UIDAI : આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો

UIDAI : તાજેતરમા જ UIDAI એ આધાર અપડેટના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, UIDAI યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ તાજેતરમાં જ લોકોના લાભ માટે આધારકાર્ડ અપડેશન સુવિધાઓ શરૂ કરી છે.

આધાર કાર્ડ અપડેશન નિયમોમાં ફેરફાર, હવે આ તારીખ સુધી ફ્રી માં તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો
આધાર કાર્ડ અપડેટ્સ નિયમોમાં ફેરફાર : ૧૪ જૂન સુધી આધાર દસ્તાવેજો ઓનલાઇન અપડેટ કરી શકશો.

આ તારીખ સુધી આધાર ઓનલાઇન અપડેટ કરી શકશો

જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખુબજ કામના છે. હા, તાજેતરમાં જ UIDAI એ આધારકાર્ડ અપડેટ્સ કરવા માંગતા તમામ લોકોને 14 જૂન સુધી આધાર દસ્તાવેજને ઑનલાઇન અપડેટ કરવા માટે ફ્રી માં સુવિધા આપી છે. એટલે કે, હવે તમારે પહેલાની જેમ નિયત રકમ ચૂકવવી પડશે નહીં.

અત્યાર સુધી તમારે આધાર અપડેટ કરવા માટે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતું હવે નિયમોમાં બદલાવ થયાં બાદ ૧૪ જૂન સુધી કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહિ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 14 જૂન સુધી આધાર દસ્તાવેજને ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. એટલે કે, હવે તમારે પહેલાની જેમ નિયત રકમ ચૂકવવી પડશે નહીં.

Jio Recharge Plan : જીઓફોનના ત્રણ સૌથી સસ્તા પ્લાન હવે માત્ર ૭૫ રૂપિયાથી શરૂ

UIDAI દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી

UIDAI દ્વારા તેમના એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અગાઉ આધાર આપડેટ્સ માટે 25 રૂપિયા ચૂકવવાના હતા તે અત્યાર સુધી લોકોને આધાર પોર્ટલ પર તેમના દસ્તાવેજો અપડેટ કરવા માટે 25 રૂપિયા ચૂકવવા પડતા હતા. સત્તાવાર નિવેદન અનુસાર, ‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ લોકોને તેમના આધાર દસ્તાવેજોને નિઃશુલ્ક ઑનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ પગલાથી લાખો લોકોને ફાયદો થશે.

Itel pad one : 6000mah ની બેટરીની સાથે ખુબજ ઓછી કિમતે ipad જેવુ ટેબ્લેટ લોન્ચ જાણો તમામ ફીચર્સ

આ પણ વાંચો  D2M Networking: વગર ઈન્ટરનેટે પણ મોબાઈલમાં જોઈ શકાશે પીકચર, નવી સિસ્ટમ માટેનો પ્લાન તૈયાર

આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે સુવિધા

આધાર કાર્ડ અપડેશનની આ સુવિધા આગામી ત્રણ મહિના સુધી ચાલુ રહેશે.એટલે કે 15 માર્ચથી 14 જૂન, 2023 સુધી આ સુવિધા ઉપલબ્ધ રહે છે.જ્યારે આધારકાર્ડમાં કોઈપણ પ્રકારનું ડેમોગ્રફિક પરિવર્તન કરાવવા પર 50 રૂપિયાની ફી રહેશે.આધાર નોંધણી અને અપડેટ રેગ્યુલેશન્સ, 2016 મુજબ, આધાર નંબર ધારકો આધાર માટે નોંધણીની તારીખથી ઓછામાં ઓછા દર 10 વર્ષમાં એકવાર તેમના સહાયક દસ્તાવેજોને અપડેટ કરી શકે છે.

જો કે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સેવા ફક્ત આધાર પોર્ટલ પર જ મફત છે અને પહેલાની જેમ જ ભૌતિક આધાર કેન્દ્રો પર 50 રૂપિયાની ફી ચૂકવવાનું ચાલુ રહેશે.