથી બહાર નીકળીને જોયું તો તેને એક રોશની જોવા મળી હતી જે આગના ગોળા જેવી હતી આ આગનો ગોળો તેની સામે તેણે આસમાનથી સમુદ્રમાં પડતો જોયો હતો.
Cyclops વહાણ

આવો જ અન્ય એક કિસ્સો બર્મુડા ટ્રાયેંગલ સાથે સંકળાયેલો છે.306 લોકો સાથે cyclops નામનું વહાણ બાલ્ટી મોરથી રવાના થયું અને તે બ્રાઝિલ તરફ જઈ રહ્યું હતું. 306 લોકોની સાથે સાથે આ જહાજ પર 11000 ટન મેંગેનીઝ પણ ભરેલું હતું લગભગ નવ દિવસનો સમય આ મુસાફરીને લાગવાનો હતો. જ્યારે આ શિપ રવાના થયું ત્યારે શિપ દ્વારા પ્રથમ મેસેજ છોડવામાં આવેલ હતો કે મોસમ સાફ છે. પરંતુ આ પ્રથમ મેસેજ આ શિપનો આખરી મેસેજ બનવાનો હતો. અમેરિકન નેવીનું સૌથી મોટુ ગણાતું આ શિપ રવાના થયા બાદ અચાનક જ ગાયબ થઈ ગયું અને તેનો કોઈ પણ પતો લાગ્યો નહિ. આ ઘટનાએ સૌને ચોકાવી દીધા હતા, કે નેવીની આ શિપ અચાનક કઈ રીતે ગાયબ થઈ જાય.
એલન ઓસ્ટિન
આના થી પણ વધારે રહસ્યમય અને ખૌફનાક કહાની છે એલન ઓસ્ટિનની.
વર્ષ ૧૮૮૧ ની આ વાત છે. ૨૦૦ ફૂટ લંબાઈ ધરાવતું એક જહાજ લંડન થી ન્યુયોર્ક જઈ રહ્યું હતું. જો કે આ સમયગાળા દરમ્યાન ઘણા બધા જહાજો આ રૂટ પર અવર જવર કરતા હતા. આ મુસાફરી દરમ્યાન એલન ઓસ્ટિનને રસ્તામાં એક અજાણ્યું જહાજ જોવા મળ્યું. અને એ પણ બર્મુડા ટ્રાઈ એન્ગલનાં વિસ્તારની નજીક. આ જહાજ એક દમ સામાંન્ય લાગી રહ્યું હતું. પરંતુ આ જહાજમાં કોઈ પણ નાવિક કે સવાર હાજર ન હતા. ત્યારે એલાન ઓસ્ટિનને થયું કે આ જહાજ પર જઈને જોઈએ કે કોઈ આ જહાજ પર છે કે નહિ.પ્રથમ તો બે દિવસ આ જહાજની બાજુમાં જ ઓસ્ટિને પોતાનું જહાજ લાંગર્યું અને બે દિવસ બાદ એલન ઓસ્ટિને આ જહાજ પર પોતાનો પગ મૂક્યો અને જોયું તો આ જહાજ પર ઘણો બધો સામાન રાખેલ હતો પણ કોઈ યાત્રી કે નાવિક આ જહાજ પર હાજર ન હતા. આ સમયાગાળા દરમ્યાન સમુદ્રી લૂંટારાઓનો ખુબજ ડર રહેતો પરંતુ આ કિસ્સામાં લૂંટારાઓ દ્વારા આ જહાજ લૂંટાય એવું જણાય આવતું ન હતું.
એલન ઓસ્ટિને પોતાના થોડા ક્રુ મેમ્બરને આ જહાજ પર મોકલ્યા અને આ જહાજને પણ સાથે લઈ જવાનો નિર્ણય કર્યો. થોડા દિવસો બંને જહાજ સાથે સાથે ચાલ્યા પરંતુ એક દિવસ જોરદાર તોફાન આવ્યું અને આ તોફાનની સાથે સાથે જ અજાણ્યું જહાજ પણ અચાનક જ ગાયબ થઈ ગયું. થોડા દિવસો બાદ શોધખોળથી આ જહાજ તો મળી આવ્યું, પરંતુ હેરાન કરવા વાળી વાત તો એ હતી કે આ જહાજ પર તૈનાત કરેલ ક્રું મેમ્બર પૈકીનાં કોઈ પણ ક્રુ મેમ્બર તેમાં ન હતા, જેથી તેઓને શોધવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ બધા પ્રયત્નો આખરે નિષ્ફળ ગયા.
એલન ઓસ્ટિનનું જહાજ જ્યારે લંડન પાછું ફર્યું ત્યારે આ જહાજના માલિક, બનાવની હકીકત જાણ્યા બાદ એટલા ઘબરાઈ ગયા કે આ જહાજને તેણે વેચવાનો નિર્ણય કર્યો. તેણે આ જહાજ એક જર્મન કંપનીને વેચી નાખ્યું.આ જર્મન કંપનીએ આ જહાજનું નામ ત્યારબાદ મેટા રાખ્યું.
જો કે ઉપરોક્ત તમામ બાબતોનું તથ્ય તપાસવું એ મુશ્કેલ છે છતા, બર્મુડા ત્રિકોણમાં અવાર નવાર બનતી આ ઘટનાઓ પર અલગ અલગ વિચારો રજૂ થયેલ છે. પરંતુ આ ઘટનાઓનું રહસ્ય સચોટ રીતે ઉકેલી શકાય તેવા તથ્યો હજુ સુધી રજૂ થયા નથી.
મિત્રો, આવીજ અવનવી અને વણ સાંભળેલી વાતો અને બ્લોગ પોસ્ટ વાચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહેશો. અને આ પોસ્ટ તમારા મિત્રોને શેર જરૂર કરજો.
2 thoughts on “દુનિયાનું એક એવું રહસ્યમય સ્થળ કે જ્યાંથી નીકળતા જ મોટાભાગના વહાણ ,વિમાન કે માણસો થઈ જાય છે ગાયબ! જાણો આ સ્થળ વિશેની રહસ્યમય વાતો.”