Ujjwala Yojana : 9.59 કરોડ લોકોને થશે સીધો ફાયદો , ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે કરી જાહેરાત

Pradhan Mantri Ujjwala Yojana : કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટની આર્થિક બાબતોની સમિતિએ PMUY યોજનાના લાભાર્થીઓને પ્રતિ ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા ૨૦૦ સબસિડી ૧ વર્ષ સુધી વધારવાને મંજૂરી આપવામાં આવી છે.

Ujjwala Yojana : 9.59 કરોડ લોકોને થશે સીધો ફાયદો , ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે કરી જાહેરાત
Ujjwala Yojana : 9.59 કરોડ લોકોને થશે સીધો ફાયદો , ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે કરી જાહેરાત

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત 9.6 કરોડ જેટલા લાભાર્થીઓને મોદી સરકારે ખૂબ જ મોટી ભેટ આપી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે pradhanmantri Ujjwala Yojana અંતર્ગત 200 રૂપિયા પ્રતિ એલપીજી સિલિન્ડર ગેસ સબસીડી એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે. આ સબસીડી ફરીથી વધારવાનું એક માત્ર કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવમાં વધારો થવાના કારણે ઠરાવવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના: મહિલાઓને મળશે ૧ લાખ સુધીની લોન સહાય,જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

સુચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકોરે આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે કેબિનેટ કક્ષાની આર્થિક બાબતોની સમિતિએ 200 રૂપિયા પ્રતિ ગેસ સિલિન્ડરની આ સબસીડી ને મંજૂરી આપી છે.આ સબસીડીને કારણે ભારતના લગભગ 9.6 કરોડ પરિવારને થશે.
આ સબસીડી દર વર્ષે ૧૪.૨ કિલો ના 12 એલપીજી ગેસ સિલિન્ડરમાં દેવામાં આવશે. એક માર્ચ 2023 ની સ્થિતિ કુલ 9.59 કરોડ જેટલી લાભાર્થીઓ પીએમયુવાય યોજનાઓ લાભ લઇ રહ્યા છે. જે માટે વર્ષ 2022-23 માં કુલ 6,100 કરોડ રૂપિયા અને 23-24માં 7680 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Pradhan Mantri Ujjwala Yojana | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વીશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે PMUY યોજનાના લાભાર્થીઓને આ સબસીડીનો લાભ સીધા તેમના બેંક ખાતામાં જ જમા કરી દેવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એલપીજી ઉત્પાદનના ભાવના વધારાના કારણે ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને આ ઊંચા લાભથી બચાવવા માટે આ યોજનાની સમય મર્યાદા ફરીથી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત એલપીજીના વધારે પડતો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પણ સબસીડી આપવામાં આવે છે.

આ પણ વાંચો  પ્રધાનમંત્રી આવાસ યોજના 2024: કેવી રીતે અરજી કરવી, ડૉક્યુમેન્ટ શું જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું? તમામ માહિતી માટે અહી ક્લિક કરો

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત આ યોજનાના વપરાશકર્યાઓની સરેરાશ એલપીજી ગેસની ખપત વર્ષ 2019 -20 માં ત્રણ ગેસ સિલિન્ડર રિફિલ જેટલી હતી. જે વર્ષ 2021 -22 માં 3.68 સુધી પહોંચી ગઈ હતી, જે ૨૦ ટકાનો નોંધપાત્ર વધારો બતાવે છે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને ખોરાક પકાવવા માટે સ્વચ્છ ઇંધણ પૂરતું પાડવાનો છે.