Pk Rosy મલયાલમ ફિલ્મ જગતની પ્રથમ મહિલા એક્ટ્રેસ પીકે રોઝીની 120મી જન્મ જયંતીના અવસર પર google તેમનું doodle બનાવીને આ એક્ટ્રેસને સન્માન આપ્યું.
google હંમેશા કલાકારો,સંસ્કૃતિ અને વિવિધ તહેવારોને ગૂગલ ડુડલથી સન્માન આપતું રહ્યું છે. ત્યારે આજે મલયાલમ ફિલ્મ જગતની સૌપ્રથમ મહિલા આદાકારા pk rosy ની 120મી જન્મ જયંતીના અવસર ગૂગલે ડુડલ બનાવીને તેમને સન્માન આપ્યું. પીકે રોઝીનું જીવન ચરિત્ર પણ એક ફિલ્મની સ્ટોરીથી ઓછું આંકી શકાય તેમ નથી.તેમના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા.અભિનય પ્રત્યેનું તેમનું ઝુનુંન કંઈક અલગ જ હતું તેથી જ તો નાની ઉંમરમાં જ તેની અભિનય કારકિર્દીની શરૂઆત થઈ ગઈ હતી. આ એ સમયની વાત છે જ્યારે જ્યારે ફિલ્મ જગત કે અભિનય કારકિર્દીને એક અલગ અંદાજથી જ જોવામાં આવતું હતું અને એમાં પણ મહિલાઓ માટે આ ક્ષેત્રમાં ઝંપલાવવું એ ખૂબ જ કઠિન કાર્ય હતું. આવા સમયે pk rosy મલયાલમ ફિલ્મમાં પોતાનો અહમ રોલ ભજવીને સમાજની આ તમામ બાધાઓને તોડી મલયાલમ ફિલ્મ જગતની પ્રથમ મહિલા એક્ટ્રેસ બની હતી. પરંતુ પીકે રોજીની આ ફિલ્મની શરૂઆત તેમની જિંદગીને નર્ક બનાવી દેશે તે તેમને કદાચ ખબર ન હતી.
પીકે રોઝી નો જન્મ વર્ષ 1903 માં તિરુવનાંતપુરમમાં થયો હતો. આ એ સમયનું અંગ્રેજ શાસિત ભારત હતું જેમાં જાતિવાદ અને જાતિભેદ તેમની પરાકાષ્ઠા પર હતા. પીકે રોઝીનો જન્મ એક ગરીબ પછાત પરિવારમાં થયો હતો. તેમના પરિવારમાં તેમના માતા- પિતા અને એક નાની બહેન હતી. પોતાના ઘરની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી અને જેવી તેવી રીતે તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. આ મુશ્કેલીઓ ત્યારે વધવા લાગી જ્યારે તેમના પિતાનું દેહાંત થયું. મોટી બહેન હોવાના કારણે ઘરની તમામ જવાબદારી પીકે રોજમમાં પર આવી અને અને નાનપણથી જ કમાવા માટે ઘરની બહાર નીકળવું પડ્યું.
આ સમયે તેઓ ઘાસ કાપીને પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હતા. વર્ષ 1925 ની આસપાસ તેમના કાકા તેમના સમગ્ર પરિવારને તેમના ઘરે લઈ આવ્યા.
રોજમમાને નાનપણથી જ નૃત્યનો શોખ હતો. આ એ સમય હતો જ્યારે ફક્ત અમુક વર્ગના લોકો જ નૃત્ય શીખતા હતા. અને તેથી જ તેમના આ શોખને તેમના પરિવાર તરફથી પણ શરૂઆતમાં કોઈ સપોર્ટ મળ્યો ન હતો. પરંતુ રોજીની લગન અને ધગશ જોઈને તેમના કાકાએ તેને આર્ટ્સ સ્કૂલમાં દાખલ કરાવી જ્યા તેમણ ફોક ડાન્સ શીખ્યો જેમાં તેણીએ શિવ અને પાર્વતીની ધરતી પર ઉતરવાની કહાની નૃત્ય અને ગાયન સાથે લોકોને બતાવી.
રોઝીના આ નૃત્ય પ્રત્યેના શોખથી તેમનો પરિવાર ખૂબ જ ના ખુશ હતો. એમના દાદાજી દ્વારા અવારનવાર તેને રોકવા છતાં પણ રોજી નિત્ય રિહર્સલ પર જતી હતી. આમ સમાજ પણ તેની વિરોધમાં જ હતો. પરંતુ pk rosy ને સમાજ પરિવારની પરવા ન હતી. થોડા દિવસો બાદ પીકે રોઝીની માતાએ ચર્ચના એક પાદરી સાથે બીજા લગ્ન કર્યા જેથી સોતેલા પિતાએ રોઝીને દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું આમ રાજમમાં રોજી હવે રોજમમાં બની ગઈ હતી. એની માતાએ બીજું ઘર વસાવી લેવા છતાં રોઝી તેની દાદીમાં સાથે રહેતી હતી.
રોજીએ ત્યારબાદ એક ડ્રામા કંપની જોઈન કરી લીધી પરંતુ સમાજને આ મંજૂર ન હતું તેથી સમાજના મેળા ટોણા સાંભળી દાદાજીએ તેને ઘરેથી બહાર કાઢી મૂકી.જેથી રોજી હવે ડ્રામા કંપનીના લોકો સાથે જ રહેવા લાગી. આ સમયે મલયાલમ સિનેમાના પિતામાં ગણાતા એવા જેસી ડેનિયલ પ્રથમ એવી મલયાલમ ફીચર ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા આ સમયે આ ફિલ્મમાં કોઈ હિરોઈન બનવા તૈયાર ન હતું.
જેથી જેસી ડેનીયલે એક ઈંડો એંગલો એક્ટ્રેસ મિસ લાલા મિલીને રૂપિયા 10000 મા આ ફિલ્મ માટે સાઇન કરી. પરંતુ આ ફિલ્મના સેટ ઉપર યોગ્ય સુવિધાઓ ન હોવાને કારણે તેણીએ ફિલ્મ છોડી દીધી અને એડવાન્સમાં આપેલા પૈસા પણ પરત આપ્યા નહીં . ડેનિયલ ના મિત્ર જોનસન એક છોકરીને જાણતા હતા કે જે ડેનિયલની ફિલ્મ માટે હિરોઈન બની શકે અને એ છોકરી હતી પિકે રોજી. મજબૂરીમાં જેસી ડેનિયલ ફિલ્મની હિરોઈન માટે રોઝીને સાઇન કરી પરંતુ તેને તેનું નામ રોજમમાં પસંદ ન આવ્યું તેમને હિરોઈન મિસ લાલા જેવું જ કંઈક મોર્ડન નામ જોતું હતું જેથી રોજમમાંનું નામ બદલીને તેણે પીકે રોઝી નામ આપી દીધું. આમ pk rosy મલયાલમ ફિલ્મ જગતની પ્રથમ હિરોઈન બની ગઈ.
પરંતુ ઊંચાઈની સીડીઓ ચડવાના આ પ્રથમ પગથિયાથી જ પીકે રોઝી ના તમામ સપનાઓ પણ તૂટવાના હતા. એક દિવસની ફીસના પાંચ રૂપિયા એમ દસ દિવસની શૂટિંગના કુલ ₹50 પીકે રોઝીને આ પ્રથમ ફિલ્મ માટે મળ્યા હતા.વિગતાકુમારમ ફિલ્મમાં રોઝી એક ઉંચી કાસ્ટના નાયર મહિલા સરોજિનીનો રોલ પ્લે કર્યો હતો ફિલ્મના સેટ પર પણ રોજી સાથે લગાતાર ભેદભાવ થઈ રહ્યો હતો. રોઝીને અન્ય કલાકારો સાથે બેસવાની, કે સાથે જમવાની છૂટ ન હતી. તે ઘરેથી જ પોતાનું ખાવાનું લાવતી અને એકલી ખાતી.
સમાચારોમાં જ્યારે લોકોને ખબર પડી કે એક પછાત વર્ગની મહિલા ફિલ્મ કરી રહી છે. તો લોકોને ખૂબ જ આપત્તિ જણાય. વિવાદોની વચ્ચે આખરે જેસી ડેનિયલ ની ફિલ્મ વર્ષ 1928 ના રોજ રિલીઝ થતાં ની સાથે જ લોકોએ પછાત વર્ગની એક્ટ્રેસની ફિલ્મ જોવાનો ઇનકાર કરી દીધો. ઉંચી જાતિના લોકોની સામે નીચી જાતિના લોકોએ બેસવાની છૂટ ન હતી તો આ પછાત વર્ગની છોકરીને સાથે બેસીને ફિલ્મ જોવા લોકો તૈયાર ન હતા.
આ ફિલ્મનું સ્ક્રિનિંગ થયું ત્યારે જેસી ડેનિયલે રોઝીને ઊંચી જાતિના લોકો સાથે સ્ક્રિનિંગ પર આવતા રોકી લીધી. અને પોતાની જ ફિલ્મ જોવાનું સપનું અધૂરું રહી ગયું. ફિલ્મમાં આવેલ એક સીને લોકોના ગુસ્સા પર પેટ્રોલ છાંટવાનું કામ કર્યું જેમાં એક ઉચ્ચ જાતિના હીરો જ્યારે આ પછાત વર્ગની રોઝીના વાળ પર રહેલ ફૂલ ચૂમી રહ્યો હતો તે જોઈને લોકોએ સ્ક્રીન પર ખૂબ જ પથ્થર ફેંક્યા અને થિયેટરનો પડદો તોડી નાખ્યો. આ ફિલ્મ ખતમ થઈ તે પહેલા જ લોકો રોઝીને મારવા માટે પાછળ દોડીયા, રોજી કાંઈ પણ સમજે તે પહેલા જ ભીડ તેમની નજીક આવી ગઈ જેથી રોઝી થિયેટરની અંદર છુપાઈ ગઈ અને ગુસ્સામાં લોકોએ તેમને મારવા માટે થિયેટરમાં જ આગ લગાડી દીધી. પોલીસની મદદથી રોજી ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહિ પરંતુ લોકો અહીંથી જ રોકાવાના ન હતા આ ટોળાએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો અને તેમનું ઘર પણ સળગાવી દીધુ. જેનું મુખ્ય કારણ એક જ હતું કે નીચલી જાતિની મહિલા પડદા પર કોઈ ઊંચી જાતિની મહિલાનું પાત્ર કઈ રીતે ભજવી શકે. અહીથી નાસી છૂટેલી રોઝી કોઈ એક ગામની બાજુમાં આવેલ પુલની નીચે મોડી રાત સુધી છુપાયેલી રહી અને મોટી રાત્રે એક ટ્રક ડ્રાઇવરની મદદ માગી અને તેમને અહીંથી દૂર લઈ જવા માટે કહ્યું આ ડ્રાઇવર પણ ઉચ્ચ જાતિના હતા. પરંતુ તે તેણીને નાગરકોઈ લઈઆવ્યા. નાગરકોઈ આવીને રોઝીએ લોરી ડ્રાઇવર કેશાવા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ આખી જિંદગી રાજમમાં બનીને ગુમનામ જિંદગી જીવતી રહી.
આ ફિલ્મના ભારી વિરોધને કારણે ખૂબ ઓછા લોકો આ ફિલ્મ જોવા સુધી પહોંચ્યા ફિલ્મ નિષ્ફળ રહી અને ડાયરેક્ટર જેસી ડેનિયલ કંગાળ થઈ ગયા. આ બગડતા હાલાતને જોઈને જેસી ડેનિયલ શહેર છોડીને ડેન્ટિસ્ટ બની ગયા. આ ફિલ્મની એક માત્ર રિલ હતી તેને પણ તેમના પુત્ર એ સળગાવી દીધી હતી.આ ફિલ્મના કોઈ અવશેષ ઉપલબ્ધ નથી પરંતુ જે એડવોકેટે રોઝીને ફિલ્મ જોવા માટે રોક્યા હતા તેમની જ ફોટો ગેલેરીમાંથી રોજીની એક ફોટો મળી હતી જે google પર મોજુદ રોજીની એકમાત્ર ફોટો છે.
85 વર્ષ બાદ 2013માં ફિલ્મ સેલ્યુલોઇડ બની જે ડેનિયલ અને પીકે રોઝીની કહાની પર આધારિત છે અન્ય ફિલ્મોમાં લોસ્ટ ચાઇલ્ડ અને રોઝિયુદે કથા ફિલ્મ પણ રોજીની જીવની સાથે સંકળાયેલ છે.