હવે કઈ તરફ જશે શેર બજાર? 30 દિવસમાં 8000 અંક ચડયો સેન્સેક્સ! જાણો એક્સપર્ટનું શું કહેવું છે?

લોકસભા ચૂંટણીના પરિણામો એક મહિના પહેલા 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે શેરબજાર તૂટયું હતું અને ત્યારથી કરીને અત્યાર સુધી એક મહિનામાં સેન્સેક્સમાં લગભગ 8000 પોઈન્ટનો વધારો થયો છે.

ભારતીય શેરબજાર આ દિવસોમાં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરી રહ્યું છે. ગયા બુધવાર, 3 જુલાઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના મુખ્ય સૂચકાંક સેન્સેક્સે પ્રથમ વખત 80,000 નો ઐતિહાસિક આંકડો પાર કર્યો છે. આ સાથે જ માત્ર એક મહિનામાં સેન્સેક્સમાં 8,000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

લોકસભા ચૂંટણીના પરિણામો એક મહિના પહેલા એટલે કે 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે શેરબજાર તૂટયું હતું અને સેન્સેક્સ 6000 પોઈન્ટ્સથી વધુ ઘટીને 72000 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

ત્યારથી કરીને અત્યાર સુધી ફક્ત એક મહિનામાં સેન્સેક્સમાં લગભગ 8314 પોઈન્ટનો વધારો થયો છે. આ સાથે જ બીજી રીતે જોવા જઈએ તો વાર્ષિક ધોરણે સેન્સેક્સ લગભગ 11 ટકા અને નિફ્ટીમાં લગભગ 12 ટકા વધારો થયો છે.

એક્સપર્ટર્સનું કહેવું છે કે શેરમાર્કેટમાં ચૂંટણીના પરિણામ પછી ઘણો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીના ઘણા કારણો છે. મજબૂત આર્થિક સુધારાની અપેક્ષાઓ અને વૈશ્વિક બજારની સારી સ્થિતિ, તેમજ તમામ ક્ષેત્રોમાં સ્થાનિક રોકાણકારો દ્વારા વધતી ભાગીદારીથી બજારમાં તેજી આવી છે.

સાથે જ ઘણા નિષ્ણાતોના મત અનુસાર અત્યારની બજારની સ્થિતિ થોડી ચિંતિત છે. મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટના વેલ્યુએશન પરપોટાની જેમ દેખાય છે, જે સાવધાનીનો સંકેત આપે છે. નિષ્ણાતોના મતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો અને કેન્દ્રીય બજેટ બજારની દિશા નક્કી કરશે. આનાથી એ પણ ખબર પડશે કે શું બજાર હવે મજબૂત બન્યું છે કે ફરી તૂટી શકે છે.

સેન્સેક્સ જાન્યુઆરી 1986માં શરૂ થયો હતો, જેને 10,000ના સ્તરે પહોંચવામાં વીસ વર્ષ લાગ્યા હતા. 6 ફેબ્રુઆરી, 2006ના રોજ ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે પ્રથમ વખત 10,000ની સપાટી વટાવી હતી. પરંતુ એક વર્ષ પસાર થાય તે પહેલાં જ, 5 નવેમ્બર, 2007ના રોજ ઈન્ડેક્સે 20,000ની સપાટી વટાવી દીધી હતી અને 5 જુલાઈ, 2019ના રોજ ઈન્ટ્રાડે ટ્રેડ દરમિયાન 40,000ના સ્તરને વટાવી ગઈ હતી. સેન્સેક્સને 40,000 થી 80,000 સુધી પહોંચવામાં પાંચ વર્ષ લાગ્યા છે.

આ પણ વાંચો  માત્ર ૩૦ રુપિયાનો આ સરકારી કંપનિનો શેર ૨૦ દિવસમા ૧૨૦ સુધી પહોચયો , રોકાણકારોને કરી દિધા માલામાલ

Leave a Comment