Google ની આ એપ્લિકેશનમાં પણ હવે AI ફિચર્ચ જોવા મળશે, સરળતાથી થઈ જશે ડ્રાફ્ટિંગ

Google Updates : તાજેતરમાં જ ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધીત મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ Google તેમની મોટાભાગની એપ્લિકેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ ફીચર્સ ઉપયોગ કરવા જઈ રહ્યું છે.

Google ની આ એપ્લિકેશનમાં પણ હવે AI ફિચર્ચ જોવા મળશે, સરળતાથી લખાઈ જશે ડ્રાફ્ટિંગ
Gmail અને Docs એપ્લિકેશનમાં મોટો ફેરફાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રોજબરોજ કંઈકને કંઈક નવું નવું સંશોધન થતું જ રહે છે.માઈક્રોસોફ્ટ દ્વારા Chat Gpt આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ લોન્ચ કર્યા બાદ google દ્વારા પણ તેમના bard ને લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે google તેમની એપ્લિકેશન્સ જેવી કે gmail,docs માં એઆઈ બેઝડ ફીચર્સ આપવા જઈ રહ્યું છે.માઇક્રોસોફ્ટ દ્વારા ચેટ જીપીટી લોન્ચ થયા બાદ લોકોને લાગતું હતું કે google ના સર્ચ એન્જિન નો તાજ માઈક્રોસોફ્ટના શીરે જાય તેવી શક્યતાઓ હતી પરંતુ google પણ તેમનો તાજ છોડવા માટે હજુ તૈયાર નથી. તે પણ દિવસે ને દિવસે ઘણા બધા નવા ફીચર્સ એડ કરી રહી છે.

કંપનીએ જણાવ્યું હતું કે લગભગ 25 વર્ષથી ગુગલ વિવિધ સ્માર્ટ પ્રોડક્ટ બનાવીને લોકોની મદદ કરી રહી છે. google દ્વારા સર્ચ થી માંડીને વિવિધ નકશાઓ સુધીની સર્વિસો પ્રોવાઇડ કરી રહી છે. સ્માર્ટ કમ્પોઝર, સ્માર્ટ રીપ્લાય કે પછી ઓનલાઈન મીટીંગ દરેક બાબતમાં ગૂગલે તેને પ્રોફેશનલ બનાવ્યું છે. google એ જણાવ્યું હતું કે તેઓ વર્ક સ્પેસ યુઝર્સ માટે એઆઈ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. તેઓ ક્રિએશન કનેક્શન અને જોડાણ બાબતે પહેલા ક્યારે પણ ન અનુભવાયો હોય તેવો અનુભવ મહેસુસ કરાવવા જઈ રહી છે.

શરૂઆતના દિવસોમાં google આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ રાઇટીંગ ફીચર્સ જીમેલ અને google Docs માં જોડવા જઈ રહી છે, શરૂઆતમાં આ ફિચર્સ દરેક લોકો માટે ઉપલબ્ધ નહીં થાય પરંતુ અમુક જાણીતા વ્યક્તિઓ કે જે આ ફીચર્સને ટેસ્ટિંગ કરી શકે તેવા લોકો સુધી સીમિત રાખવામાં આવશે. તેમજ શરૂઆતમાં આ ફીચર્સ ફક્ત અંગ્રેજી ભાષા

અને અમેરિકન યુઝર્સ માટે જ ઉપયોગ કરવામાં આવશે.

UIDAI : આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો

આ પણ વાંચો  Best Dell Laptops 2023: આ છે ડેલ કંપનીના સસ્તા અને સ્માર્ટ લેપટોપ્સ

કઈ રીતે કામ કરશે આ ફીચર્સ ?

ગૂગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ તેમના ફીચર્સ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ફીચર્સ નો ઉપયોગ કરવા માટે જો તમે google docs કે gmail નો ઉપયોગ કરતા હો અને તમારે કોઈપણ વિષય વિશે લખવાની જરૂર પડે તો યુઝર્સને ફક્ત અને ફક્ત એ ટોપિક વિશે જ લખવાનું થશે. જે બાદ યુઝર્સને એક ડ્રાફ્ટ નજર પડશે જેમાં યુઝર્સ પોતે આ ડ્રાફ્ટમાં એડિટિંગ કરી તેને ફાઈનલ ઓપ આપી શકશે જેથી યુઝર્સ નું કામ ખૂબ જ આસાન થઈ જશે.આ ફિચર્સની મદદથી વર્ક પ્લેસ યુઝર્સને ડ્રાફ્ટ સમરાઇસ, પ્રાઇવેટાઇઝ, રીપ્લાય કરવું ખૂબ જ સહેલું પડશે.