સોનું ખરીદવા માટે સૌથી શુભ સમય એટલે પુષ્ય નક્ષત્ર: આ દિવસે સોનું ઘરે લાવવાથી લક્ષ્મીજીની સાથે કુબેરની પણ કૃપા

ધર્મશાસ્ત્રો અનુસાર કુલ 27 નક્ષત્ર છે. આ 27 નક્ષત્ર પુત્ર દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ છે. પ્રજાપતિ દક્ષે આ તમામ નક્ષત્રના વિવાહ ચંદ્રમા સાથે કર્યા છે. ચંદ્રમાના અલગ અલગ નક્ષત્રો સાથે સંયોગ પતિ-પત્નીના પવિત્ર પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

ચંદ્રમા જે મહિને જે નક્ષત્ર સાથે સંયોગ કરે છે, તે મહિનાનું નામ તેના નામ પરથી રાખવામાં આવે છે. મહિનામાં ચંદ્રમાં એક દિવસ પુષ્ય નક્ષત્ર સાથે સંયોગ કરે છે, જેને પોષ કહેવામાં આવે છે. શાસ્ત્રો અને ધર્મગ્રંથ અનુસાર આ નક્ષત્રને શુભ માનવામાં આવે છે.

ગુરુગ્રહ પુષ્ય નક્ષત્રના દેવતા છે.જે શુભ કર્મોમાં આસ્થામાં વૃદ્ધિ કરે છે, જ્ઞાન તથા વિવેકબુદ્ધિમાં વૃદ્ધિ કરે છે. શનિદેવ આ નક્ષત્રના પ્રતિનિધિ છે, જેમને સ્થાવર પણ કહેવામાં આવે છે. જેનો અર્થ સ્થિરતા છે. આ કારણોસર આ નક્ષત્રમાં જે પણ કામ કરવામાં આવે તે સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.

દિવાળીની ખરીદી

દિવાળી પહેલા જે પુષ્ય નક્ષત્ર આવે છે, તેને વિશેષરૂપે શુભ માનવામાં આવે છે. દિવળીની ખરીદી પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જે વસ્તુની ખરીદી કરવામાં આવે તે વધુ સમય સુધી કામ આવે છે.

લક્ષ્મીજી અને કુબેરદેવની રહેશે વિશેષ કૃપા

પુષ્ય નક્ષત્રના કારણે આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય છે અને સુખ તથા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને મંગળકર્તા, વૃદ્ધિકર્તા, આનંદકર્તા અને શુભદાયી કહેવામાં આવે છે. આ વર્ષે 4-5 નવેમ્બરે આ યોગ બની રહ્યો છે. આ યોગમાં ઘર તથા સંપત્તિની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે. જેથી લક્ષ્મી માતા અને કુબેરદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.

Leave a Comment