Bsf Tradesman Recruitment 2023 : આર્મી માં વિવિધ ૧૪૧૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત

Bsf Tradesman Recruitment 2023 : બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તાજેતરમાં જ વિવિધ 1410 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. જેમાં 1343 પુરુષ ઉમેદવારો અને સ્ત્રી ઉમેદવારો માટે વિવિધ 67 જગ્યાઓ પર એમ કુલ મળીને 1410 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલ છે.

Bsf constable (Tradesman) recruitment 2023. For various 1410 posts

ઇન્ડિયન આર્મીમાં જોડાવા માટેની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક ઉત્તમ અવસર છે. 1410 જેટલી બમ્પર ભરતીઓ ટ્રેડસમેન કોન્સ્ટેબલ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી છે.નોટિફિકેશન્સ માં જણાવ્યા મુજબ 1410 જેટલી જગ્યાઓમાં આવનારા સમયમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે.ઉપરોક્ત તમામ 1410 જેટલી જગ્યાઓને વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની જગ્યા અનુસાર વિભાજિત કરવામાં આવેલ છે.આ ભરતીની છેલ્લી તારીખ વેબસાઈટ પર ભરતીની જાહેરાત થયાના ૩૦ દિવસ સુધી માન્ય રહેશે. તમામ માહિતી હાલ ઑફિસિયલ વેબસાઈટ પર શોર્ટ નોટીફિકેશન દ્વારા મૂકવામાં આવેલ છે

ભરતીની વિગત.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તાજેતરમાં જ વિવિધ 1410 જેટલી જગ્યાઓ માટે પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.જેમાં નીચે મુજબની કોન્સ્ટેબલ કોબ્લર, ટ્રેલર,પ્લમ્બર, પેન્ટર ઇલેક્ટ્રિશિયન, પંપ ઓપરેટર ડ્રાફ્ટ મેન, અપ હોલસ્ટર ટીન સ્મિથ, વોટર કેરિયર,વોશરમેન, બાર્બર, સ્વીપર, વેઇટર, માલી ખોજી, જેવી વિવિધ જગ્યાઓ માટે કુલ 1343 પુરુષ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. જ્યારે સ્ત્રી ઉમેદવારો માટે કોબ્લર, ટ્રેલર, પ્લમ્બર, પેન્ટર, કૂક, વોટર કેરિયર, વોશરમેન, બાર્બર, માળી એમ કુલ મળીને 67 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે.જે તમે નીચે મુજબના ચાર્ટ પરથી જોઈ શકશો.

BSF Constable Trades man Vacancy detail

શૈક્ષણીક લાયકાત.

ઉપરોક્ત કોન્સ્ટેબલ ટ્રેડસ મેનની 1410 જગ્યા પૈકીની કોન્સ્ટેબલ (પ્લમ્બર), કોન્સ્ટેબલ ( કાર પેન્ટર), કોન્સ્ટેબલ (પેઈન્ટર), કોન્સ્ટેબલ ( ઈલેક્ટ્રીશિયન), કોન્સ્ટેબલ draaaftamen, અપ હોલસ્ટર, અને ટીન્સમીથ માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ રહેશે.

BOI માં વિવિધ ૫૦૦ જગ્યાઓ પર ભરતી

આ પણ વાંચો  વિરમગામ નગરપાલિકામાં ભરતી બહાર પડી, પગાર 16,500 થી શરૂ

BMC Recruitment 2023 :જુનિયર ક્લાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફિમેલ હેલ્થ વર્કર સહિત વિવિધ ૧૪૯ જગ્યાઓ માટે ભરતી જાહેર.

મેટ્રીક્યુલેશન તથા તેને સમકક્ષ ડિગ્રી. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ નો બે વર્ષનો સર્ટિફિકેટ કોર્સ. ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ નો એક વર્ષનો કોર્સ અથવા સરકારી એફિલેટ વોકેશનલ ઇન્સ્ટિટયૂટ માં એક વર્ષનો ટ્રેડ અનુભવ.

ઉપરોક્ત 1410 જગ્યા પૈકીની કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ટ્રેડના કોબ્લર,ટેલર,વોશરમેન,બાર્બર,માલી,ખોજી વિગેરે માટે.માનનીય બોર્ડમાંથી મેટ્રિક ડિગ્રી. તેમજ રિસ્પેક્ટિવ ટ્રેડ માં પ્રોફિશિયન્ટ હોવું જરૂરી છે.

જ્યારે કુક,વોટર કેરિયર,વેઈટર અને બેચર માટે માન્ય બોર્ડમાંથી મેટ્રિકની ડીગ્રી તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા તો નેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા માન્ય કરેલ શૈક્ષણિક સંસ્થાઓ માંથી નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન લેવલ-1 નો કોર્સ ફૂડ પ્રોડક્શન વિભાગ અથવા તો કિચનમાં હોવો જરૂરી છે.

શારીરિક માપદંડો.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ વિવિધ 1410 જગ્યાઓ માટે શારીરિક માપદંડો નીચે મુજબના રહેશે. જેમાં રિલેક્સેશન મળેલના સિવાયના તમામને શારીરિક માપદંડો સ્ટાન્ડર્ડ રહેશે.

પ્રમાણભૂત માપદંડોઊંચાઈ (પુરુષ)છાતી(પુરુષ)ઊંચાઈ( મહિલા)
૧૬૫ સે.મી.૭૫-૮૦ સે.મી.૧૫૫ સે.મી.
શારીરિક માપદંડો

ઉપરોક્ત શારીરિક માપદંડોમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઊંચાઈ માં વિવિધ રાજ્ય મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે જે તમે ઓફિસિયલ નોટિફિકેશન પરથી વાંચી શકો. ઉકત શારીરિક માપદંડોમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને આસામ રાયફલ 2015 દ્વારા દર્શાવાયેલા ચાર્ટ મુજબ ઊંચાઈ પ્રમાણે જે તે વિદ્યાર્થીનું વજન હોવું જરૂરી છે.

bsf constable tradesman physical standard

વય મર્યાદા.

બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ ની વિવિધ 1410 જગ્યાઓ માટેની વય મર્યાદા ૧૮ થી ૨૫ વર્ષની રહેશે. જેમાં એસસી,એસટી,ઓબીસી અને અન્ય સ્પેશિયલ કેટેગરીઝના વિદ્યાર્થીઓ માટે આ ભાઈ મર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે.

પગાર ધોરણ.

સિક્યુરિટી ફોર્સ માં કોન્સ્ટેબલ ટ્રેડમેન પોસ્ટ માટે પે મેટ્રિક્સ લેવલ ૩ મુજબ (૨૧,૭૦૦-૬૯,૧૦૦) અને અન્ય પગાર ભથ્થા મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચો  જામનગર મહાનગરપાલિકા દ્વારા 60 જગ્યાઓ પર ભરતી 2023

મહત્વની તારીખો.

આ પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ઓફિસિયલ વેબસાઈટ પર નોટિફિકેશન પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધી માન્ય રહેશે.

ઑનલાઇન અરજી.

બીએસએફ પોલીસ કોન્સ્ટેબલ ટ્રેડસમેન પરીક્ષાનું ફોર્મ ભરવા માટે તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરી શકો છો. ઉપરોક્ત પોલીસ કોન્સ્ટેબલ ટ્રેડ્સમેનની વિવિધ પોસ્ટો માટેની ભરતી માટેની વધારે માહિતી માટે તમે https://bsf.gov.in/ ઈન વેબસાઈટની મુલાકાત લઇ સંપૂર્ણ નોટિફિકેશન અને અન્ય માહિતી મેળવી શકો છો.

x