શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ 1800 થી 2 લાખ સુધી મળશે સહાયશ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમા ગુણાત્મક સુધારણા આવે અને હોંશીયાર અને ગરીબ વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે સારુ શિક્ષણ મેળવી શકે તે માટે અનેક સહાયકારી યોજનાઓ અમલમા છે. બાંધકામ ક્ષેત્રમા રોકાયેલા શ્રમીકોના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ સહાય યોજના અમલમા છે. આ યોજનામા ધોરણ 1 થી માંડીને માસ્ટર ડીગ્રી અને એમ.બી.બી.એસ. જેવા કોર્સ માટે સહાય આપવામા આવે છે.

શિક્ષણ સહાય યોજના 2024

બાંધકામ વ્‍યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્‍ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા – ૩૦ વર્ષ)

શિક્ષણ સહાય યોજના 2024 – હાઈલાઈટ્સ

યોજનાનુ નામશિક્ષણ સહાય યોજના 2024
લાભાર્થી જૂથબાંધકામ શ્રમીકોના બાળકો
મળતી સહાયરૂ. 1800 થી 2 લાખ સુધીની સહાય
અમલીકરણગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
ફોર્મ ક્યાથી મળશે ?ઓનલાઇન
ઓફીસીયલ સાઇટsanman.gujarat.gov.in

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સાક્ષરતા દર વધી રહ્યો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષો થી ઘટાડો નોંધાયો છે. રાજ્યના બાંધકમ ક્ષેત્રે કામ કરતા શ્રમિક પરિવારના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે અને સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઇ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં કુલ ૨,૮૦,૯૦૬ લાભાર્થી બાળકોને રૂ. ૧૫૯.૬૩ કરોડથી વધુની સહાય ચૂકવવામા આવી છે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના

બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ વિવિધ ધોરણ મુજબ નીચે મુજબ સહાય આપવામા આવે છે.

 • ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૧૮૦૦ ની શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
 • ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ. ૨૪૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
 • ધોરણ ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને રૂ. ૮૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
 • ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને રૂ. ૧૦,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
 • આ ઉપરાંત ધોરણ ૧૨ પછીના બી.એ, બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., બી.સી.એ., એલ.એલ.બી. જેવા સરકાર માન્ય કે સ્વ નિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ રૂ. ૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.
 • સ્નાતક પછીના ઉચ્ચ શિક્ષણ માટે કરવામા આવતા કોર્સ જેવા કે એમ.એ., એમ.કોમ., એમ.એસ.સી., એમ.એસ.ડબ્લયુ. અને એમ.એલ.ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે રૂ. ૧૫,૦૦૦ મળે છે.
 • એમ.સી.એ. અને એમ.બી.એ. જેવા કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
 • ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે પણ રૂ. ૨૫,૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
 • એમ.બી.બી.એસ., એમ.ડી. અને ડેન્ટલ જેવા મેડીકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ માટે લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૨,૦૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર છે.
 • ફાર્મસી, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સિંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, આર્કીટેકચર, ઈજનેરી અને ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લઘુત્તમ રૂ. ૨૫,૦૦૦ અને મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો  PMJAY: Ayushman Bharat Yojana 2023(આયુષ્માન ભારત યોજના) : આયુષ્માન કાર્ડ ઓનલાઇન રજીસ્ટ્રેશન,પાત્રતા માપદંડ,હોસ્પિટલ યાદી વિશે સંપૂર્ણ માહિતી

શિક્ષણ સહાય યોજના ઓનલાઇન ફોર્મ

 • સૌ પ્રથમ આ માટેની ઓફીસીયલ વેબસાઇટ sanman.gujarat.gov.in ઓપન કરવાની રહેશે.
 • સૌપ્રથમ આ વેબસાઇટ પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તમને આઈડી પાસવર્ડ ક્રીએટ કરવાના હોય છે..
 • રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછવામા આવશે તે યોગ્ય રીતે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગીન કરો.
 • ત્યારબાદ તમારે શિક્ષણ સહાય/ પી.એચ.ડી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો હશે તે વાંચી ને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ Apply બટન પર ક્લિક કરો.
 • પછી તમારે Personal Details સબમીટ કરવાની રહેશે જેમાં શ્રમિક ઓળખ કાર્ડ ની વિગતો, વિદ્યાર્થી ની માહિતી અને સરનામું લખવાનું હોય છે. અને ત્યારબાદ Save બટન ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
 • હવે તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને અરજી નંબર મળ્યા હશે એ સાચવી ને ક્યાય નોંધી લો અને તેની મદદ થી તમે તમારી અરજી ની નુ સ્ટેટસ ચેક કરી શકો છો.

મહત્વની લિંક

Shikshan Sahay Yojna 2023 ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો

2 thoughts on “શ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ 1800 થી 2 લાખ સુધી મળશે સહાયશ્રમયોગી શિક્ષણ સહાય હેઠળ”

Leave a Comment