DRDA ભરૂચ દ્વારા ભરતીની જાહેરાત, 28 જુલાઇ પહેલા અરજી કરો: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ કચેરી સંચાલિત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ 11 માસ કરાર આધારિત ખાલી જગ્યાઓની ભરતી તથા પ્રતિક્ષા હતી તૈયાર કરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવાની થાય છે.
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પડી છે?
- કુલ 22 જગ્યાઓ પર ભરતી બહાર પડી છે.
પોસ્ટનું નામ
- મોનિટરિંગ કમ એવેલ્યુએશન કમ MIS કન્સલ્ટન્ટ : 01 પોસ્ટ (જિલ્લા કક્ષા)
- એંજીનિયર સુપરવાઇઝર : 11 પોસ્ટ (તાલુકા કક્ષા)
- કલસ્ટર કો-ઓર્ડિનેટર : 10 પોસ્ટ (તાલિકા કક્ષા)
લાયકાત શું જોઈએ?
- મોનિટરિંગ કમ એવેલ્યુએશન કમ MIS કન્સલ્ટન્ટ : માસ્ટર ઇન સ્ટેસટીકસ/ મેથ્સ અને PGDCA/ ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ.
- એંજીનિયર સુપરવાઇઝર : ડિપ્લોમાં સિવિલ, કોમ્પ્યુટરના જાણકાર અનુભવને પ્રથમ અગ્રતા.
- કલસ્ટર કો-ઓર્ડિનેટર : નીચેનામાથી કોઈ પણ વિષય સાથે સ્નાતક માસ કોમ્યુનિકેશન/ રૂરલ સ્ટડીઝ/ સોશિયલ સાયન્સ અનુભવને પ્રથમ અગ્રતા.
પગાર
- મોનિટરિંગ કમ એવેલ્યુએશન કમ MIS કન્સલ્ટન્ટ : રૂ. 25,000/-
- એંજીનિયર સુપરવાઇઝર : રૂ. 13,500/-
- કલસ્ટર કો-ઓર્ડિનેટર : રૂ. 10,000/-
ભરતી આઉટસોર્સ/કરાર આધારિત
- મોનિટરિંગ કમ એવેલ્યુએશન કમ MIS કન્સલ્ટન્ટ : કરાર આધારિત
- એંજીનિયર સુપરવાઇઝર : આઉટસોર્સ
- કલસ્ટર કો-ઓર્ડિનેટર : આઉટસોર્સ
અરજી કેવી રીતે કરવી?
ઉમેદવારે વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથે બાયોડેટા ની એક નકલ તાજેતરના પાસપોર્ટ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જ્ઞાન અંગેના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલ તથા ઘરના સરનામાં આધાર પુરાવો ભીડવાનો રહેશે પ્રમાણપત્ર અધૂરા હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
એપ્લિકેશન ફી
- આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ફીની જરૂર નથી.
મહત્વની તારીખો
- અરજી કરવાની છેલ્લી તારીખ : 28-07-2023