ગુજરાતમાં ભાજપ ક્લીન સ્વીપ નહીં કરી શકે, 3 એક્ઝિટ પોલમાં 1 થી 2 બેઠકોના નુકસાનનું અનુમાન

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓનો ભાવી EVMમાં કેદ થઈ ગયો છે. ત્યારે ચૂંટણી મતદાનના પડઘા શાંત થતાંની સાથે ગુજરાત સહિત દેશની તમામ લોકસભા બેઠકને લઈ એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે. જે ઉમેદવારો અને કોની સરકાર બની રહી છે તે અંગે ભવિષ્યવાણી કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા યોજાઈ હતી. જેમાં રાજ્યની સુરત સિવાયની બાકી તમામ 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. તે પ્રમાણે ગુજરાતમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે.

જુઓ તમામ સર્વે શું કહે છે ?

ન્યૂઝ નેશનનો સર્વે શું કહે છે ?

ન્યૂઝ નેશનના સર્વે મુજબ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ભાજપના ખાતામાં જઈ શકે છે

આજ તકનો સર્વે શું કહે છે, ગુજરાતમાં કોને કેટલી બેઠક મળશે ?

  • NDA = 25-26
  • INDIA = 0-1
  • OTH = 0

ગુજરાતમાં કોને કેટલી બેઠક મળી શકે ? જાણો ABP સીવોટરનો સર્વે

  • NDA = 25-26
  • INDIA = 0-1
  • OTH = 0-0

INDIA TV એક્ઝિટ પોલ

ગુજરાતની કુલ 26 સીટમાંથી BJP તમામ 26 સીટ જીતી શકે છે.

આ પણ વાંચો  TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર, ફટાફટ એક ક્લિકમાં ચેક કરો રિઝલ્ટ

Leave a Comment