દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું પંખીના માળા જેવડું ગાંધવી ગામ, અને ત્યાંના કોયલા ડુંગર પર સાક્ષાત બિરાજમાન માં હર્ષદ માતાના પરચા અપરંપાર છે. તેઓ હર્ષદ, હર્ષત, હર્ષલ, સીકોતર અને વહાણવટી માતા તરીકે પણ ઓળખાય છે.આ પોસ્ટમાં ગાંધવિ ગામમાં આવેલમાં હરસિધ્ધિમાંનાં મંદિરની ઐતિહાસિક તમામ રોચક વાતો અહી આવરી લેવા પ્રયત્ન કર્યો છે. જેથી આ પોસ્ટ ને છેલ્લે સુધી વાચજો.

જગ પ્રસિદ્ધ માં હર્ષદ માતા કે હરસિદ્ધિમાંનું મંદિર પોરબંદરથી દ્વારકા તરફ જતા દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંઘવી ગામના પાદરે આવેલ કોયલા ડુંગર પર આવેલું છે. રોજ બરોજ હજારો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. અહીંનો દરિયાકિનારો પણ ખુબજ રમણીય છે. માતાજીના મંદિર સાથે વર્ષો જૂની લોક વાયકાઓ અને કથાઓ સંકળાયેલી છે.જેની અહી વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે.
શેઠ જગડુશાના ૭ વહાણ તાર્યા
૧૫૦૦ના સૈકાની આ વાત છે, કચ્છ જિલ્લાના ભદ્રેસર ગામના શેઠ જગડુશા નામનો વણિક તેમના સમગ્ર પરિવાર અને કુટુંબ સાથે કમાવવા માટે ગામ છોડીને નીકળ્યા, વર્ષો સુધી ધન દોલત કમાયા બાદ શેઠ જગડુશા પોતાની સમગ્ર કમાણી સાથે લઈ ૭ વહાણમાં 400 ગામની ખેપ કરી ફરી પરત ફરવાની તૈયારી કરે છે, પરંતુ કહેવત છે કે “કર્મે લખ્યા કિરતાર કોઈના છઠ્ઠીના ચૂકે નહિ, હુનર કરો હજાર એ આખર વેળાએ આડા પળે”. જેવું નસીબમાં લખેલ છે તેવું જ મળે.
હર્ષદનાં કિનારેથી નીકળતા તમામ વહાણનાં ખલાસીઓ તેમની સુખદાયક મુસાફરી માટે માતાજીને શ્રીફળ વધારી આગળ વધતા જેથી તેઓ હેમખેમ દરિયો ખેડી શકે. પરંતુ શેઠ જગડુશાએ અહી શ્રીફળ વધાર્યું નહિ કે નત મસ્તક પણ થયા નહિ. અને તેમનું વહાણ આગળ હંકાર્યું બરોબર મધ દરિયે તેમના જહાજ પહોંચ્યાં અને વાતાવરણ ચકડોળે ચડ્યું ચક્રવાત, અને તોફાન જોઈ જગડુશા પણ જહાજની એક છેડે બેસી રહ્યા. ખલાસીઓ પણ જહાજમાં ભરાયેલ પાણી બહાર કાઢવા લાગ્યા પણ જેટલું પાણી બહાર કાઢે એટલું જ પાણી ફરીથી અંદર પ્રવેશ કરે. ઍક પછી ઍક એમ જગડુશાનાં ૬ વહાણ દરિયામાં ડૂબી ગયા. જ્યાં જ્યાં નજર કરે ત્યાં બસ દરિયો જ હતો.જગડુશાની આખે પણ આંસુ આવી ગયા.જીવનના બધા દ્વાર બંધ થઈ ગયા હતા.પણ થોડી જ વારમાં જગડુશાની પત્નીને દૂરથી ઝાંખો એવો એક ડુંગર દેખાયો ,ત્યારે તેણે કહ્યું સ્વામિનાથ શું તમને પેલો ડુંગર અને ડેરી દેખાય છે.ત્યારે જગડુશાએ કહ્યું રાણી મને મોત સિવાય હવે બીજું કંઈ નથી દેખાતું.
ત્યારે જગડુશાની પત્નીએ કહ્યું કે તમને નાં દીઠું તો ઠીક પણ મને જે દેખાય તેની માનતા પર વિશ્વાસ રાખજો. જગડુશાએ હા પૂરતા તેમની પત્નીએ અને જગડુશાએ માતાજીને આહ્વાન કર્યું.ભકતોની પ્રાર્થના સાંભળી હર્ષદમાંએ જગડુશાનાં સાતેય વહાણ તાર્યા અને વહાણ દરિયા કિનારે લાવ્યા. જગડુશાએ એક પગે ઊભા રહી માતાજીનું આહ્વાન કર્યું, માતાજી પ્રસન્ન થયા માતાજીની અમીદ્રષ્ટિથી અને પરચાથી જગડુશાએ માતાજીને ડુંગર પરથી નીચે આવવા અને અહીથી નીકળતા દ્દરેક વહાણ પર તેમની અમીદૃષ્ટિ વરસાવી ભકતોની રક્ષા કરવા પ્રાથના કરી. ત્યારે માતાજીએ તેમને પગથિયે પગથિયે બલી ચઢાવવા કહ્યું.
જગડુશાએ ક્યારેય કોઈ અબોલ જીવ માર્યો ન હતો પરંતુ ટેક પૂરી કરવા દરેક પગથિયે અબોલજીવનાં મસ્તક ચડાવ્યા , તલવારના એકેએક ઝાટકે જગડુશા મસ્તક ચડાવતા જાય છે પરંતુ છેવટે કૈક અજુગતું જ બન્યું, પશુઓ પુરા થયા પણ હજુ પણ ત્રણ પગથિયાં બાકી રહ્યા, વાણિયાનો દીકરો ગણતરીમાં કાચો નાં પડે, પણ હવે આજુબાજુના વિસ્તારમાં પણ કોઈ અબોલ જીવ બચ્યું નહિ છેવટે જગડુશાની પત્નીએ કહ્યું સ્વમીનાથ હવે પાછા નાં ફરતા ભલે અમારો જીવ પણ આપવો પડે આમ, જગડુંશાએ પોતાની પત્ની અને પુત્રના માથા પણ બંન્ને પગથિયે ધરી દીધા, અને જ્યારે છેલ્લે પગથિયે જગડુશા પોતે પોતાનું માથું ધરવાની તૈયારી કરે છે, ત્યાજ માતાજી તેનો હાથ પકડી લે છે.

અને હરસિદ્ધિમાં પ્રસન્ન થયા.જગડુશા એ કહ્યું માં મારો હાથ મૂકી દો હવે મારી પાસે કશું નથી રહ્યું. મારી પત્ની અને પુત્ર તો હવે નથી હું જીવી ને પણ શું કરીશ, ત્યારે માતાજીએ કહ્યું , જગડુશા બધા અબોલ જીવના મસ્તક તેના ધડ સાથે ભેગા કરી દે તે સજીવન થઈ જશે અને જગડુશાએ પણ એમ જ કર્યું જેવા મસ્તક ધડ સાથે ભેગા કર્યા એવા તમામ જીવ ફરીથી સજીવન થયા.ત્યારથી માં હરસિદ્ધિ કોયલા ડુંગર પરથી નીચે ઉતર્ય અને નીચે જ બિરાજમાન થયા.તે બાદ માતાજીએ તેમેને વચન માંગવા કહ્યું ત્યારે જગડુશાએ તેમનો વંશ નિર્વંશ થાય તેવી પ્રાર્થના કરી.
સંખાશુર નામના રાક્ષસનો વધ કર્યો
બેટ દ્વારકા વિસ્તારમાં શંખાસુર નામના રાક્ષસનો ત્રાસ ખુબજ વધ્યો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કોયલા ડુંગર પર તેમના કુળદેવી માં હરસિદ્ધિનું આહ્વાન કર્યું. માં પ્રસન્ન થયા અને દ્વારકાના કિનારે કૃષ્ણ અને છપ્પન કોટી યાદવોએ માતાજીનું સ્મરણ કર્યું. યુદ્ધમાં શંખાસુર રાક્ષસનો વધ થયો. આમ આ છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગર પર માં હરસિદ્ધિનું સ્થાપન કર્યું. અને ત્યારથી માતાજી અહી બિરાજમાન થયા.
જાણો ગુજરાતમાં આવેલી 191 વર્ષ જૂની ઐતિહાસિક પ્રસાદીની બોરડીનું રહસ્ય, કે જેમાં એક પણ કાટો નથી
પ્રભાતસેન અને વિક્રમાદિત્ય
વર્ષો પહેલા પ્રભાતસેન નામના રાજા મિલનપુર નગરીમાં રાજ કરતાં( હાલનુ મિયાણી ). તેમને સાત પટરાણીઓ હતી. આ પટરાણીઓ રોજ-બરોજ માં હરસિધ્ધિની પૂજા અર્ચના કરતી. એક વાર આસોના નવરાત્રિના સમયે આ સાતે પટરણીઓ ગરબે રમે છે, માતા હરસિધ્ધિને સાક્ષાત ગરબે રમવા આવ્વાનું થયું અને કોયલા ડુંગર પરથી નીચે ઉતાર્યા અને સાતે પટરાણીઓ સાથે ગરબે રમવા લાગ્યા. રાજા તેમને ઓળખી શક્યા નહીં અને તેમના મનમાં વિચારો ચડ્યા જેથી તેઓ તેમની પાછળ પાછળ ગયા. જેથી હરસિદ્ધિમાં મા ક્રોધિત થયા અને રાજાને સજા આપીકે રોજ સવારે રાજાએ ઉકળતી કળાઈ માં પડવું અને માતાજી તેમને ફરીથી ઉગારશે. આમ રોજ સવારે રાજા ઉકળતી કળાઈમાં પડે અને માતાજી તેમને સજીવન કરે. રાજા અને તેમની રાણીઓ ખુબજ મૂંઝવણમાં મુકાયા.
આ સમયે પૂર્ણ પ્રતાપી વિક્રમ રાજાને મિલનપૂર આવવાનું થયું બંને ભાઈયો ભેટી પડ્યા, પ્રભાતસેને તેમને સમગ્ર હકીકત વર્ણવી જેથી રાજા વિક્રમાદિત્ય પોતે જ પ્રભાતસિંહ ચાવડા રાજાની જગ્યાએ ગયા અને ધગધગતિ કડાઈમાં પોતે જ જંપલાવ્યું તેમની આ ઉદાર ભક્તિ જોઈ માતાજીએ પ્રસન્ન થઈ તેમને ઉગાર્યા. રાજા વિક્રમાદિત્યએ તેમની પાસે ૨ વચન માંગ્યા એક તો પ્રભાતસેનને માફ કરો અને બીજું તેમને ઉજ્જૈન આવવા આમત્રંણ આપ્યું. માતાજી ઉજ્જૈન પણ આવવા તૈયાર થયા પરંતુ તેમણ કહ્યું કે તેઓ કૂવારીકા રૂપે રાજાની પાછળ પાછળ આવશે અને રાજાએ પાછું વાળીને જોવું નહીં કે શંકા કરવી નહીં .વિક્રમ રાજા રાજી થયા અને ત્યાંથી ચાલતા થયા. આગળ રાજા અને પાછળ માતાજી ચાલતા જાય છે. એક દિવસ રાજા બરોબર શિપ્રા નદીને કાંઠે પહોંચ્યા અને રાજાને થયું કે છેક ગાંધવીથી માતા તેમેની પાછળ આવે છે કે નહીં તે માટે પાછું વળીને જોયું. અને જોયું તો માતાજી તેમની પાછળ જ હતા માતાજી ત્યાથી એક પણ ડગલું ખસ્યાં નહીં અને ત્યાં જ મંદીર બંધાવા કહ્યું. અને ત્યારબાદ વિક્રમ રાજાએ ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર બંધાવ્યું.
વાચક મિત્રો જો તમને આ પોસ્ટ ગમી હોય તો તમારા સ્નેહીજનોને આ પોસ્ટ અવશ્ય શેર કરજો