આધાર કાર્ડ ની પાનકાર્ડ સાથે લીંક કરાવવું એ હાલના તબક્કે ખૂબ જ અગત્યનું બની ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ વિવિધ પેનલ્ટીઓની પણ જોગવાઈ કરવામાં આવેલ છે. તમારી સાથે પણ આવું ના થાય તે માટે અમે આ પોસ્ટમાં પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું

Link Pan card With Aadhar card
પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જો તમારી પાસે લેપટોપ હોય તો તમે ખૂબ જ આ પ્રક્રિયા લેપટોપમાં કરી શકો છો તમારે બેન્ક કે જવાની જરૂર રહેતી નથી. આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા હવે આપણે નીચે મુજબ જોશું.
૧) તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લીંક કરવા માટે સૌપ્રથમ www.incometax.gov.in/IEC/foportal વેબસાઈટની મુલાકાત લેવી.

૨) ત્યારબાદ ક્વિક લિંક્સ પર આપેલ લિંક આધાર પર ક્લિક કરો.

૩) લિંક આધાર પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે જે બાદ તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ ની ડિટેલ એડ કરવાની રહેશે.

પાનકાર્ડ અને આધાર કાર્ડ ની ડિટેલ્સ એડ કર્યા બાદ નીચે આપેલ વેલિડેટ બટન પર ક્લિક કરો. જેથી આધાર કાર્ડ સાથે જોડાયેલ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કર્યા બાદ તમારી આધાર કાર્ડની પાનકાર્ડ સાથેની લીન્કિંગની પ્રક્રિયા પૂર્ણ થશે.

આધારકાર્ડ પાનકાર્ડ સાથે પહેલેથી જ લિંક થયેલું હશે તો તમારું પાનકાર્ડ એ આધાર કાર્ડ સાથે પહેલી જ પહેલેથી જ લિંક છે તેઓ મેસેજ શો થશે.
તમારા સ્માર્ટફોનની કોઇ જાસુસી તો નથી કરી રહ્યું ને ? આ રીતે ચેક કરો
પણ કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ
હાલ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૩ નક્કી કરવામાં આવેલ છે.આ સમય મર્યાદામાં જો આધારકાર્ડ સાથે પાન કાર્ડ લીંક કરવામાં નહિ આવે તો પેનલ્ટીની જોગવાઈ રાખવામા આવેલ છે.
પેનલ્ટી
જો તમે ૩૧ માર્ચ પહેલા તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરવામાં નિષ્ફળ જશો તો તમને ૧૦૦૦/ રૂપિયા સુધીની દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.