પરિક્રમા પથ યોજના : જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી.

વર્ષ ૨૦૨૩ ના નાણાકીય બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરી છે. વર્ષ 2023 ના બજેટમાં સમાવાયેલ આ યોજના વિશે આપણે આ પોસ્ટમાં સંપૂર્ણ માહિતી મેળવીશું.

પરિક્રમા પથ યોજના

પરિક્રમા પથ યોજના

યોજનાનું નામપરિક્રમા પથ યોજના
જાહેર તારીખ૨૪/૨/૨૦૨૩
યોજનાનો હેતુ.ગુજરાતના તમામ માર્ગોનું વ્યવસ્થિત અને સુદઢ નેટવર્ક બનાવવાનો છે
જોગવાઈબજેટ ૨૦૨૩ મુજબ

વર્ષ 2022 2023 ના નાણાકીય બજેટમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પરિક્રમા પથ યોજના ની જાહેરાત કરી છે. પરિક્રમા પથ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના તમામ માર્ગોનું નેટવર્ક વ્યવસ્થિત અને સુદઢ બનાવવાનો છે. પરિક્રમા પથ યોજના અંતર્ગત ગ્રામીણ રોડ સાથે રાજયના અન્ય બીજા રસ્તાઓ અને હાઇવેઓના આ સમગ્ર નેટવર્કને સુદઢ કરવાની ગુજરાત સરકારની આ યોજના છે. જે અંતર્ગત રાજ્યમાં પાંચ હાઈ સ્પીડ કોરિડોર પણ બનાવવામાં આવશે.

પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરતા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે. ગામો ગામ સુધી વિસ્તૃત રોડ નેટવર્ક રાજ્યના વિકાસને વિશેષ ગતિ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારને જોડતા અંદાજે ૬૩,૦૦૦ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલ છે. ગ્રામ્ય રોડ સાથે રાજ્યના બીજા રસ્તાઓ અને હાઇવે નેટવર્કનો આગામી પાંચ વર્ષમાં ગુણાત્મક વિસ્તાર કરવાનો સરકારે આયોજન કરેલ છે. રોડના નેટવર્ક ને વધારે સુદઢ કરવા માટે પાંચ હાઈ સ્પીડ કોરીડોર બનાવવામાં આવશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩ નાં બજેટમાં નાણાં મંત્રીશ્રીએ શ્રમયોગીઓ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની પણ જાહેરાત કરી છે.

આમ આગામી ત્રણ વર્ષમાં સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડતી પરિક્રમા પથ યોજનાની નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી હતી.