સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર,વડોદરામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર, વડોદરા દ્વારા વિવિધ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર ની કુલ 22 જગ્યાઓ માટે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર,વડોદરામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત.

ભરતી વિશે માહિતી

વિભાગસ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર
કુલ જગ્યાઓ૨૨
અરજી પ્રકારઑનલાઇન+ ઓફલાઈન
વેબસાઈટsgsu.gujarat.gov in
ફોર્મ શરૂ થયા તારીખ6/3/2023
છેલ્લી તારીખ20/03/2023
ડોક્યુમેન્ટ પહોચાડવાની છેલ્લી તારીખ27/03/2023

વિવિધ જગ્યાઓ વિશે માહિતી

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી ડેસર, વડોદરા દ્વારા એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર 01/ 2023 દ્વારા નીચે મુજબની વિવિધ પોસ્ટ ધરાવતી જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

વિભાગડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિકલ એડ્યુકેશન
જગ્યાનું નામકુલ જગ્યાઓ
પ્રોફેસર૦૨
એસોસિયેટ પ્રોફેસર૦૩
આસિસ્ટન્ટ પ્રોફેસર૦૬
વિભાગડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનિંગ
પ્રોફેસર૦૧
એસોસિયેટ પ્રોફેસર૦૨
આસિસ્ટન્ટ પ્રોફેસર૦૨
વિભાગડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ
પ્રોફેસર૦૧
એસોસિયેટ પ્રોફેસર૦૨
આસિસ્ટન્ટ પ્રોફેસર૦૩
કુલ જગ્યાઓ૨૨

સદરહું જગ્યાની યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા વિદ્યાર્થીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ઓનલાઇન અરજી કરવાની તારીખ ૬/૦૩/૨૦૨૩ થી શરૂ થઈ ૨૦/૩/૨૦૨૩ રાત્રિના ૧૧:૫૯ કલાક સુધીની રહેશે.

ઓનલાઇન અરજી કર્યા બાદ તમામ પ્રમાણપત્રો અને ઓનલાઇન ફોર્મ સાથેની હાર્ડ કોપી, પ્રતિ રજીસ્ટાર સ્વર્ણિમ ગુજરાત પોસ્ટ યુનિવર્સિટીના નામે ઓનલાઈન એપ્લિકેશન પૂર્ણ થયા બાદ તરત જ અને મોડામાં મોડી 27/3/2023 સુધીમાં ઉપરોક્ત સરનામે મોકલવાની રહેશે.સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ કોઈપણ સંજોગોમાં ધ્યાને લેવામાં આવશે નહીં.તેમ જ અડધી અધૂરી વિગત વાળી અરજીઓ પણ અમાન્ય રહેશે.

પગાર ધોરણ (પે બેન્ડ લેવલ)

પ્રોફેસર પોસ્ટ માટેની ભરતી માટે પે બેન્ડ લેવલ ૩૭૪૦૦-૬૭૦૦૦ ગ્રેડ પે ૧૦૦૦૦, જ્યારે એસોસિયેટ પ્રોફેસર પોસ્ટ માટેની ભરતી માટે પે બેન્ડ લેવલ ૩૭૪૦૦-૬૭૦૦૦ અને ગ્રેડ પે ૯૦૦૦, જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર પોસ્ટ માટે પે બેન્ડ લેવલ ૧૫૬૦૦-૩૯૧૦૦ અને ગ્રેડ પે ૬૦૦૦

આ પણ વાંચો  નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં JRF ની જગ્યા પર આવી ભરતી, અરજી કરો ઓફલાઇન

નોટીફિકેશન

અરજી અંગેની નોટિફિકેશન તારીખ 03/03 2023 ના રોજ સંદેશ ન્યૂઝ પર જાહેર થયેલ છે. આ 22 ભરતીઓની જાહેરાત ધરાવતી નોટિફિકેશન તમે નીચેની ઈમેજ પરથી જોઈ શકો છો.

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર વડોદરામાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત.

ઑફિસિયલ વેબસાઈટ

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરા દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ આપેલી વેબસાઈટની મુલાકાત લઇ તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

ક્રમઑફિસિયલ વેબસાઈટ
1www.sgsu.gujarat.gov.in