મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના: નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નાં બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી છે. યોજનાનો હેતુ કોને મળશે આ યોજનાનો લાભ જેવી સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં આપણે ચર્ચા કરશું

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના
યોજનાનું નામ | મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના |
જાહેર થયા તારીખ | ૨૪/૨/૨૦૨૩ |
લાભાર્થીઓ | શ્રમયોગીઓ માટેની યોજના |
યોજનાનો હેતુ | શ્રમયોગીઓને તેમનાં કામના સ્થળથી નજીકમાં જ પાયાની સવલતો સાથે રહેણાંકની વ્યવસ્થા અને તેમને રૂપિયા ૫ નાં નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરવવાનો |
વેબસાઈટ | – |
ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનું નાણાકીય વર્ષ 2023 અને 2024 નું બજેટ તાજેતરમાં જ રજૂ થયું આ બજેટમાં ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કામ કરતા રોજમદારો,શ્રમિકો અને મજૂર વર્ગ જેવા શ્રમ યોગીઓ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના બહાર પાડી શ્રમિક બસેરા યોજના અંતર્ગત આ શ્રમયોગીઓને તેમનાં કામના સ્થળથી નજીકમાં જ પાયાની સવલતો સાથે રહેણાંકની વ્યવસ્થા અને તેમને રૂપિયા ૫ નાં નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાંવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત રાજ્યમાં સુદઢ રોડ નેટવર્ક સ્થાપિત કરવા માટે નાણામંત્રીશ્રી એ પરિક્રમા પથ યોજનાની પણ જાહેરાત કરી છે.
આ યોજનાનો વ્યાપ વધારતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રમિક યોજનાની સાથે સાથે અન્નપૂર્ણા યોજના નો વ્યાપ વધારી નવા 150 કેન્દ્રો શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાનો મુખ્ય હેતુ મજૂરી સાથે સંકળાયેલા આવા શ્રમિક અને શ્રમયોગી પરિવારોને તેમના કામના સ્થળોએ જ પાયાની સવલતો પહોંચાડવાનો હેતુ છે.