તમારા સ્માર્ટફોનની કોઇ જાસુસી તો નથી કરી રહ્યું ને ? આ રીતે ચેક કરો

Smartphone: શું તમારા સ્માર્ટફોનની કોઈ જાસુસી તો નથી કરી રહ્યું ને ? Android સ્માર્ટફોન ઉપયોગકર્તા માટે આ પોસ્ટમાં વિવિધ ૬ એવી ટ્રિક્સ બતાવવામાં આવેલ છે જેના પરથી તમને ખબર પડી જશે કે ખરેખર કોઈ વ્યક્તિ તમારા સ્માર્ટફોનની જાસુસી કરે છે કે નહિ.

તમારા સ્માર્ટફોનની કોઇ જાસુસી તો નથી કરી રહ્યું ને ? આ રીતે ચેક કરો

ભારતમાં ૯૦ કરોડથી વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ રોજ બરોજ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આજના આ ફાસ્ટ સમયમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન કાયમી જીવનનો એક ભાગ બની ગયું છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટે સામાન્ય માણસની ઘણી બધી જરૂરિયાતો અને સુવિધાઓ ખૂબ જ સરળ કરી દીધી છે. પરંતુ સમય જતા જતા આ જ સરળ સુવિધાઓ અપાવતા સ્માર્ટફોન ક્યારેક ક્યારેક જોખમ રૂપ પણ બને છે. વિવિધ હેકર્સ દ્વારા કે જાસૂસો દ્વારા ઘણી બધી વેબસાઈટ કે ફોન હેકિંગ કે જાસૂસી સુધીના ઘણા બધા કિસ્સાઓ નજરે જોવા મળ્યા છે. પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં ઇન્ટરનેટ વપરાશ કરતા લોકોને ખબર નથી હોતી કે આવી રીતે જાસૂસી થઈ રહેલ સ્માર્ટફોનની ઓળખ કઈ રીતે કરવી? આ પોસ્ટમાં અમે વિવિધ છ એવી ટ્રિક્સ તમારી સમક્ષ રજુ કરશું જેના દ્વારા તમને થોડા ઘણા સંકેતો મળશે કે ખરેખર શું તમારા સ્માર્ટફોનમાં કોઈ જાસુસી કરી રહ્યું છે કે નહીં

અજાણી એપ્લિકેશન

ઘણીવાર એવું પણ થતું હોય છે કે રોજબરોજ તમે ઘણી બધી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોવ છો અને તેને બાદમાં અનઇન્સ્ટોલ પણ કરતા હોવ છો. પરંતુ ક્યારેક ક્યારેક અજાણી વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરેલ આ એપ્લિકેશન ઘણી જોખમી નીવડે છે. જાસુસી કરવા માટે બનેલી આવી વિવિધ કંટ્રોલ એપ્લિકેશન તમારા દેટાનો દૂર ઉપયોગ કરે છે. આવા સમયે તમારી ગેલેરીમાં જઈ જેટલી પણ એપ્લિકેશનનો ઇન્સ્ટોલ થયેલી છે તેમાંથી તમારા ધ્યાન બહારની જો કોઈ એપ્લિકેશન ડાઉનલોડ થયેલી હોય તો તેને તરત જ રીમુવ કરી દેવી જોઈએ. અથવા તો આવી એપ્લિકેશનો શોધવા માટે તમે નેટ નેની, કેસ્પર સ્કાઈ સેફ કિડ્સ કે નોર્ટન ફેમિલીનો ઉપયોગ કરી શકો છો.

કાર્ય ક્ષમતામાં ઘટાડો

ઘણીવાર વધારે જગ્યાઓ રોકતી એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી પણ ફોનની કાર્યક્ષમતામાં ઘટાડો થતો હોય છે. પરંતુ જો આવી કોઈ એપ્લિકેશનો કે મેમરી રોકાઈ તેવી કોઈપણ પ્રવૃત્તિઓ તમારા દ્વારા કરવામાં આવેલ ન હોય અને અચાનક જ ફોનની કાર્યક્ષમતામાં ઘટાડો થતો જોવા મળે તો તમારે સાવધ થવાની જરૂર છે. કારણ કે તમારા ફોનમાં રહેલ જાસુસી સ્પાઈવેર સતત તમારો ડેટા એકત્રિત કરતો હોય છે. જે ફોનની પુષ્ઠ ભૂમિમાં સતત કાર્યરત રહી ફોનની કાર્યક્ષમતા ઘટાડી દે છે.

આ પણ વાંચો  જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો, એક જ મિનિટમાં

બેટરી જલ્દીથી ખતમ થવી

સામાન્યતઃ મોટી એપ્લિકેશન વધારે પડતી બેટરીનો ઉપયોગ કરતી હોય છે. અને સમયાંતરેતો બેટરીઓ બગડતી જ હોય છે. પરંતુ જો તમે તમારા એપ્લિકેશન, ફોન, તેમજ બેટરીના વપરાશના પરફોર્મન્સને ચેક કરતા અચાનક જ કોઈ વધારે ઝડપથી બેટરીના પરફોર્મન્સમાં મોટો ઘટાડો દેખાય એનું કારણ સપાઈવેર હોઈ શકે. જેને આસાનીથી શોધવું મુશ્કેલ બને છે કારણ કે ઘણી બધી એપ્લિકેશનોની પાવર જરૂરિયાત એટલી બધી વધારે હોય છે કે જે ક્યારેક ક્યારેક આપણે પણ આશ્ચર્યચકિત કરી દે છે.

ફોન ગરમ થવો

ફોનના વપરાશ સમયે, એપ્લિકેશનોના ઉપયોગ સમયે કે લાંબી વાતચીત દરમિયાન કે પછી ચાર્જીંગ દરમ્યાન,કે કોઈ ટેકનિકલ ખામી ને કારણે ફોર્મ ગરમ થવો એ સામાન્ય બાબત છે. પરંતુ ફોનના વપરાશ વગર જો ફોન ગરમ થવા લાગે તો તે ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા સ્પાઈવેર હોવાના સ્પષ્ટ સંકેત આપે છે.

ડેટા વપરાશ

સામાન્યત: ઘણીવાર તમારા ફોનના બેગ્રાઉન્ડમાં ઘણી બધી એપ્લિકેશનનો ચાલતી હોય છ.જે તમારી જાણ બહાર જ તમારા ઇન્ટરનેટના ડેટાનો ઉપયોગ કરતી હોય છે.જેમકે whatsapp, instagram, facebook જેવી એપ્લિકેશન. પરંતુ જો આવી એપ્લિકેશનનો ઉપયોગ ન થતો હોય અને છતાં પણ ખૂબ જ વધારે ડેટાનો વપરાશ થતો હોય તો ચોક્કસપણે તમારા ફોનમાં આ સ્પાઇવેર હોવાની શક્યતાઓ રહેલી છે. કારણકે આ સ્પાઇવેરને માહિતીઓને એકત્રિત કરી મોકલવા માટે ઘણા બધા ડેટાની જરૂર પડતી હોય છેતમે આ ડેટા ના વપરાશ ને મોબાઈલ ડેટા વપરાશની મદદથી કમ્પેરીઝન કરીને પણ માહિતી જાણી શકો.

ફોન સ્વીચ ઓફ અને સ્વિચ ઓન કરવામાં તકલીફ પડવી

ઘણીવાર ફોન હેકર્સ ફોનને સ્વીચ ઓફ કે સ્વીચ ઓન કરવાની પ્રક્રિયાને ખૂબ જ ચેલેન્જ બનાવી શકે છે. ઘણીવાર આ જાસુસી કરતા સોફ્ટવેર તમારો ફોન સતત કાર્યરત રહે તે પ્રકારનું વર્તન ઈચ્છતા હોય છે જેથી તેઓ તેનો સતત ઉપયોગ કરી શકે. જો તમે તમારા ઉપકરણોને સરળતાથી બંધ કે ચાલુ ન કરી શકો અથવા તેમાં હર વખતે તકલીફ પડતી હોય તો તમારે સાવધ રહેવાની જરૂર છે.

આ પણ વાંચો  D2M Networking: વગર ઈન્ટરનેટે પણ મોબાઈલમાં જોઈ શકાશે પીકચર, નવી સિસ્ટમ માટેનો પ્લાન તૈયાર

બ્રાઉઝર સર્ચ હિસ્ટ્રી ચેક કરવી

તમારા વેબ બ્રાઉઝરમાં જો તમે કોઈ માહિતી સર્ચ કરેલ ન હોય તેવી માહિતી વેબ હિસ્ટ્રી બ્રાઉઝરમાં જોવા મળે તો તે બ્રાઉઝર નો ઉપયોગ તમારા સિવાય કોઈ અન્ય દ્વારા થયેલ હોય તેમ માની શકાય જે જાસુસી કરીને તમારી અંગત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય

ઉપરોક્ત તમામ માહિતીઓ ખૂબ જ સાદી અને સરળ છે જેનાથી તમે તમારા ફોનમાં થઈ રહેલી જાસુસીઓને ઓળખી કે પારખી શકો છો. પરંતુ ઘણી બધી વસ્તુઓ એવી છે કે સામાન્યતઃ તમને ખબર પણ ન પડે જેમકે બેટરીનું પર્ફોર્મન્સ મોબાઈલ નો ડેટા યુઝ જેવી વસ્તુઓ સરખામણી કરવી ખૂબ જ અઘરી છે. તેમ છતાં તમે તમારા ફોનની રોજબરોજની પર્ફોમન્સ અને ક્ષમતાઓથી જો વાકેફ હોય તો ખૂબ જ આસાનીથી તમે આવી રોજિંદી ન બનતી એક્ટિવિટી વિશે માહિતગાર થઈ શકો.

Itel pad one : 6000mah ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે ipad જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ

જાસૂસી સ્પાઇવેરથી કઈ રીતે બચવું

સ્પાઈવેર ટુલનો ઉપયોગ કરવો

આ પ્રકારના જાસૂસી સ્પાઈવેરથી બચવા માટે માર્કેટમાં ઘણા બધા સ્પાઇવેર રિમૂવેલ ટુલ્સ સરળતાથી મળી રહે છે જે તમારી ડિવાઇસ કે ફોનને આસાનીથી સ્કેન કરી તમારા ફોનમાં રહેલા સ્પાઈવેરને ઓળખી તેને તરત જ રીમુવ કરી શકે. પરંતુ તેમાં પણ નામચીન કંપનીઓના સ્પાઇવેર રીમુવલ ટૂલનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઓ. એસ. અપડેટ્સ કરવી

ઘણીવાર તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાથી મોટાભાગના સ્પાઇવેર દૂર થતા હોય છે. પરંતુ તેની કોઈ ચોક્કસ ખાતરી નથી કે આ પ્રકારના સ્પાઈવેર ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવાથી રીમુવ થઈ શકે.

અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ટાલો

google play store એ દુનિયાનું સૌથી સેફ અને સરળ એપ્લિકેશન સ્ટોર સોફ્ટવેર છે. તમારા ફોનમાં ઇન્સ્ટોલ થતી દરેક એપ્લિકેશન google play store પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ અને ડાઉનલોડ થયા બાદ તેને play store પરથી જ અપડેટ કરવી જોઈએ. Google play store પરથી ડાઉનલોડ થયેલી એપ્લિકેશન મોટાભાગે સેફ હોય છે.

આ પણ વાંચો  એક તરફ ફોન ચાર્જ થશે, બીજી બાજુ બેંક ખાતું ખાલી થશે, ભૂલથી પણ ન કરો આ ભૂલ

અજાણ્યા પ્લેટફોર્મ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો

મોટાભાગના સ્પાઇવેર, અને વાયરસિસ એ અજાણ્યા પ્લેટફોર્મ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવાને કારણે જ આવતા હોય છે. જેમાં હેકર્સ આ પ્રકારની એપ્લિકેશનમાં માલવેર અને સ્પાઇવેરનો ઉપયોગ કરી તમારા ફોનની જાસૂસી કરી શકે અને હેક પણ કરી શકે છે. મોટાભાગના લોકો ઈન્ટરનેટ પર સરળતાથી મળતાં ક્રેક વર્ઝન ડાઉનલોડ કરવાની ચક્કરમાં આ પ્રકારની એપ્લિકેશનનો ડાઉનલોડ કરી બેસે છે જે ડાઉનલોડ થયા બાદ સમગ્ર સિસ્ટમને જ હેક કરી દે છે.

તમારા ફોનને ફેક્ટરી રીસેટ કરો

ફોનમાં રહેલ જરૂરી વસ્તુઓનું બેકઅપ લીધા બાદ સમયાંતરે ફોનનું ફેક્ટરી રીસેટ કરવું જેનાથી તમારા ફોનમાં રહેલો તમામ બિન જરૂરી ડેટા અને સાથે સ્પાઈવેર પણ દૂર થશે.

આ ઉપયોગી માહિતી અને ટ્રીકસ તમારા મિત્રોને પણ શેર કરો.