સંતાનોના પ્રશ્નોમાં ચિંતા, પરંતુ વ્યવસાયમાં લાભ, જાણો આજે કઇ રાશિવાળાને ફાયદો-નુકસાન

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો.

આજનું પંચાંગ

15 06 2024 શનિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ નોમ, નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની સવારે 8:12 પછી હસ્ત, યોગ વ્યતિપાત, કરણ બાલવ બપોરે 1:18 પછી કૌલવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો આવક-જાવક સમાંતર રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)

સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો અને વ્યવસાયમાં સારો લાભ થશે.

મિથુન (ક.છ.ઘ.)

પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે.

કર્ક (ડ.હ.)

કર્ક રાશિના જાતકોને આર્થિક બાબતોમાં લાભ થશે તેમજ માનસિક ઉદ્વેગ અનુભવશો અને સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે.

સિંહ (મ.ટ.)

સિંહ રાશિના જાતકોને સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે અને અકારણ ચિંતા નુકસાન કરાવશે, પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે.

કન્યા (પ.ઠ.ણ.)

પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે અને દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે.

તુલા (ર.ત.)

આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો અને ભાગીદારીવાળા કામમાં સાચવવું.

વૃશ્ચિક (ન.ય.)

આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી, આપના કામમાં યશ મળશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)

વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે અને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે તેમજ પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે.

આ પણ વાંચો  મહેનત વધે અને ફળ ઓછું મળે, ધન બાબતે જણાશે પરેશાની, આ રાશિનાં જાતકોને નોકરીમાં પ્રમોશનની શક્યતા, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મકર (ખ.જ.)

આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે તેમજ કામના સ્થળે આનંદ મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

કુંભ રાશિના જાતકોને સકારાત્મક વિચારો લાભ કરાવશે તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે અને તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે તેમજ પરિવારનો સારો સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે, વિરોધીઓથી સાવધાની રાખવી

Leave a Comment