GOOGLE ની પેરેન્ટ કંપની YOUTUBE ને તેમના નવા CEO મળી ગયા છે. GOOGLE ની પેરેન્ટ કંપની YOUTUBE ના CEO તરીકે વોજસિકી એ રાજીનામું આપ્યા બાદ YOUTUBE ના નવા સીઈઓ તરીકે NEAL MOHAN ની વરણી કરવામાં આવી છે.

YOUTUBE ના નવા સીઈઓનોની વરણી એ સમયે કરવામાં આવી છે, જ્યારે માઇક્રોસોફ્ટ દ્વારા ચેટ જીપીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યા બાદ GOOGLE એ પણ તેનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝડ નવું પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહી છે. આ ઉપરાંત TIKTOK અને INSTAGRAM રિલ્સ જેવા પ્લેટફોર્મ પણ YOUTUBE ને ખાસી એવી ટક્કર આપી રહ્યા છે. ત્યારે GOOGLE અને YOUTUBE બંને સામે ઘણી મુશ્કેલીઓ આવનારા સમયમાં સર્જાય તેવી શક્યતાઓ છે. આવા સમયે જ YOUTUBE ના નવા CEO તરીકેની કમાન ફરીથી એક ભારતીયના હાથમાં સોંપવામાં આવી છે.
નીલ મોહને ટ્વિટર પર માહિતી શેર કરતાં કહ્યું હતું કે વોજીકી કી સાથે વર્ષો સુધી કામ કરવાનો સફર ખૂબ જ અદભુત હતો. તેઓએ YOUTUBE ને એક ખૂબ જ ઉચ્ચ પ્લેટફોર્મ પર પહોંચાડ્યું છે. ક્રીએટર્સ અને વ્યુવર્સ બંને માટેનું એક સરસ મજાનું પ્લેટફોર્મ તેઓએ તૈયાર કરવામાં YouTube ની k મદદ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ YOUTUBE માટે કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છે.
Neal Mohan કોણ છે ?
નીલ મોહન એક ભારતીય અમેરિકન નાગરિક છે. તેઓએ સ્ટેનફોર્ડ માંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને વર્ષ 2008માં ગુગલ સાથે જોડાઈ ગયા. તેઓ youtube માં ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે પણ કામ કરી ચૂકેલ છે. તેઓ youtube શોર્ટ્સ અને મ્યુઝિક સાથે સંકળાયેલા હતા. આ ઉપરાંત તેઓએ માઈક્રોસોફ્ટ અને સીટસ સાથે પણ કામ કરી ચૂકેલ છે. તેઓ ફોરેન રિલેશન કાઉન્સિલ કે જે અમેરિકાની સ્વતંત્ર થીંક ટેન્ક છે તેમના પણ સભ્ય રહી ચૂકેલા છે.
ચાર વર્ષ સાયન્સમાં બેચલર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓએ ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગનો અભ્યાસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી માંથી પૂર્ણ કર્યો. વર્ષ 2019 ની સાલમાં તેઓએ ત્યારબાદ એમબીએ પૂર્ણ કર્યું. ઘણા વર્ષો સુધી તેઓ ઇન્ટરનેટ એડવર્ટાઇઝિંગ કંપની ડબલ ક્લિક કંપની સાથે પણ જોડાયેલા હતા. આ કંપનીને googleએ વર્ષ 2007માં અધિક ગ્રહણ કર્યું હતું જે બાદમાં એક ખૂબ જ મોટી ટેક જાયન કંપની બની અને ત્યારબાદ તેઓ ડિસ્પ્લે અને વિડીયો એડ્સમાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટના પદ પર બિરાજમાન થયા. નીલ મોહનને પ્રોડક્ટસ, બિઝનેસ, ગ્રાહક કોમ્યુનિટી તેમજ કર્મચારીઓ પ્રત્યેની ખૂબ જ સારી એવી સેન્સ છે. વોજસિકી એ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે નીલ મોહન youtube માટે ખૂબ જ ઊમદા લીડર સાબિત થશે.
2015માં નીલ મોહન જ્યારે youtube ના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા તે સમય દરમિયાન youtube ના વિવિધ પ્રોડક્ટમાં તેઓનો ખૂબ જ મોટો સિંહ ફાળો હતો.
ગત વર્ષે તેમણે ફાસ્ટ કંપનીને જણાવ્યું હતું કે તેઓના મતે youtube ને એક સ્ટેજ તરીકે વિચારવા માટેનો શ્રેષ્ઠ સમય છે. દર્શકોએ સર્જકોના શક્ય એટલા શ્રેષ્ઠ ક્રિએશનની જરૂર છે જે માટે તેઓ સૌથી વધારે ઉત્સાહી છે.
વર્ષ 2013 ના બિઝનેસ ઇનસાઇડર ના અહેવાલ મુજબ તેમને ટ્વિટર પર પ્રોડક્ટ ઓફિસર પદની ઓફર પણ કરવામાં આવી હતી.
વિવિધ ક્ષેત્રે ભારતના દિગ્ગજ CEO
ક્રમ | નામ | કંપની |
૧ | સુંદર પિચાઇ | આલ્ફાબેટ |
૨ | પરાગ અગ્રવાલ (ભૂતપૂર્વ) | ટ્વીટર |
૩ | સત્ય નડેલા | માઇક્રોસોફ્ટ |
૪ | શંતાનુ નારાયણ | એડોબ |
૫ | અરવિંદ ક્રિષ્ના | IBM |
૬ | રાજ સુબ્રમનીયમ | Fedex |
૭ | લીના નાયર | Chanel |
૮ | સી .એસ વેંકટકૃષ્ણ | BARCLAYS |
૯ | સોનિયા સેગલ | Gap |
૧૦ | લક્ષ્મણ નરસિંહા | Starbucs |
આ છોકરીએ પગ વડે તીરંદાજી કરી સૌને ચોંકાવી દીધા , ટેલેન્ટ જોઈને તમ પણ કહેશો વાહ અદભુત.
ભારતના ઘણા બધા દિગજ વ્યક્તિઓ વિશ્વની અનેક કંપનીઓ સાથે CEO તરીકે જોડાયેલા છે. ત્યારે વધુ એક ભારતીય દિગ્ગજ ટેકનોલોજી કંપનીના CEO બનીને અન્યની જેમ તેઓએ પણ સિદ્ધિમાં ચાર ચાંદ લગાવ્યા છે. વિવિધ ક્ષેત્રે ભારતીય મૂળના CEO ની વાત કરીએ તો માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબ ના CEO સાંતાનું નારાયણ,આલ્ફાબેટના CEO સુંદર પિચાઈ ની સાથે સાથે ઘણા બધા વ્યક્તિઓ અનેક દિગ્ગજ કંપનીના CEO તરીકે વિવિધ કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યા છે.