માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. 3 જુલાઇ 2024 થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
માનવ કલ્યાણ યોજના 2024
આમાં ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવી ૨૮ ટ્રેડમાં નાના પ્રકારના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને (Manav Kalyan Yojana 2024) શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે.
યોજનાની પાત્રતા
- ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
મળવા પાત્ર ટૂલકીટસના નામ
ક્રમ નં | ટુલકીટ્સનું નામ |
---|---|
૧ | કડીયાકામ |
ર | સેન્ટીંગ કામ |
૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૪ | મોચી કામ |
પ | ભરત કામ |
૬ | દરજી કામ |
૭ | કુંભારી કામ |
૮ | વિવિધ પ્રકારની ફેરી |
૯ | પ્લ્બર |
૧૦ | બ્યુટી પાર્લર |
૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ |
૧ર | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૩ | સુથારી કામ |
૧૪ | ધોબી કામ |
૧પ | સાવરણી સુપડા બનાવનાર |
૧૬ | દુધ-દહીં વેચનાર |
૧૭ | માછલી વેચનાર |
૧૮ | પાપડ બનાવટ |
૧૯ | અથાણાં બનાવટ |
ર૦ | ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ |
૨૧ | પંચર કીટ |
૨૨ | ફલોરમીલ |
૨૩ | મસાલા મીલ |
૨૪ | રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) |
૨૫ | મોબાઇલ રીપેરીંગ |
૨૬ | પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) |
૨૭ | હેર કટીંગ (વાળંદ કામ) |
માનવ કલ્યાણ યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો
માનવ કલ્યાણ યોજના માટે અરજી કરવા માટે, અરજદાર પાસે નીચેના દસ્તાવેજો હોવા આવશ્યક છે:
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસેંસ / લીઝ કરાર / ચૂંટણી કાર્ડ)
- અરજદારના જાતી નો દાખલો
- વાર્ષિક આવકનો દાખલો
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
માનવ કલ્યાણ યોજના 2024 માટે કેવી રીતે અરજી કરવી?
- સૌપ્રથમ તમારે સતાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
- ત્યાર બાદ તમારે તે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. For New Individual Registration પર ક્લિક કરવાનું રહેશે. તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
- રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારા ઇમેઇલ આઇડી પર id password આવી જશે અને પછી લોગીન કરવાનું રહેશે.
- લોગીન થયા બાદ તમારે બધી વિગતો ભરવાની રહેશે.
- બધી વિગતો ભર્યા બાદ તમારે ફોર્મ Submit કરવાનું રહેશે અને ત્યાર બાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.
મહત્વની લિંક
માનવ કલ્યાણ યોજના નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2024 માટેનું ફોર્મ (Offline) | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજના 2024 માટેનું ફોર્મ (Online) | અહીં ક્લિક કરો |
સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
Manav Kalyan Yojana 2024 – ટુલકીટ્સ | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજનાનો 2024 ઠરાવ – તા: ૧૨-૧-૨૦૧૬ | અહીં ક્લિક કરો |