Nokia logo change : મોબાઈલ ફોન બનાવતી દિગ્ગજ, નોકિયા કંપનીએ તાજેતરમાં જ તેમની કંપનીનો લોગો ચેન્જ કર્યો હતો.Nokiaના નવા લોગોમાં જાંબલી અને આછા ગ્રીન કલરના ઓપ્ટિકલ ફાઇબર જેવા તાંતણા ઉપર નોકિયા લખેલું જોઈ શકાય છે.

એક સમયે મોબાઇલ માર્કેટ જગતમાં પોતાનો સિક્કો જમાવનાર, અને હરીફોને થાકાવી દેનાર nokia કંપનીના મોબાઈલ માર્કેટમાં હાલ બેહાલ છે.ફિનલેન્ડમાં સ્થપાયેલી Nokia કંપની વર્ષ 2000ની સાલની આસપાસ સમગ્ર વિશ્વમાં મોબાઇલ ક્ષેત્રે નંબર વન કંપની હતી. માર્કેટમાં તેમનું એકહથુંશાસન હતું.લોકોનો નોકિયાના ફોન પર એટલો ટ્રસ્ટ હતો કે અન્ય મોબાઇલ બનાવતી કંપનીઓ આ સમયગાળા દરમિયાન માત્ર સર્વાઈવ કરી રહી હતી. પરંતુ સમય સાથે બદલાવ ના કરી શકવાના અભાવે અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ ના અપનાવવાને કારણે લોકોએ પણ સમય જતા નોકિયા ને નો કહી દીધું હતું.

ત્યારબાદ વર્ષ 2014માં માઈક્રોસોફ્ટ કંપનીએ નોકિયાનો મોબાઈલ બિઝનેસ હસ્તગત કર્યો હતો. તે બાદ પણ હજુ સુધી આ કંપની પોતાનો ફરીથી સિક્કો જમાવવા માટે મજબૂત બની નથી.
ટેલિકોમ સંશાધન બીઝનેસ તરફ પ્રયાણ
Nokia કંપનીએ તાજેતરમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેઓ હવે ટેલિકોમ સંસાધન ઉદ્યોગમાં પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે યોજના બનાવી રહી છે. લગભગ છ દાયકાના ઇતિહાસમાં પ્રથમ વખત તેઓ પોતાના બિઝનેસ બ્રાન્ડિંગની અલગ જ ઓળખ આપવા જઈ રહી છે.નોંધનીય છે કે Nokia બ્રાન્ડેડ ફોન હજુ પણ એચ એમ ડી દ્વારા વેચવામાં આવે છે.વર્ષ 2014માં માઈક્રોસોફ્ટ કંપની જ્યારે આ નામનો ઉપયોગ કરવાનું બંધ કર્યું. ત્યારબાદ થી તેઓને લાઇસન્સ મળ્યું હતું.
નોકિયા ના સીઇઓ લેન્ડમાર્કે જણાવ્યું હતું કે મોટાભાગના લોકોના મગજમાં હજુ પણ એમ જ છે કે નોકિયા એક સ્માર્ટફોન બ્રાન્ડ બનાવતી કંપની છે. પરંતુ nokia વિશે એ તદ્દન સાચું નથી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ એક અલગ બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહ્યા છે,જે નેટવર્ક અને ટેલિકોમ ક્ષેત્રે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે મોબાઇલ ફોનથી સંપૂર્ણપણે અલગ જ છે. લેન્ડમાર્ક જણાવ્યું હતું કે nokia કંપની નેટવર્ક સાધનો સાથે વાયરલેસ સેવા પ્રદાતાઓને સેવા આપતી કંપનીના વ્યવસાયમાં પોતાનો હિસ્સો ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
નોકિયા logo બ્રાન્ડિંગમાં ધરખમ ફેરફાર
તાજેતરમાં જ નોકિયા કંપનીએ અપડેટ કરેલા નવા લોગોમાં પાંચ અલગ અલગ આકારોનો ઉપયોગ કરી nokia શબ્દ રચવામાં આવ્યું હતું. શરૂઆતમાં વાદળી રંગથી વિપરીત નવા લોગોમાં વિવિધ રંગોનો સમાવેશ કરવામાં આવેલ છે.
નોકિયાના CEO લેન્ડમાર્ક જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં સ્માર્ટફોન બનાવતી કંપની નોકિયા હવે એક બિઝનેસ ટેકનોલોજી કંપની છે. Nokia કંપની સ્માર્ટફોનની જગ્યાએ સર્વિસ પ્રોવાઇડર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય શાધી ને બેઠી છે. જ્યાં તેઓ ટેલિકોમ કંપનીઓને વિવિધ સંસાધનો વેચવાનું કામ કરશે.

ગત વર્ષે નોકિયા કંપનીએ એન્ટરપ્રાઇઝ બિઝનેસમાં 21 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. મોટાભાગે ઉત્પાદન ક્ષેત્રે ગ્રાહકોને ખાનગી 5G નેટવર્ક અને ઓટોમેટેડ ફેક્ટરીઓ માટે ગિયર્સ વેચવા માટે મુખ્ય ટેક્નોલોજી કંપનીઓ ટેલિકોમ ગિયર ઉત્પાદકો જેમ કે નોકિયા સાથે ભાગીદારી કરી રહી છે.
નોકિયા તેના વિવિધ વ્યવસાયોના વિકાસના માર્ગની સમીક્ષા કરવાની અને વિનિવેશ સહિતના વિકલ્પો પર વિચાર કરવાની યોજના ધરાવે છે.
“સિગ્નલ ખૂબ જ સ્પષ્ટ છે. અમે ફક્ત એવા વ્યવસાયોમાં રહેવા માંગીએ છીએ જ્યાં આપણે વૈશ્વિક નેતૃત્વ જોઈ શકીએ,” લંડમાર્કે કહ્યું.
વધુમાં લેન્ડમાર્કે જણાવ્યું હતું કે ,નોકિયાનું ફેક્ટરી ઓટોમેશન અને ડેટાસેન્ટર તરફનું પગલું તેમને માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ ટક્કર મારતા પણ જોશે.”ત્યાં બહુવિધ વિવિધ પ્રકારના કિસ્સાઓ હશે, કેટલીકવાર તેઓ અમારા ભાગીદારો હશે તો ક્યારેક તેઓ અમારા ગ્રાહકો બની શકે છે.તો ક્યારેક તેઓ હરીફો હશે.” ટેલિકોમ સંશાધનો વેચવા માટે ઊંચું માર્જિન પ્રદાન કરતું ઉતાર અમેરિકાનું માર્કેટમાં હાલ માંગમાં ઘટાડાના કારણે તેઓ ભારત પર કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં માર્જિન ઓછું છે. પરંતુ બીજનેસ વ્યાપ વધુ છે.તેઓએ જણાવ્યું હતું કે
“ભારત એ અમારું સૌથી ઝડપથી વિકસતું બજાર છે જેનું માર્જિન નીચું છે – આ એક માળખાકીય પરિવર્તન છે,” લંડમાર્કે કહ્યું, નોકિયા વર્ષના બીજા ભાગમાં ઉત્તર અમેરિકા વધુ મજબૂત થવાની અપેક્ષા રાખે છે.